શ્યામ તુલસી એ એક પ્રકારની તુલસી જ છે. એનાં છોડ ચારથી છ ફૂટ ઊંચા થાય છે. દેશભરમાં એ બધે જ થાય છે. શ્યામ તુલસી પાન થોડાં મોટા તથા ઊંચાં હોય છે. તેના પાન લવિંગ જેવી સુગંધના હોય છે. કેટલાક લોકો એની સુગંધને કસ્તૂરીની સુગંધ સાથે સરખાવે છે.
શ્યામ તુલસી બીજ જીરુંના આકારના કાળા રંગનાં અને લીલાશ પડતાં હોય છે. પાણીવાળી જગ્યામાં એ ઊગી નીકળે છે. આ જંગલી તુલસીની ડાળીઓ ગોળ હોય છે. શ્યામ તુલસી ગુણમાં ઉપણ અને શોધક છે. તે દીપક ગુણ ધરાવે છે.
તો ચાલો હવે આપણે જાણીએ શ્યામ તુલસી નાં ફાયદા વિશે વિગતવાર. શ્યામ તુલસી નાં બીજ ને રાત્રે ઠંડા પાણીમાં પલાળી રાખવા, સવારમાં તેમાં ગાયનું ચોખ્ખું દૂધ નાખી હલાવીને પીવાથી કોઠાની ઉષ્ણતા અને મૂત્રદાહ મટે છે. તેના બીજ મૂત્રાશય તથા ગુરદાના રોગમાં ઘણા ઉપયોગી છે. શરદીથી થયેલા માથાના દુખાવામાં શ્યામ તુલસી ઉપયોગી નીવડે છે. મોઢાની દુર્ગંધ દૂર કરે છે તથા દાંત મજબૂત કરે છે. દાંતનો સડો દૂર કરે છે. તેનો રસ પીવાથી શરીરમાં શક્તિનો સંચાર થાય છે. કમળા માં રસ પીવાથી તેમજ ચોપડવાથી ઘણી રાહત થાય છે.
શ્યામ તુલસીના મૂળોને ગાયના દૂધમાં ઘસી વ્રણદોષ માટે વપરાય છે. હાથ પગના સોજા ઉતારવા ઘણા લોકો એનો ઉપયોગ કરે છે. એના બીજ સરકા, શરબત કે અંગુર પાણીમાં નાખીને પીવાથી એ ઓડકાર લાવી બાદી તોડે છે. ઉપરાંત ખોરાકનું પણ બરાબર પાચન કરે છે. યકૃત માટે પણ તે વધુ ગુણકારી છે. શ્વાસની દુર્ગંધ દૂર કરવા માટે પણ શ્યામ તુલસીના પાંદડા ઘણા ફાયદાકારક છે. જો મોઢામાંથી દુર્ગંધ આવી રહી હોય તો તુલસીના કેટલાક પાન ચાવી જાઓ. આમ કરવાથી દુર્ગંધ દૂર થઈ જશે.
જો ક્યાંય ઇજા થઇ હોય તો શ્યામ તુલસીના પાંદડાને ફટકડી સાથે મિક્સ કરીને લગાવવાથી ઘા જલ્દી ભરાઈ જાય છે. શ્યામ તુલસીમાં એન્ટીબેક્ટેરિયલ તત્વ હોય છે જે ઇન્ફેક્શન થતા રોકે છે. આ ઉપરાંત શ્યામ તુલસીના પાંદડા ને તેલમાં મિક્સ કરીને લગાવવાથી બળતરા પણ ઓછી થઇ જાય છે.
શ્યામ તુલસી લીવર ના કાર્યને સુધારે છે. તે શરીરનું મેટાબોલીઝમ, એન્ટીટોક્સિફિકેશન, ઇમ્યુનિટી જેવા ઘણા જૈવરાસાયણિક કાર્ય સુધારે છે. તે શરીર માટે નુકસાનકારક કોલેસ્ટેરોલ ઘટાડવામાં પણ મદદરૂપ છે. રોજ શ્યામ તુલસીના આઠથી દસ પાન ચાવીને ખાવાથી પાયોરિયા થવાનું જોખમ ઘટી જાય છે અને પાચન સુધરે છે. જોકે, તેના વધુ પડતા સેવનથી પિત્તની વૃદ્ધિ થાય છે માટે તેનું સેવન નિયમિત માત્રામાં કરવું. હવે અમે તમને જણાવીશું શ્યામ તુલસીના પ્રયોગો વિશે.
શ્યામ તુલસી, તકમરિયાનાં પાન, લીલી તથા કાળી તુલસી, ફુદીનો, સુગંધી મરવો, ડમરો, પાણી ભાંગરો, લીલી ચા, ચંપાના ફૂલ આ બધી વસ્તુઓ પાંચ પાંચ ગ્રામ લઇ તેને ૨૫૦ ગ્રામ તલના તેલ, ૭૫૦ ગ્રામ પાણી બંનેમાં ધીમે તાપે પકાવી તેલ તૈયાર કરવું. આ રીતે બનાવેલા તેલને શરીર પર ચોળવાથી દાહ, પિત્ત, કોઢ, કૃમિ, ક્ષીણતા, ચળ, દુર્ગંધ અને બળતરા મટે છે. આનાથી વાળ પણ કાળા થાય છે .
શ્યામ તુલસી ૧૦ ગ્રામ, વરિયાળી ૧૦ ગ્રામ, ઈસબગોલ 50 ગ્રામ, સાકર ૩૦ ગ્રામ આ બધી વસ્તુઓ ભેગી કરી તેનું ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણના ઉપયોગથી કોઠાની ગરમી, મૂત્રદાહ તથા અતિસારમાં ખૂબ જ રાહત આપે છે.
શ્યામ તુલસી, ફુદીનો, મોથ, જટામાંસી, તજ, તમાલપત્ર, સરસવ, ધાણા, સૂવા, દેવદાર અને કાળી પાટ આ બધી વસ્તુ સાત ગ્રામ જેટલી લઈ તેનું બારીક ચૂર્ણ બનાવવું. તેમાં શ્યામ તુલસીના રસના ચાર ટીપાં નાંખી નાની નાની ગોળી બનાવવી. આ રીતે બનાવાયેલી ગોળીના સેવનથી કોઢ, અતિસાર, હૃદય, સોજા, પાંડુ, કમળો, ચૂંક, જર તથા આફરામાં લેવાથી ઘણી રાહત થાય છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.