વજન ઓછું કરવું એ મોટાભાગના લોકો માટે મુશ્કેલ બની ગયું છે. વજન ઘટાડવા માટે લોકો શું શું નથી કરતા. વજન ઘટાડવા માટેના પીણાં ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. ભારતમાં વધારે વજનની સમસ્યા અનેક લોકોને થાય છે. વજન વધતા લોકો તેને ઓછું કરવાના ઉપાયો શોધે છે જો તમે ખરેખર તમારું વજન ઘટાડવા ઇચ્છો છો તો કેટલાક ઘરેલુ નુસ્ખા અપનાવો.
અજમાને ખાલીપેટે સવાર સવારમાં પીવાથી શરીરમાં મેટાબોલીજમ તેજ બને છે સાથે તેનાથી ચરબી ઘટાડવામાં મદદ મળે છે. 25 થી 50 ગ્રામ સુધી અજમા અને 1 ગ્લાસ પાણીમાં રાતભર પલાળ્યા પછી સવારમાં તેમાં મધ નાખીને ખાલી પેટ પીવાથી વજન ઘટે છે. 15 થી 20 સુધી આ ઉપાય કરવાથી વજન ઘટે છે, 40 દિવસ સુધી ઉપાય કરવાથી વજન ઘટી જાય છે.
વધારે વજનને ઓછુ કરવામાં ગાજર ઉપયોગી થાય છે. ગાજરમાં કેલરી હોય છે એ વજનને નિયંત્રિત કરે છે. જ્યારે ગાજરમાં ફાયબર પણ હોય છે જે વજન ઘટાડે છે. ગાજર પાચન ક્રિયા મજબુત કરે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. ગાજર ખાવાથી ખુબ જ ફાયદો થાય છે. અથવા તેનો સલાડ બનાવીને ખાવાથી ફાયદો થાય છે જેમાં જેની ઉપરની છાલ ઉખાડયા વગર ઉપયોગમાં લેવાથી લાભ મળે છે અને વજન ઘટે છે.
દુધીની જ્યુસ પીવાથી વજન ઘટે છે. દુધીમાં વિટામીન એ, વિટામીન સી અને આયર્ન હોય છે. સાથે ઉચ્ચ પ્રમાણમાં ફાયબર પણ હોય છે જેનાથી વજન ઘટાડવામાં લાભ મળે છે. વજન ઘટાડવામાં મીઠો લીમડો ખુબજ ફાયદાકારક છે. મીઠા લીમડામાં કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડે છે. સિવાય મીઠો લીમડો પાચન ક્રિયામાં મદદ કરે છે. અને ભોજન પચાવવામાં સહાયતા કરે છે. વજન વધતા સમયે લીમડાનો ઉપયોગ કરવાથી વજન ઘટે છે.
નવશેકા 1 ગ્લાસ પાણીમાં 1 લીંબુનો રસ 2 ચમચી, 2 થી ૩ ચમચી ચોખ્ખું મધ મેળવીને રોજ ખાલી પેટે ખાવાથી વજન ઉતરે છે. રોજ તાજું ગૌમૂત્ર 1 કપ, કપડેથી ગળી તેમાં અડધી ચમચી હરડેનું ચૂર્ણ નાખી, સવાર સાંજ પીવાથી વજન ઉતરે છે. તાજું ગૌમૂત્ર ના મળે તો ગૌ ઝરણ અર્ક લાવીને 1 થી 2 ચમચી દવામાં 1 કપ પાણી મેળવી રોજ પીવાથી ૩ માસની અંદર વજન ઉતરી જાય છે.
એક ગ્લાસ પાણીમાં અડધું લીંબુ, એક ચમચી મધ અને એક ચપટી કાળા મરી મિક્સ કરીને સેવન કરવાથી વજન ઉતારવામાં ફાયદો થાય છે. ત્રીફળાનું ચૂર્ણ 5 ગ્રામ, અધેદાનો ક્ષાર 1 ગ્રામ તથા હળદર ચૂર્ણ 2 ગ્રામ ગરમ પાણીમાં કે મધ સાથે રોજ ૩ થી 4 માસ સુધી પીવાથી વજન ઘટે ઘટે છે. વરીયાળી નું પાણી પીવાથી વરીયાળી માં ભરપુર માત્રા માં રહેલા રેશા ને લીધે ભૂખ ઓછી લાગે છે, જેથી આપણી વધુ ખાવાની આદત દુર થાય છે અને જેથી વજન ઓછો થાય છે.
બદામમાં વિટામીન ઇ અને પ્રોટીન સિવાય ફાઇબર વધારે પ્રમાણમાં હોય છે. જેથી વ્યક્તિનું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. જોકે તેમા કેલરીનું પ્રમાણ ઓછું હોય છે. પરંતુ તેનાથી પેટની ચરબી વધતી નથી. મૂળના બીજનું ચૂર્ણ 5 થી 6 ગ્રામ લઇ 2 થી ૩ ગ્રામ લઇ 2 થી ૩ ચમચી મધમાં મેળવી રોજ સવાર સાંજ ૨ થી ૩ માસ સુધી પીવાથી વજન ઉતરે છે.
રાત્રે સુતા સમયે બે એલચી ખાઈને ગરમ પાણી પીવાથી વજન ઓછું થાય છે. એલચી શરીરમાં જમા થતાં ફેટને ઓછો કરે છે. જેમાં ઉપલબ્ધ પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામીન 1 અને વિટામીન બી6 અને વિટામીન સી વજન ઘટાડવામાં મદદ કરે છે સાથોસાથ શરીરને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. એલચીમાં ઉપસ્થિત ગુણ પેશાબના રૂપમાં જમા વધારે પાણીને શરીરની બહાર કાઢે છે.
કમર અને પેટ ઓછું કરવા માટે તમારે નિયમિતપણે સવારે ઊઠીને યોગ કરવા જોઇએ. કેટલાંક એવા આસનો કરવા જોઇએ જેનાથી પેટ અને કમરને ઓછા કરવામાં મદદ મળે છે. યોગ તમને નિરોગ રાખશે તો સૂર્ય નમસ્કારની બધી ક્રિયાઓ, સર્વાંગાસન, ભુજંગાસન, વજ્રાસન, પદ્માસન, શલભાસન વગેરે પણ કરવા જોઇએ.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.