તમારા દરેક પ્રશ્ન નો જવાબ રહેલો છે આ હનુમાનજી પ્રશ્નાવલી માં, જાણો તમારી દરેક સમસ્યાના ઉકેલ…!!

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનો આવનારો સમય સુખ અને સંપત્તિથી પરિપૂર્ણ હોય પરંતુ તેના માટે તેને શું કરવું જોઈએ તે નથી જાણતો અને કિસ્મત ચમકાવવાના ચક્કરમાં અહીં-તહીં રખડ્યા કરે છે. હનુમાનની તિથિઓ મંગળવાર, શનિવાર, હનુમાન જયંતિ, હનુમાન અષ્ઠમી વગેરે તિથિઓ ઉપર ખાસ ઉપાય કરી શકાય છે. આજે અમે તમારા માટે હનુમાન પ્રશ્નાવલી ચક્ર લઈને આવ્યા છે. તેના 49 અંકોમાં તે બદાં જ પાય લખાયેલા છે .તમે પણ આ ચક્રના માધ્યમથી તમારા આવનારા જીવન વિષે જાણી શકો છો.

જેને પણ પોતાના પ્રશ્નનો જવાબ જોઇએ તેણે સૌ પ્રથમ સ્નાનાદિથી પવિત્ર થવું. પાંચ વાર ૐ રા રામય નમઃ મંત્રનો જાપ કર્યા બાદ 11 વાર ૐ હનુમંતે નમઃ મંત્રનો જાપ કરવો. તેના પછી આંખો બંધ કરી હનુમાનજીનું સ્મરણ કરતા પ્રશ્નાવલિ ચક્ર પર પોતાની મુંજવણ કે પ્રશ્ન વિશે વિચારી આંગળી ફેરવતા ફેરવતા રોકી દેવી. જે કોષ્ટક પર આંગળી રોકાઇ જાય તે કોષ્ટકમાં લખેલા અંકને જોઇને પ્રશ્નનો જવાબ જુઓ.

1– તમારૂં કાર્ય જલ્દી પુરૂં થશે. 2– તમારા કાર્યમાં સમય લાગશે. મંગળવારે વ્રત કરવું. 3– દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરશો તો કાર્ય જલ્દી પુરૂં થશે. 4– કાર્ય પુરૂં નહી થાય, 5– કાર્ય જલ્દી થશે, પરંતુ અન્ય વ્યક્તિની સહાય લેવી પડશે. 6– કોઇ વ્યક્તિ તમારા કાર્યોમાં અડચણો નાખશે, બજરંગ બાણનો પાઠ કરો. 7– તમારા કાર્યમાં કોઇ સ્ત્રીની સહાયતા અપેક્ષિત છે.

8 – તમારૂં કાર્ય નહી થાય, કોઇ અન્ય કાર્ય કરો. 9– કાર્ય સિદ્ધિ માટે યાત્રા કરવી. 10– મંગળવારનું વ્રત રાખો અને હનુમાનજીને ચોળા ચઢાવશો તો મનોકામના પુર્ણ થશે. 11 – તમારી મનોકામના જલ્દી પુરી થશે. સુંદરકાંડનો પાઠ કરો. 12 – તમારા દુશ્મનો બહુ છે. કાર્ય થવા નહી દે. 13 – પીપળાના વૃક્ષની પૂજા કરો. એક માસ બાદ કાર્ય સિદ્ધ થશે. 14 – તમને શીધ્ર લાભ થવાનો છે. મંગળવારે ગાયને ગોળ અને ચણા ખવડાવો.

15 – શરીર સ્વસ્થ રહેશે, ચિંતાઓ દુર થશે. 16 – પરિવારમાં વૃદ્ધિ થશે. માતા – પિતાની સેવા કરો અને રામચરિતમાનસના બાલકાંડનો પાઠ કરો. 17 – અમુક દિવસો ચિંતા રહેશે. ૐ હનુમંતે નમઃ મંત્રની દરરોજ એક માળાનો જાપ કરો. 17 – હનુમાનજીના પૂજન અને દર્શનથી મનોકામના પુર્ણ થશે. 19 – તમને વ્યવસાય દ્વારા લાભ થશે. દક્ષિણ દિશામાં વ્યાપારિક સંબંધો વધારો.

20 – ઋણથી છુટકારો, ધનની પ્રાપ્તિ તથા સુખની ઉપલબ્ધિ શીઘ્ર થનારી છે. હનુમાન ચાલીસાનો પાઠ કરો. 21 – શ્રી રામચંદ્રની કૃપાથી ધન મળશે. શ્રી સીતારામના નામની પાંચ માળા રોજ કરો. 22 – હમણાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે પણ અંતે વિજય તમારો જ થશે. 23 – તમારો દિવસ ઠીક નથી. રોજ હનુમાનજીનો પૂજન કરો. મંગળવારે ચોળા ચઢાવો. સંકટોથી મુક્તિ મળશે. 24 – તમારા ઘરવાળા જ વિરોધમાં છે. તેમને અનુકુળ કરવા પુનમનું વ્રત કરો. 25 – તમને જલ્દી શુભ સમાચાર મળશે.

26 – દરેક કામ વિચારી – સમજીને કરો. 27 – સ્ત્રી પક્ષથી તમને લાભ થશે.દુર્ગાસપ્તશતીનો પાઠ કરો. 28 – હમણાં અમુક મહિનાઓ સુધી પરેશાની છે. 29 – હમણાં તમારા કાર્યની સિદ્ધિમાં વિલંબ છે. 30 – તમારા મિત્ર જ તમને દગો આપશે.સોમવારનું વ્રત કરો. 31 – સંતાનથી સુખ પ્રાપ્ત થશે.શિવની આરાધના કરો અને શિવમહિમ્નસ્તોત્રનો પાઠ કરો. 32 – તમારા દુશ્મનો તમને હેરાન કરે છે. સોમવારે બ્રાહ્નણને ભોજન કરાવો.

33 – કોઇ સ્ત્રી તમને દગો આપશે. સાવધ રહેવું. 34 – તમારા ભાઇ – ભાંડુઓ વિરોધ કરી રહ્યા છે. ગુરૂવારે વ્રત રાખો. 35 – નોકરીથી તમને લાભ થશે. પદોન્નતિ સંભવ છે, પુનમનું વ્રત રાખી કથા કરો. 36 – તમારા માટે યાત્રા શુભદાયી રહેશે. તમારા સારા દિવસો આવી ગયા છે. 37 – પુત્ર તમારી ચિંતાનું કારણ બનશે.રોજ રામ નામની પાંચ માળાનો જાપ કરો. 38 – તમારે હમણાં થોડાં દિવસો હજી પરેશાની રહેશે. યથાશક્તિ દાન –પુણ્ય અને કીર્તન કરો.

39 – તમને રાજકાર્ય અને ન્યાયિક કેસમાં સફળતા મળશે. શ્રી સીતારામનું પૂજન કરવાથી લાભ મળશે. 40 – અતિશીઘ્ર તમને યશ મળશે. હનુમાનની ઉપાસના અને રામનામનો જાપ કરો. 41 – તમારી મનોકામના પુર્ણ થશે. 42- હમણા સમય સારો નથી. 43- તમને આર્થિક કષ્ટનો સામનો કરવો પડશે. 44 – તમને ધનની પ્રાપ્તિ થશે. 45 – દામ્પત્ય સુખ મળશે.

46 – સંતાનસુખની પ્રાપ્તિ થવાની છે. 47 – અભી દુર્ભાગ્ય સમાપ્ત નથી થયો. વિદેશ યાત્રાથી અવશ્ય લાભ થશે. 48 – તમારો સારો સમય આવવાનો છે. સામાજિક અને વ્યવસાયિક ક્ષેત્રમાં લાભ મળશે. 49 – તમારો બહુ જ સારો સમય આવી રહ્યો છે. તમારી દરેક મનોકામના પુરી થશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top