ડાયાબિટીસ ના ઉપચાર માટે આંબાના પાન ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. સામાન્ય રીતે આંબાના પાન ની ચા બનાવવામાં આવે છે અને ત્યારબાદ તેનું સેવન કરવાના કારણે શરીરની અંદર રહેલો બ્લડ શુગર કંટ્રોલમાં આવી જાય છે. આંબા ના પાન ની ચા નું સેવન કરવાના કારણે ડાયાબિટીસની સમસ્યામાંથી ખૂબ આસાનીથી છુટકારો મળી શકે છે. આંબાના પાનને પાણીની અંદર ઉકાળી લઇ અને ત્યારબાદ સવારમાં ભૂખ્યા પેટે તેનું સેવન કરવાના કારણે ડાયાબિટીસના દર્દીઓને ખુબ જ ફાયદો થાય છે.
સામાન્ય રીતે આંબાના પાનનો અર્ક ડાયાબિટીસની બીમારી ને દૂર કરવા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. આ ઉપરાંત આંબા ના પાન માંથી ચા બનાવવા માટે ચાર આંબાના પાનને એક નાના વાસણની અંદર ઉકાળી લો.
અને જ્યારે તે ઉકળી જાય ત્યારબાદ આંબાના પાન તેમાંથી બહાર કાઢી આખી રાત સુધી તેને રાખી મૂકો અને ત્યારબાદ સવારમાં જાગીને ભૂખ્યા પેટે તેનું સેવન કરો. આમ કરવાથી ડાયાબિટીસને સમસ્યામાંથી કાયમી માટે છુટકારો મળી શકે છે.
આંબાના પાનનું સેવન કરવાથી હિચકી બંધ થાય છે. આંબાના કેટલાક પાંદડાને સળગાવીને તેનો ધુમાડો શ્વાસ મારફતે અંદર લો. તેનાથી ગળાની સમસ્યા ખતમ થઇ જાય છે અને હિચકી પણ બંધ થઇ જાય છે અને ગળાની અન્ય સમસ્યા અને હિચકી આવવાની આદતને ખત્મ કરે છે.
શ્વાસ ને લગતી બીમારીઓથી પણ રાહત મળે છે. આંબાના પાનનું સેવન કરવાથી કોલ્ડ, બ્રોંકાઇટિસ અને અસ્થમા જેવી બીમારીઓ માટે આંબાના પાંદડા ઘણા અસરકારક સાબિત થાય છે. આંબાના કેટલાક પાંદડાઓને પાણીમાં ઉકાળી લો અને તેમાં થોડુક મધ મિક્સ કરો હવે આ પાણી પી જાઓ. તેનાથી ગળાને પણ રાહત મળે છે.
કિડનીમાં જમા થતા સ્ટોન્સમાં પણ રાહત અપાવે છે. આંબાના પાનને ક્રશ કરીને તેને રાતભર પાણીમાં રહેવા દો. ત્યારબાદ સવારે ઉઠીને પેલા આ પાણી પી જાઓ તેનાથી પથરી નષ્ટ થઇ જાય છે. કિડને લગતી બીમારી દૂર કરે છે.
પેટ ને ખરાબ થતાં સમસ્યા ને અટકાવ પણ આંબાના પાંદડા ઇલાજની જેમ કામ કરે છે. આંબાના પત્તાને સુકવીને તેનો પાઉડર બનાવી લો. ત્યારબાદ આ પાઉડરને પાણીમાં મિક્સ કરીને દિવસમાં બેથી ત્રણવાર પીઓ. નિયમિત પણે તેને પીવાથી પેટના બધા ટૉક્સિન્સ નિકળી જાય છે અને તમારું પેટ સાફ થઇ જાય છે.
કાનનો દુખાવો ખૂબ જ અસહનીય હોય છે. આંબાનાં પાન કાનના દુખાવવામાં પણ રાહત અપાવે છે. આંબાના પાંદડાને નિચોવીને તેનો જ્યુસ નિકાળી લો અને તેના ટીપા કાનમાં નાંખો તેનાથી કાનના દુખાવામાં ઝડપી રાહત મળે છે. જે જગ્યાઓ પર તમારી ત્વચા દાઝી ગઇ છે ત્યાં આંબાના પાન રાખો તેનાથી ત્વચાને ફાયદો થાય છે અને બળતરામાં પણ રાહત મળે છે.દાઝી જવા પર રાહત આપે છે આંબાના પાંદડા.
તમારું બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા અથવા હાઈ બ્લડ પ્રેશરને ઓછું કરવા માટે પણ આંબાના પાંદડા ઉપયોગી સાબિત થઈ શકે છે. આમાં આ પાનનું સેવન કરવાના કારણે તમારા શરીરની અંદર રહેલી રક્તવાહિનીઓ મજબૂત બને છે. જેથી કરીને વ્યક્તિના શરીરની અંદર હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો તે દૂર થઈ શકે છે.
આંબાના પાંદડા નું સેવન કરવાથી થાક દૂર થાય છે. બેચેની અને થકાવટમાં રાહત આપે છે. આંબાના કેટલાક પાંદડાઓને પોતાના ન્હાવાના પાણીમાં નાંખી દો અને તેનાથી સ્નાન કરો. તેનાથી શરીર ફ્રેશ ફીલ કરશે અને નવી ઉતેજના જાગસે. આ સાથે જ થકાવટ તેમજ બેચેનીથી પણ રાહત મળે છે.
આંબાના પાંદડા અસ્થમાની બીમારીને કન્ટ્રોલ અને તેનાથી તમને બચાવે છે. આંબાના પાંદડા ચાયનીઝ દવાઓમાં ખુબ ઉપયોગ કરવામાં આવે છે, તમે અસ્થમાંથી છુટકારો મેળવવા માટે તેના પાંદડાની રાબ બનાવીને થોડું મધ ભેળવીને ઉપયોગ કરી શકો છો.
ઉધરસને દૂર કરવા માટે આંબાના પાંદડા ઉપીયોગ થયા છે. પણ આંબાના પાન શરીરની અંદર રહેલી દરેક પ્રકારની શ્વાસની સમસ્યાઓને દૂર કરવા માટે ઉપયોગી સાબિત થઇ શકે છે. વિશેષ માટે શરદી ઉધરસ અસ્થમા વગેરે જેવી બીમારીઓથી પીડાતા પેઢીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.
આ માટે આંબાના પાન અને પાણીની અને ત્યારબાદ તેનો ઉકાળો પીવાના કારણે વ્યક્તિને શ્વાસ સંબંધી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તેમાંથી રાહત મળે છે. આંબાના પાંદડામાં પણ વિટામીન ‘એ’ હોય છે. જે આંખો માટે ખુબ ફાયદાકારક હોય છે. તે જ કારણ છે કે પાંદડા પણ આંખોને ખરાબ થવાથી બચાવી શકે છે, સાથે જ બ્લડ શુગર લેવલને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.
આંબાના પાનની અંદર ભરપૂર માત્રામાં વિટામિન સી, વિટામિન બી અને વિટામિન એ હોય છે. આ ઉપરાંત એની અંદર અનેક પ્રકારના પોષક તત્વો હોય છે. આંબાના પાનની અંદર ખૂબ જ શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે તમારા શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ સાબિત થાય છે.