Breaking News

માત્ર 2 મિનિટમાં પિત્તળના વાસણ સોના જેમ ચમકાવી, કપડાના ડાઘથી છુટકારો મેળવવાનો સૌથી બેસ્ટ અને આસાન ઉપાય

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

દરેક માટે દરરોજ ઘરની સફાઈ કરવી ખુબ જ આવશ્યક છે કેમકે ડંડુ ઘર બીમારીનું ઘર બની જાય છે. ઘરની સફાઈમાં ઘરનો દરેક ખૂણો સાફ કરવો એ એક ખરેખર મોટું અને અઘરું કામ છે. ઘણી મહિલાઓ ફરિયાદ કરતી હોય છે કે ગમે તેટલું ઘણીને કામ કરીએ તો પણ સ્વસ્થ અને વ્યવસ્થિત લાગતું નથી અને સમય પણ વધારે લાગે છે, તો આ પ્રશનું સમાધાન લઈને આવ્યા છીએ અમે આ પોસ્ટ, આમ જણાવેલ ટિપ્સથી ઝડપતી અને સહેલાથી ઓછી મહેનતે કામ પુતુ થઇ જશે.

ઘર ઉપયોગી ટિપ્સ:

શો-કેસમાં રાખવાની પિત્તળની વસ્તુ ઉપર ખાવાનો ગોળ લગાડીને તેના ઉપર વાસણ ઊંટકવાનો પાવડર લગાવવો અને કોરા કપડાંથી ઘસીને લૂછી નાંખવું. વાસણ ચમકી ઊઠશે અને છ માસ સુધી ઊંટકવાથી જરૂર નહિ પડે. (પાણીનો ઉપયોગ કરવો નહિ.) કાચના વાસણ ચાના ઉકાળેલા કૂચાના પાણીથી સાફ કરવાથી તે ચમકદાર થશે.

કપડાં પરના ફુટના ડાઘ દૂર કરવા તેને પાણીમાં મીઠું નાંખીને બોળો, પછી ડાઘ ઉપર મીઠું રગડીને ઘસવું. ત્યાર બાદ ગરમ પાણીની ધાર કરવી. (આ રીતે કોઈ પણ ફૂટનો ડાઘ નીકળી જશે.) બોરીક પાવડરમાં કાચું દૂધ ઉમેરી રોટલી જેવો લોટ બાંધી પેંડા જેવા આકારની બનાવી છાયામાં સૂકવી દેવું. આ ગોળીઓને અનાજ, દાળ, કઠોળમાં રાખવાથી ધનેડાં તથા જીવાત પડશે નહીં.

બાળકોનાં કપડાં પર ચોટેલી ચીંગમ ઉખાડવા તે કપડાંને ઉલટાવી ઈસ્ત્રી કરવાથી સરળતાથી ચોટેલી ચીંગમ નીકળી જશે. કપડાં પર બોલપેન કે શાહીના ડાઘાને દૂર કરવા તે કપડાંને દૂધથી મસળો, પછી ધોઈ નાંખો. ઈસ્ત્રીને કાટ ન લાગે એ માટે હૂંફાળી હોય ત્યારે તેના પર થોડું ઓલિવ ઓઈલ લગાડી દેવું. દિવાલમાં ખીલો ઠોકતા પહેલાં એ જગ્યા પર ગરમ પાણીનું પોતું ફેરવી લો. દિવાલનું પ્લાસ્ટર ઉખડશે નહીં.

ફર્નિચરને સાફ કરવા માટે તેલનું પોતું કરી તેના પાર લગાવો એટલે ફર્નિચર ચમકવા લાગશે, આ ઉપરાંત ટાઇલ્સ અને માર્બલ નિસ્તેજ થઇ ગયા હોય તો તેને લીકવીડ થી સાફ કરી તેલ વાળું પોતું ફેરવવવાથી તે ચમકવા લાગશે.

એલ્યુમિનિયમના વાસણો જેવાં કે તપેલા-ડબલા વગેરેમાં છીદ્ર પડી ગયું હોય તો ચીંગમ ચાવીને લગાવી દેવાથી છિદ્ર પુરાઈ જશે. અગરબત્તીની રાખ વડે ચાંદીના દાગીના સાફ કરવાથી તે દાગીના ચકચકીત થઈ જાય છે. પાનના ડાઘ પડ્યા હોય તો, બટાકા કે ડુંગળીનો રસ એ જગાએ ઘસીને સાબુ વડે ધોઈ નાંખો. બે-ત્રણ વાર આમ કરવાથી ડાઘ નીકળી જશે. મરચાના પાઉડરના ડબ્બામાં હીંગના ગાંગડા મૂકવાથી તે આખું વર્ષ સારું રહે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

આ સામાન્ય લાગતું શાકભાજી પગથી લઇ માથા સુધીના ભલભલા રોગને જીવનભર ઉખાડી ફેંકશે, કોલેસ્ટ્રોલ માટે તો છે બેસ્ટ દવા

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. ખીજડો અથવા શમડી અથવા શમી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!