વગર ખર્ચે દરેક રોગોનું ઘર વાત્ત-પિત્ત અને કફને જમૂળથી દૂર કરવાનો 100% અસરકારક ઉપચાર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

શરીરમાં વાત્ત-પિત્ત અને કફ સંતુલન હોય તો તમારું શરીર સ્વસ્થ બની રહે છે. પરંતુ આ ત્રણેય વસ્તુ અસંતુલિત હોય તો તમને કોઈને કોઈ પ્રકારે સ્વાસ્થ્ય સંબંધી કોઈ સમસ્યાનો સામનો કરવો પડે છે. શરીરમાં પિત્ત વધવાના કારણે ઘણી ગંભીર બીમારીઓનો ખતરો આપણા પર મંડરાય છે. આયુર્વેદ અનુસાર જોઈએ તો વાત્ત, પિત્ત અને કફને ત્રિદોષ કહેવામાં આવે છે.

આયુર્વેદ અનુસાર કફમાં 28 રોગ, પિત્તમાં 40 રોગ અને વાત્ત દોષમાં 80 પ્રકારના હોય છે. જેમાં કફની સમસ્યા છાતીના ઉપરના ભાગમાં થાય છે. તેમજ પિત્તની સમસ્યા છાતીની નીચે અને કમરમાં થાય છે. આ સિવાય વાત્તની સમસ્યા કમરના નીચેના ભાગમાં અને હાથમાં થાય છે. તો આજે અમે તમને જણાવીશું આ વાત-પિત્ત અને કફ થી થતાં રોગના ઘરગથ્થું ઉપચારો વિશે વિગતવાર. પરંતુ સૌપ્રથમ આપણે જાણીશું જાણીએ વાત્ત અને પિત્તના લક્ષણો.

પિત્તના લક્ષણો : પિત્તના રોગમાં હેડકી આવવી, જોન્ડિસની સમસ્યા થવી, સ્કીન, નખ અને આંખોનો રંગ પીળો થવો. વધુ પ્રમાણમાં ગુસ્સો આવવો, શરીરમાં તેજ બળતરા થવી અને ગરમી વધુ પ્રમાણમાં થવી. મોં અને ગળામાં પાક જેવું થઈ જશું. તેમજ બેહોશ થવું ઘણી વાર ચક્કર આવી જવા જેવા લક્ષણો જોવા મળે છે. હવે જાણીએ વાત્તના રોગના લક્ષણો વિશે.

વાત્તના લક્ષણો : હાડકામાં ઢીલાશ આવી જવી, શરીરના અંગોમાં હાડકાનું ખસી જવું અથવા તૂટી જવું, કફની સમસ્યા થવી, મોં માં સ્વાદ કડવો આવવો. ઘણી વાર તમારા અંગો ઠંડા અને સુન્ન પડી જવા. શરીરમાં વધુ પડતું સુકાપણું થવું. માંસપેશીઓમાં સોઈ ખૂંચતી હોય એવો દુઃખાવો થવો. હાથ અને પગની આંગળીમાં અચાનક દર્દ થવું તેમજ શરીર અકડાય જવું આ બધા વાત્ત રોગના લક્ષણો છે. હવે આપણે જાણીશું વાત્ત, પિત્ત અને કફથી થતાં રોગોના ઉપચારો.

આમળાને રાત્રે પલાળી દો. સવારે તેને એ જ પાણીમાં મસળી નાખો અને પછી એ પાણીને ગાળી લો. હવે તેમાં મિશ્રી અને જીરું ખાંડીને મિક્સ કરી દો. પછી એ પાણીનું સેવન કરો. આ પાણી પણ તમને પિત્તની સમસ્યામાં ફાયદો પહોંચાડશે. કાળું જીરું પિત્તને સંતુલન રાખવા માટે ખુબ જ સહાયક થાય છે. જો પિત્તની સમસ્યા છે તો કાળા જીરાને ડાયટમાં જરૂર શામિલ કરો.

અજમો તવી પર ગરમ કરી, સમભાગે સીંધવ સાથે પીસી ૩ ગ્રામ જેટલું ગરમ પાણી સાથે લેવાથી કોઠાનો વાયુ દૂર થાય છે. આદુનો રસ, લીંબુનો રસ અને મીઠું મેળવી સવાર-સાંજ પીવાથી વાયુ મટે છે. આદુનો રસ, લીંબુનો રસ અને સીંધવ એકત્ર કરી ભોજનની શરૂઆતમાં લેવાથી વાયુ મટે છે. સૂંઠના ચૂર્ણમાં ગોળ અને થોડુંક ઘી નાખી ૩૦-૪૦ ગ્રામની લાડુડી બનાવી સવારે ખાવાથી વાયુ અને ચોમાસાની શરદી મટે છે.

વાત-પિતમાં દિવસમાં બે-અઢી કલાકે ઠંડા દૂધમાં ખડી સાકર મેળવીને પીવું. અઠવાડિયામાં બે-ત્રણ વખત જુલાબની દવા લઈ પેટ સાફ રાખવું. રાત્રે ૧૫-૨૦દાણા કાળી દ્રાક્ષને પાણીમાં પલાળી સવારે તેને મસળી તે પાણી ગાળી લઈ પીવાથી પિત્ત-ગરમીની શાંતિ થાય છે.

કાળી દ્રાક્ષ અને આમળાનો રસ ૧૦ ગ્રામ પ્રમાણમાં અને ૫ ગ્રામ મધ મેળવીને પીવાથી એસીડીટી મટે છે. સંતરાના રસમાં મરી, શેકેલું જીરું અને સંચળ મેળવીને પીવાથી પિત્ત મટે છે. લીંબુનો રસ ૨૦મિ.લી. એક ગ્લાસ પાણીમાં મેળવી થોડી ખડી સાકર નાંખી પીવાથી બળતરા મટે છે. પિત્તને કારણે શરીરમાં બળતરા થતી હોય તો તરબૂચના પાણીમાં સાકર અને તકમરિયા નાંખી બે કલાક પલાળી રાખ્યા બાદ પીવું.

કોઠાનાં પાનની ચટણનું સેવન કરવાથી પિત્તમાં રાહત મળે છે. ટામેટાના રસ કે સૂપમાં સાકર મેળવી પીવાથી પિત્તજન્ય વિકારોથી છુટકારો મળે છે. અળવીનાં કૂણાં પાનનો રસ જીરાનો પાઉડર મેળવી આપવાથી પિત્તપ્રકોપ મટે છે. તાજા દાડમના દાણાનો રસ કાઢી ખડી સાકર નાખી પીવાથી ગમે તે પ્રકારનો પિત્ત પ્રકોપ શાંત થાય છે. દરેક ઘરમાં ઘીનો ઉપયોગ થતો જ હોય છે. અને લગભગ લોકો ઘી તો ખાતા જ હોય છે. પરંતુ કોશિશ કરવી કે ગાયના દૂધથી બનેલ ઘીનો ઉપયોગ કરો. આ પિત્તની સમસ્યામાં લાભ આપે છે.

આ રોગમાં દહીંનું સેવન કરવાના બદલે તેને પાતળું કરીને છાશના રૂપમાં અથવા લચ્છીના રૂપમાં સેવન કરવું જોઈએ. તેમાં અજમાનો ઉપયોગ પણ પણ કરવો જોઈએ. કેમ કે અજમા પિત્તના વિકાર માટે ખુબ જ ફાયદાકારક છે. છાશની સાથે અથવા ખાદ્ય પદાર્થોની સાથે કાળા નમકનું સેવન કરવું વધુ યોગ્ય છે. પરંતુ કાળા નમકનું સેવન માત્ર દિવસ દરમિયાન જ કરવું જોઈએ. દિવસે કરવામાં આવે તો તેના વધુ ફાયદા થાય છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top