300 થી વધુ અસાધ્ય રોગોનો દુશ્મન તેમજ મુત્રમાર્ગ, હૃદયરોગ, આંતરડા બધાનો ઈલાજ રહેલો છે આ ઔષધીય ગુણો થી ભરપૂર ધાન માં

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

જવ શાંત અને ઠંડા હોય છે. જવ એક અનાજ છે. તે અનાજની રીતે ફાયદાકારક હોવાની સાથે સાથે એનું પાણી પણ આપણા આરોગ્ય માટે ખુબ ફાયદાકારક છે. તે ઘણી બીમારીઓથી કાયમી છુટકારો અપાવે છે તેનાથી ઘણી બીમારીઓ થવાનો ભય પણ ખુબ ઓછો થઇ જાય છે.જવમાં વિટામીન ‘એ’, ‘ઈ’, બી કોમ્પ્લેક્ષ, થાયમિન, રીબોફલેવીન, નાયસીન, પેન્ટોથેનીક એસીડ, ફોલીક એસીડ, વિ. વિટામીન‘ડી’ હોય છે.

જવમાં આ સાથે પાચક દ્રવ્યો (એન્ઝાઈમ્સ) પણ હોય છે. ઘઉંમાં ગ્લુટેન નામનું તત્વ હોવાથી ઘઉંના બિસ્કીટ, બ્રેડ. ફુલીને પોચા થાય છે. જયારે જવમાં આ તત્વ ન હોવાથી આવું થતું નથી. આયુર્વેદ પ્રમાણે જવ સ્વાદમાં તૂરા અને મધુર, શીતળ, પચવામાં ઓછા ભારે જઠરાગ્નિવર્ધક, બળપ્રદ, બુદ્ધિવર્ધક, કંઠ-સ્વરને ઉત્તમ કરનાર, વર્ણ અથવા કાંતિને સ્થિર કરનાર, કફ, પિત્ત, મેદ, શરદી, સળેખમ, દમ, ઉધરસ, રક્તવિકાર, ગળાના રોગો અને ચામડીના રોગોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે.

જવ ના આરોગ્યવર્ધક ફાયદા :

જવનો ઉપયોગ ખૂબ જ પ્રાચીનકાળથી થતો આવ્યો છે. જવ એ ધાન્ય ઘઉંની જ એક જાત છે. પરંતુ સ્વાદમાં અને દેખાવમાં ઘઉં કરતાં અલગ હોય છે. જવની રોટલી, દળીયા (રાબ), સત્તુ વગેરેનું સેવન થતું જ આવ્યું છે. જવમાં ભરપૂર પ્રમાણમાં અનેક પોષત તત્વો રહેલા હોય છે. જેના સેવનથી સ્વાસ્થ્યને ગજબનો લાભ થાય છે. આમ તો બહુ ઓછા લોકોને જવના ચમત્કારી ગુણો અને ફાયદા વિશે ખબર હશે, પરંતુ જે નથી જાણતા એ આજે ચોક્કસ જાણી લો ત્યારબાદ તમે જવનું સેવન કર્યા વિના રહી નહીં શકો.

ડોક્ટરો કહે છે કે જવ ના જુવારા ખાવાથી લોહી બને છે. તે શુધ્ધ, ન્યુટ્રલ અને પાતળું બને છે. એક ભાગ જવ અને પંદરગણુ પાણી ઉકાળવું કુલ પાણીનો ત્રીજો ભાગ બળી જાય આ જવનું પાણી આશરે ૧૦૦ રોગોનો ઈલાજ છે. જવને બાળીને તેમાંથી ‘યવક્ષાર’ (જવખાર) તૈયાર કરવામાં આવે છે જે બજારમાં તૈયાર મળી રહે છે. આ જવખાર એ ઉત્તમ કફનાશક ઔષધ છે. જવખાર કે યવક્ષાર જવમાંથી બનતું વિશિષ્ટ ઔષધ છે. રસાયણિક રીતે એ પોટેશિયમ કાર્બોનેટ છે.

જવ ક્ષાર બનાવવા માટે જવના આખા છોડને બાળી મોટા પ્રમાણમાં રાખ ભેગી કરવામાં આવે છે. તેમાં પાણી નાંખી રાખવાળું મિશ્રણ ઠરવા દેવું ત્યાર પછી ઉપરનું પાણી નિતારીને કપડાથી ગાળી લેવું આ પાણી ધીમા તાપે ઉકાળવું અથવા મોટા થાળામાં કાઢી તડકે સુકવવું. પાણી સુકાયા પછી જે પદાર્થ બાકી રહી જાય તે બને છે યવક્ષાર.

જો નાનાં બાળકોને વારંવાર શરદી, સસણી, છાતીમાં કફ ભરાઈ જવો, ઉધરસ વગેરે તકલીફો થતી હોય તો તેમને ચપટી જવખાર એટલા જ લીંડીપીપરના ચૂર્ણ સાથે મધમાં મેળવીને સવાર-સાંજ ચટાડવો. થોડા દિવસોમાં કફની આ તકલીફમાં ઘણો ફાયદો જણાશે. યવક્ષાર અતિ મૂત્રલ (છૂટથી પેશાબ લાવનારૂં) હોય છે.

જવને ખાંડીને ઉપરના બરછટ ફોતરા કાઢીને તેને ચાર ગણા પાણીમાં ઉકાળી, ચાર પાંચ ઉભરા આવે એટલે ઉતારી એક કલાક ઢાંકી રાખવું. પછી ગાળી લેવું. આને ‘બાર્લીવોટર’ કહેવાય છે. તેમાં લીંબુનો રસ અને ગ્લુકોઝ નાંખી પીવાથી સ્વાસ્થ્યવર્ધક પીણું બને છે. જવના જુવાર સવારે નાસ્તામાં આપવાથી જઠર અને આંતરડામાં ચાંદાના દર્દીઓને ખુબ જ ફાયદો થાય છે. દર્દીને નિયમિત ત્રણ મહીના જવનાં જુવારા લેવાથી ચાંદી બિલ્કુલ રૂઝાઈ જાય છે અને આંતરડું સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ જે છે. જે બે વરસની સારવારથી ના રૂઝાય તે ત્રણ મહીનામાં જવની રાબ લેવાથી સારૂં થઈ જાય છે.

ચીન અને જર્મનીના અનુભવોના આધારે અમેરીકામાં ૧૯૭૮માં સાન્ફ્રાન્સીસ્કો ઈન્સ્ટીટયુટ ફોર ધી એડવાન્સ સ્ટડી ઓફ હયુમન સેક્સ્યુઆલીટી એ જવ વિશે એક નવું જ સંશોધન ર્ક્યું. જવમાં પુરૂષ હોર્મોન ટેસ્ટોસ્ટેરોન જેવું કંઈક તત્વ છે જેનાથી જાતિયશક્તિમાં વધારો થાય છે. એટલું જ નહિં પરંતુ પ્રોસ્ટેટ ગ્રંથિની વૃધ્ધિની તકલીફમાં પણ આરામ થાય છે.

જ્યારે ભૂખ ન લાગતી હોય કે ખાવાનું મન ન થતું હોય તો જવની રાબ પીવાની સલાહ આપવામાં આવે છે. જવની રાબ પેટને એવી રીતે ધોઈને સાફ કરી દે છે જેમ તમે પાણીથી ચેહરાને ધોઈને સ્વચ્છ કરે છે.

જવનો ઉકાળો સવાર-સાંજ પીવાથી મુત્રમાર્ગની પથરી તુટી જાય છે.ક્ષયના રોગી માટે ચોખા અને જવની રોટલીથી ઉત્તમ કોઈ ખોરાક નથી. જવની રોટલી ખાવાથી પેટમાં દુખાવો નથી થતો.એક ચમચો જવનો અધકચરો ભુકો બે ગ્લાસ પાણીમાં અડધું પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળી કપડાથી ગાળી સવાર-સાંજ પીવાથી પથરી અને મુત્રમાર્ગના રોગો મટે છે.

જો ઘરમાં કોઈ વ્યક્તિ વારંવાર માંદો પડતો હોય તો તેને માટલીમાં બનાવેલી જવની રાબ આપવી, વ્યક્તિ ઝડપથી સાજો થઈ જશે. નબળાઈ આવી ગઈ હોય જો કે બિમારને તે પસંદ ના પડે પરંતુ વારંવાર ગરમ રાબ પીવાથી શરીરની કમજોરી દૂર થાય છે અને રોગ સામે લડવાની પ્રતિકાર શક્તિ વધે છે. જવની રોટલી કે જવની કોઈ પણ વાનગી લોકો માટે શક્તિનો ખોરાક છે.

જવ કફ કરતા નથી. એ કંઠના રોગો, ચામડીના રોગો, કફ, પિત્ત, મેદ, શરદી-સળેખમ, શ્વાસ, સાથળ, સાંધાનું જકડાઈ જવું, રક્તવિકાર અને અત્યાધિક તૃષામાં હીતાવહ છે. જવ પેશાબને બાંધનાર અને મળને સારી રીતે બહાર લાવનાર છે, આથી મધુપ્રમેહમાં ખુબ જ ઉપયોગી છે. મધુપ્રમેહમાં જવની બધી જ બનાવટો-સાથવો, રોટલી, પુરી, રાબ, ખીચડી વગેરે લેવાં જોઈએ. તે મૂત્રાશય વિકાર, સોજો, લિવર, બરોળ વિગરેમાં ઉપયોગી છે.

જવ સ્થૂલ વિલેખન છે એટલે કે મેદને ખોતરીને બહાર કાઢે છે. તેથી બેઠાડું જીવન જીવનારા લોકો માટે તો જવ ઉત્તમોત્તમ છે. મેદને લઈને હૃદયરોગ, ઉંચુ લોહીનું દબાણ, હાઈ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ વગેરેથી પીડાતા લોકો માટે જવનો ખોરાક ઉત્તમ હોય છે. જવ મુત્રલ છે. તે પેશાબ સાફ લાવે છે અને પેશાબના રોગો મટાડે છે, પથરીના રોગીએ કાયમ જવનું પાણી પીવું, જવનું પાણી (બાર્લીવોટર) પીવાથી પથરી તુટીને નીકળી જાય છે અને બંધાતી અટકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top