આજે આખી દુનિયા તમાકુના વ્યસનના મસમોટા પડકારનો સામનો કરી રહી છે. WHOના આંકડા મુજબ દુનિયામાં 1 અબજથી વધુ લોકો સ્મોકિંગ કરે છે અને આ લતને કારણે દર વર્ષે 70 લાખ લોકોનો ભોગ લે છે. તમાકુમાં રહેલા નિકોટિનને કારણે તેનું વ્યસન લાગી જાય છે અને તે જલ્દી છૂટતું નથી.
પરંતુ કોશિશ કરવામાં આવે તો સિગરેટ છોડી શકાય છે. ભારતમાં જ 10 કરોડ જેટલા ધૂમ્રપાન કરનારાઓ છે. તમને જાણીને નવાઈ લાગશે કે આખી દુનિયાના 12 ટકા સ્મોકર્સ ભારતમાં રહે છે. દેશમાં દર વર્ષે 13.5 લોકો ધૂમ્રપાનને કારણે જીવ ગુમાવે છે. સિગરેટમાં 400 ટોક્સિન્સ હોય છે અને 69 એવા તત્વો હોય છે જે કેન્સરનું કારણ બની શકે છે.
તમાકુની સૌથી વધારે અસર ફેફસા પર પડે છે. 40-49 વર્ષના લોકોમાં સૌથી વધુ તમાકુનું વ્યસન જોવા મળ્યું છએ. ત્યાર પછી 50-59 અને 30-39 વર્ષના લોકોમાં પણ તેનું વ્યસન જોવા મળે છે. યુવાનો મિત્રોના દબાણથી, સ્ટાઈલ સ્ટેટમેન્ટ અને સ્ટ્રેસના કારણે સ્મોકિંગ કરતા હોવાનું જાણવા મળ્યું છે.
જો તમારુ મનોબળ મજબૂત હોય તો નિયમિત કાઉન્સેલિંગ અને દવાથી તમે સ્મોકિંગ છોડી શકો છો. આ સાથે રોગથી બચવા નિયમિત હેલ્થ ચેક અપ કરાવવું પણ જરૂરી છે. તમારા સ્વજનો માટે થઈને પણ તમાકુનું વ્યસન છોડવાની કોશિશ કરો. આ પ્રયત્નોમાં આયુર્વેદિક ઉપચાર તમને મદદ કરશે અને તમે હેલ્ધી લાઈફ જીવી શકશો. જો તમને તમાકુની તલપ લાગી હોય તો થોડા દાણા અજમાના લઈ ચાવો. નિયમિત આમ કરવાથી તમને લત છૂટી જશે.
ત્રિફળા તમારા શરીરમાંથી ટોક્સિન દૂર કરે છે અને તમાકુ માટેની તલપ ઓછી કરે છે. તમે રોજ રાત્રે હૂંફાળા પાણી સાથે 1 ચમચી ત્રિફળા લઈ શકો, તેનાથી પાચન પણ સુધરશે.
જિનસેંગ એક એવી ઔષધિ છે જે તલપ ઓછી કરી દે છે અને તમે જ્યારે સ્મોકિંગ છોડો ત્યારે ચીડિયાપણું, મૂડ સ્વિંગ્સ સહિત જે માનસિક તથા શારીરિક લક્ષણો જોવા મળે તેમાં રાહત મળે છે. જિનસેંગમાં તમે સ્મોક કરો ત્યારે શરીરને ખુશી આપતા ડોપામાઈન ન્યુરોટ્રાન્સમિટરને કંટ્રોલ કરવાની ક્ષમતા રહેલી હોય છે.
આદુમાં સલ્ફર હોય છે. આથી તેને ચાવવાથી તમને લત છોડાવવામાં મદદ મળશે. આદુનો નાનો ટુકડો લીંબુના રસમાં બોળો. તેમાં મરી ઉમેરી બરણીમાં સ્ટોર કરો. જ્યારેય સ્મોક કરવાની ઈચ્છા થાય, તમાકુની જગ્યાએ આદુનો ટુકડો ચાવો. તમાકુનું ક્રેવિંગ થાય ત્યારે કંઈક હેલ્ધી ચાવી લો. તમે આદુના સૂકા ટુકડા, અનાનસ, ચ્યુઈંગ ગમ ચાવશો તો ક્રેવિંગ ઘટી જશે.