મળી ગયો વગર ખર્ચે હાડકાંનો વધારો અને સાંધાના દુખાવાનો જોરદાર દેશી ઈલાજ, જીવો ત્યાં સુધી દુખાવાની નહીં લેવી પડે દવા

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

વાયવરણો ખાસ કરીને કોકણ પ્રદેશની વનસ્પતિ છે. આ વનસ્પતિના ઝાડ આશરે પંદર વીસ ફૂટ ઊંચા હોય છે. તેનાં પાન બીલીનાં પાન જેવાં હોય છે. પોપટીયા રંગના હોય છે, એનાં પાન ની વાસ ખૂબ જ ઉગ્ર હોય છે.  વાયવરણો સ્વાદમાં કડવો, તૂરો તથા તીખો હોય છે. ચૈત્ર અને વૈશાખ મહિનામાં એનાં ઝાડ ને ફૂલ આવે છે. ઘણા લોકો એનાં પાન તથા ફૂલનું શાક બનાવીને ખાય છે. એનાં ફળ પાકે ત્યારે લાલ હોય છે. દવાના કામમાં એનાં પાન કે છાલ વધુ વપરાય છે.

વાયવરણો ગુણમાં ઉષ્ણ, વાતહર તથા શક્તિવર્ધક છે. વાયવરણાના ઉપયોગથી પથરી મટાડવાની સાથે ભૂખ પણ લાગે છે. એનો રસ કડવો અને મધુર છે તે ગરમ અને મૂત્રલ છે. વાયુ કફ, કૃમિ, હૃદયરોગ, મૂત્રાઘાત તથા ઉદરશૂળ મટાડે છે. તો ચાલો હવે આપણે જાણીએ વાયવરણાના અનેક લાભો વિશે.

વાયુ, કફ, કૃમિ, રક્તદોષ, યોનિ શૂળ, છાતી ના રોગો તથા લોહીવિકાર વાયવરણાના ઉપયોગથી મટે છે. વાયવરણાના પાન ગરમ હોવાથી ઉદરરોગમાં વપરાય છે. તે જઠરાગ્નિ પેદા કરે છે. પેશાબના માર્ગના ઘણા રોગો આ વાયવરણો થી મટે છે.

સુકાયેલા વરણા નાં પાનનું ધૂમ્રપાન કરી તેનો ધુમાડો નાકેથી અંદર લઈ બહાર કાઢવો. આ પ્રમાણે પંદરેક દિવસ પ્રયોગ કરતાં નાકમાં નું સડી ગયેલું હાડકું બહાર નીકળે છે તથા જખમ અને ઘા રૂઝાઈ જાય છે. ગંડમાળા ઉપર વરણો અને કાંચનાર ની છાલ નો ઉકાળો મધમાં નાખી પીવાથી વધુ ગુણકારી સાબિત થાય છે.

વાયવરણાનો રસ ૧૦ ગ્રામ ઘીમાં નાખીને પીવાથી સંધિવામાં સારી અસર બતાવે છે. વાયવરણાની છાલ ૨૫ ગ્રામ તથા સાટીડીનાં મૂળ ૧૦ ગ્રામ લઈ તેનો ઉકાળો બનાવવો. આ ઉકાળાના ઉપયોગ દ્વારા વૃષણનો સોજો મટે છે. તો ચાલો હવે આપણે જાણીએ વાયવરણો ના પ્રયોગો વિશે વિગતવાર.

વાયવરણની છાલ ૨૦ ગ્રામ, વાકુંભા, ધાવડીનાં ફૂલ, મોયરસ, સુવા, મેથી એ બધી વસ્તુ પાંચ પાંચ ગ્રામ લઈ તેની ગોળી બનાવીને સમયસર પીવાથી સ્ત્રીને પ્રસવ તથા ગર્ભાશયમાં પીડા થતી હોય તે બંધ થાય છે.

વાયવરણાની છાલ, બીલાં, અધેડો, ચિત્રક, એરંડીનાં મૂળ, શતાવરી, કરંજ, કાવળી, કરિયાતું, કાકડા સીંગ વગેરે દસ દસ ગ્રામ લઈ તેનો ઉકાળો બનાવી પીવાથી નાકમાંથી આવતી ખરાબ વાસ મટી જાય છે. એનાથી ચામડીના રોગ પણ મટે છે.

વાયવરણો સાથે ગોખરુ મેળવીને લેવાથી પેટના રોગો મટે છે. ઉપરાંત એનાં પાન, મૂળની છાલને નાળિયેરનાં પાણીમાં તથા ઘીમાં મેળવીને લેવાથી સંધિવા તથા મેદ રોગ મટે છે. વાયવરણાની છાલ સાથે સરગવાની છાલને વાટી કાંજીમાં મેળવી ચોપડવાથી પીડા મટે છે. વાયવરણાના પાનનો કવાથ બનાવી હરસના દર્દીને આપવાથી હરસમાં પણ ઘણી રાહત થાય છે.

વાયવરણાની છાલ, ગળો, ગોખરુ, આમળાં, સૂંઠ દરેક સરખે ભાગે લઈ એનો ઉકાળો બનાવવો.  આ ઉકાળના ઉપયોગથી પેશાબ સાફ આવે છે. બળતરા મટે છે. મૂત્રપિંડની પીડા ઓછી થાય છે, એની સાથે જવખાર અને ગોળ આપવાથી મૂત્રાઘાત મટે છે.

વાયવરણાની છાલનો ઉકાળો બનાવી તેમાં થોડું મીઠું અને ઘી મિક્સ કરો અને તે ઉકાળો પીવો. આ ઉકાળો પીવાથી રક્તસ્રાવ બંધ થાય છે અને રોગ મટાડે છે. વાયવરણાને ગરમ કરીને તેની ગોળીઓ બનાવવી. દિવસમાં 2 વખત પાણી સાથે 2-2 ગોળીઓ લેવાથી ડાયાબિટીઝમાં ઘણી રાહત મળે છે.

વાયવરણાના બીજને પાણી સાથે પીસીને નાભિની આસપાસ લગાવવાથી પેટ નો દુખાવો અને ગેસની સમસ્યા મટે છે. વાયવરણો ઘાવ મટાડવાનો ઘરેલું ઉપાય છે. આ ઔષધિ પેશીઓને વધારવામાં મદદ કરે છે. તેના પાંદડામાંથી કાઢવામાં આવેલા રસનો ઉપયોગ ઘા પર પણ થાય છે.

વાયવરણાનો ઉપયોગ તાવની સારવારમાં મદદ કરી શકે છે. વાયવરણાના ઝાડના મૂળને તાવ ઘટાડવા માટે ટોનિક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. વાયવરણાના રસનો ઉપયોગ તાવ સામે લડવા માટે થાય છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top