માત્ર 1 દિવસમાં અશક્તિ, નબળાઈ, કમજોરી થઈ જશે ગાયબ, દવા કરતાં 100 ગણો અસરકારક છે આ દેશી ઈલાજ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજકાલ અનેક લોકોને શરીરમાં પૂરતું પોષણ ન મળવાને કારણે અશક્તિ આવી જતી હોય છે. જો કે શરીરમાં અશક્તિને થવાને કારણે કોઇ પણ કામ કરવામાં મન નથી લાગતુ. ઘણા લોકોને તાવ ઉતર્યા પછી જે શરીરમાં કમજોરી અને અશક્તિ આવી ગઈ હોય તો ઝડપથી દૂર થતી નથી. પરંતુ જો તમે આ અશક્તિ, નબળાઈ, કમજોરીની બિમારીમાંથી કાયમી છૂટકારો મેળવવા માંગતા હોવ તો અપનાવો આ ઘરગથ્થુ ઉપાયો.

કામ કરતા થાકી જવાય, સ્ફૂર્તિનો અભાવ હોય, શરીરમાં નબળાઇ વર્તાતી હોય તો વડનું દૂધ પતાસામાં આપવું. એનાથી હૃદયની નબળાઇ, મગજની નબળાઇ અને શરીરની નબળાઇ પણ મટે છે. એલચી, ખજૂર અને દ્રાક્ષ મધમાં ચાટવાથી અશક્તિ મટે છે. કોળાનાં બીના મીંજનો આટો ઘીમાં શેકી, સાકર નાખી લાડુ બનાવી થોડા દિવસો સુધી ખાવાથી અતિ મહેનત કરવાથી આવેલી નિર્બળતા મટે છે.

ઘીમાં ભૂંજેલી ડુંગળી અને બબ્બે કોળિયા શીરો ખાવાથી માંદગીમાંથી ઉઠ્યા પછી આવેલી અશક્તિ દૂર થઇ જલદી શક્તિ આવે છે. દરરોજ 20-25 ખજૂર ખાઇ ઉપર એક પ્યાલો ગરમ દૂધ પીવાથી થોડા દિવસમાં જ શરીરમાં સ્ફૂર્તિ આવે છે, બળ વધે છે. નવું લોહી પેદા થાય છે અને ક્ષીણ થયેલું વીર્ય વધવા માંડે છે.

ઉમરાની છાલના ઉકાળાથી લોહીની ઓછપ અને શરીરનું દુબળાપણું મટે છે. સવાર-સાંજ 10-10 ગ્રામ ચારોળીના દાણા ગોળ સાથે ખૂબ ચાવીને ખાવાથી અશક્તિ દૂર થાય છે. ગાજરનો રસ પીવાથી અશક્તિ, નબળાઈ, કમજોરી દૂર થાય છે. જમ્યા પછી ત્રણ-ચાર કેળાં ખાવાથી અશક્તિ દૂર થાય છે. એક કપ દૂધમાં એક ચમચી મધ નાખી પીવાથી નબળાઈ દૂર થાય છે.

દૂધમા અંજીર ઉકાળી તે અંજીર ખાઇ દૂધ પીવાથી અશક્તિ, નબળાઈ, કમજોરી દૂર થાય છે. ખજૂર ખાઇ ઉપરથી ઘી મેળવેલુ ગરમ દૂધ પીવાથી ઘામાંથી પુશ્કળ લોહી વહી જવાથી આવેલી નબળાઇ દૂર થાય છે. સફેદ ડુંગળી ઘીમાં શેકીને ખાવાથી શારીરિક નબળાઇ, ફેફસાંની નબળાઇ અને ધાતુની નબળાઇ દૂર થાય છે. મોસંબીનો રસ પીવાથી નબળાઇ દૂર થાય છે.

દૂધમાં બદામ, પિસ્તા, એલચી, કેસર અને ખાંડ નાખી ઉકાળીને પીવાથી ખૂબ શક્તિ વધે છે. પાંચ પેશી ખજૂર ઘીમાં સાંતળી ભાત સાથે ખાવાથી અને અર્ધો કલાક ઊંધ લેવાથી નબળાઇ દૂર થાય છે અને વજન વધે છે. એક સૂકું અંજીર અને પાંચ-દસ બદામ દૂધમાં સાકર નાખી ઉકાળીને પીવાથી લોહીની શુદ્ધિ થઇ, ગરમી મટી શક્તિ વધે છે. ચણાના લોટનો મગજ, મોહનથાળ અથવા મૈસુર બનાવી રોજ ખાવાથી તમામ પ્રકારની નબળાઇ દૂર થાય છે અને શક્તિ આવે છે.

સુકી ખારેકનું 200 ગ્રામ ચૂરણ બનાવીને તેમાં 25 ગ્રામ સુંઠનું ચૂરણ નાખી તૈયાર કરવું અને પાંચથી 10 ગ્રામ ચુરણ રોજ 200 ગ્રામ દૂધમાં ઉકાળી થોડી ખાંડ નાખી રોજ સવારે પીવાથી શરીરમાં શક્તિ આવે છે અને નબળાઇ દૂર થાય છે. દિવસમાં બે અથવા એક કટોરી દહીં માં એક ચમચી મધ ભેળવીને ખાવ, નબળાઈ દુર થશે અને શક્તિ મળશે.

એક કપ પાણીમાં બે ચમચી આમળા નું જ્યુસ ભેળવીને સવારે ખાલી પેટ પીઓ. નબળાઈ દુર થશે. રોજ સવાર સાંજ ઠંડા દુધમાં ૨ ચમચી ગુલકંદ ભેળવીને પીઓ, નબળાઈ દુર થશે. દાડમનું જ્યુસ દરેક પ્રકારની નબળાઈ દુર કરે છે. સવાર સાંજ એક ગ્લાસ તાજું જ્યુસ પીઓ. ફણગાવેલા ચણા રોજ સવારે ખાવાથી શરીર બળવાન અને પુષ્‍ટ બને છે.

સવારે 10 વાગે તમારે એક ગ્લાસ મોસંબીનો જ્યૂસ પીવાનુ છે. અને સાંજે ૫ વાગ્યે એક લીલું નાળિયેર આવે છે નાળિયેરનું પાણી પીવાનું છે આટલી વસ્તુ કરવાની છે.  માત્ર ત્રણ દિવસ નો ઉપચાર છે.  ત્રણ દિવસ આટલું કરવામાં આવે તો તમામ પ્રકારની નબળાઈ અને કમજોરી દૂર થઈ જાય છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top