આ ઘરેલુ પ્રયોગો ગામડાના હોય કે શહેરના, અમીર હોય કે ગરીબ બધાને માટે ઉપયોગી છે. આ પ્રયોગો આસાનીથી ઘરેલુ સામગ્રીમાંથી તૈયાર થાય છે. નામ નાનું, કામ મોટું. સામાન્ય વસ્તુઓ પણ મટાડે. મોટી મોટી શારીરિક તકલીફો, રોગો, વ્યાધિઓ માટે આ અનુભવસિદ્ધ પ્રયોગો છે.
પાણી પીતી વખતે દાંત માં દુખે અને પાણી પીવું પણ કઠિન થઈ જાય ત્યારે પલાશ(ખાખરા)ની કોમળ દાંડી ને પાંદડા સાથે જ લઈ લેવી. તેનાં પાંદડાં ચાવીને થૂંકી કાઢવાં. તેની દાંડી નું દાતણ કરવું. ત્યારબાદ થોડીકવાર પછી મોં ધોવું. આવા પાંચ-છ વખતના પ્રયોગથી ફાયદો થાય છે.
કાન દુખે તો આકડાનાં પાકેલાં પાનના પાંદડા લઈ તેની એક તરફ ઘી લગાવી ગરમ કરી શરીરના તાપમાન મુજબ એનો રસ કાનમાં નાખવાથી કાનનું દર્દ મટી જાય છે. હળદર અને ફુલાવેલી ફટકડી સમભાગે લઈને બારીક પીસી ને કાનમાં નાખવાથી તરત જ લાભ થાય છે.
તુલસીનાં બિયાં ૧ ગ્રામ, પીસેલા સાદા કાથા-ચૂના લાગાવેલા પાન સાથે લેવાથી ફાયદો થાય છે. દરરોજ સવારે-સાંજે ખાલી પેટે આ પાન લેવાથી વીર્ય પુષ્ટિ અને લોહી શુદ્ધ થાય છે. સફેદ ડુંગળીનો રસ લગભગ ૬ ગ્રામ સમાન ભાગે મધ મેળવીને રોજ સવારે ૨૧ દિવસ સુધી ચાટવાથી વીર્યની વૃદ્ધિ થાય છે.
એરંડીનું તેલ કે કેસ્ટર ઓઇલ માં લસણની કળી ધીમા તાપે બાળીને તેલ તૈયાર કરી લો. ઠંડું કરી આ તેલને ગાળીને શીશીમાં ભરવું. જરૂર પ્રમાણે જ્યારે તક્લીફ હોય ત્યારે માલિશ કરવાથી સંધિવા ના દર્દ માં રાહત થાય છે.
પેશાબમાં બળતરા થાય, થોડોક થોડોક આવ્યા જ કરે, હાથ-પગમાં બળતરા થાય અથવા ચામડીનો રોગ હોય તો એક જ દવા છે. દેશી તાજી મહેંદીનાં ચોખ્ખાં પાન લાવી પથ્થર પર પીસી રસ નિચોવી આ રસ ૧૦-૧૨ ગ્રામની માત્રામાં તાજા દૂધમાં મેળવી રોજ સવારે ૭ દિવસ પીવાથી લાભ થાય છે. રોગની અવસ્થા મુજબ ૧૫ દિવસ બાદ આ રસ ફરી આપી શકાય.
દાઝેલા સ્થાન ઉપર કુંવારપાઠા (ધૃતકુમારી)નું જેલ લગાડવાથી બળતરા શાંત થાય છે તથા ફોલ્લા નથી થતા. દાઝેલા સ્થાન પર બટાકા કાપીને કે તેનો રસ લગાવવાથી પણ આરામ થાય છે. મહેંદીના બી આઠ આની ભાર પીસીને ચોખ્ખા મધ સાથે રોજ ત્રણવાર (સવાર બપોર, સાંજ) સેવન કરવાથી મગજની કમજોરી દૂર થાય છે અને સ્મરણશક્તિ સારી થાય છે. માથાના દુખાવામાં પણ રાહત મળે છે.
બે તોલા જાંબુ ની ગોટલી તાજા પાણી સાથે પીસી ને ગાળી લઈ ચાર-પાંચ દિવસ સુધી સવારે એક ગ્લાસ પીવાથી લોહીના ઝાડા બંધ થાય છે. એમાં ખાંડ કે બીજો કોઈ પદાર્થ મેળવવો નહીં. લીમડાનાં બી, કાળાં મરી અને લાલ રંગનું મીઠું, બરાબર માત્રામાં પીસીને એક તોલા શુદ્ધ ગાયના ઘી સાથે પીવાથી સાપનું વિષ ઊતરી જાય છે.
સાધારણ રક્તપ્રદરમાં જૂના કંબલ (ચોરસા)ની ભસ્મ દિવસમાં ૩ વાર મધ સાથે લેવાથી ૨-૩ દિવસમાં ફાયદો થાય છે. એક મોટી સાઇઝનું લીંબુ કાપી રાત્રે ઝાકળમાં રહેવા દો. સવારે એક ગ્લાસ ખાંડનું શરબત બનાવી તેમાં આ લીંબુ નિચોવી અને શરબતમાં સાધારણ સંચળ નાખી પીવાથી કબજિયાત મટે જ છે.
ફટકડી ને તવા પર શેકી લો અને બારીક પીસીને ત્રણ રતી ફટકડીના ચૂર્ણ માં સમાન ભાગે ખાંડ મેળવી સવારે, બપોરે અને સાંજે સેવન કરવાથી ખાંસીમાં રાહત થાય છે. કાળાં મરી અને ફટકડી સમાન માત્રામાં પીસી ચહેરા પર લેપ કરીને મસા ઉપર લગાવવું. આથી રાહત થશે. માસિક ન આવતું હોય તો ૧૦ ગ્રામ કલૌજીનો પાવડર સવારે પાણીમાં ભેળવીને પીવું. પ્રસૂતા સ્ત્રી આનો પ્રયોગ ના કરે.
જો કોઈને આનાથી પેટમાં દર્દ થાય તો થોડી માત્રામાં હિંગ નો પ્રયોગ કરો. પાકા પપૈયાને છોલી, છૂંદીને ચહેરા પર થોડો સમય માલિશ કરવી. 15-20 મીનીટ બાદ સુકાય જે ત્યારે ચેહરો પાણીથી ધોઈ નાખી, જાડા ટુવાલ વડે સારી રીતે લૂછી, તલનું તેલ કે કોપરેલ ચેહરા પર લગાવો. એક અઠવાડિયા સુધી આ પ્રમાણે કરવાથી ચહેરા પરના ખીલ, ડાઘ વગેરે દૂર થઈ ચહેરો ખૂબ જ સુંદર દેખાય છે અને ચહેરાનું તેજ વધે છે.
ચહેરાની કરચલીઓ, કાળાશ અને મેલ દૂર થાય છે. ચહેરા પર કોમળતા આવે છે. સૂંઠ અને સાકર સમભાગે લઈ, પાવડર કરી, રોજ દર બે કલાકના અંતરે 1-1 નાની ચમચી, 1 ચમચી મધ સાથે ચાટી જવું. કોઈ પણ પ્રકારની ખાંસીમાં આ પ્રયોગથી વત્તા-ઓછો ફાયદો તરત જોવા મળે છે.
પ્રયોગ ધીરજપૂર્વક ચાલુ રાખવાથી ખાંસી જડમૂળથી મટી જાય છે. મકાઈના દાણા કાઢી લીધા પછી ખાલી ડોડાને બાળી, તેની ભસ્મ બનાવી, આ ભસ્મ ચાળીને 1 ગ્રામ જેટલી સવાર સાંજ પાણી સાથે લેવાથી પથરીનું દર્દ અને પેશાબની અટકાયત મટે છે.