મોબાઈલ ફોન કે સ્માર્ટ ફોન આવતાની સાથે જ લોકોની દુનિયા જાણે બદલાઈ ગઈ છે.આ બદલાવ ન માત્ર વાલીઓ માટે પરંતુ આ મોબાઈલનો પ્રભાવ તેના બાળકો પર પણ પડી રહ્યો છે.
હજી નાના ઉગીને ઉભા થઇ રહેલા બાળકો પણ સ્માર્ટફોન વગર ચાલતું નથી.નાની ઉમરમાંથી જ બાળકો આઉટડોર રમતો અને ખેલકૂદને બદલે સ્માર્ટફોનના શોખીન બન્યા છે.કેટલાક બાળકો પોતાના વાલીઓના મોબાઈલ ફોન વાપરતા હોય છે તો કેટલાક વાલીઓ તો એવા પણ હોય છે કે તેઓને બાળકો પરેશાન ન કરે તે માટે સેપરેટ મોબાઈલ જ આપી દીધા હોય છે
મોબાઈલનો ઉપયોગ નાના બાળકો માટે આજે ખતરા રૂપ સાબિત થઈ રહ્યો છે.આ સ્માર્ટ ફોનની ગેમ્સ,એપ્લિકેશન્સ સહિતની વસ્તુઓ ન માત્ર બાળકોની કેળવણીમાં પરંતુ આ બાળકોની આંખો ના સ્વસ્થ્યને પણ નુકશાન કરી રહી છે.
વૈજ્ઞાનિક શોધ નિષ્કર્ષો માં જણાવવામાં આવ્યું છે કે મોબાઈલ થી કબજિયાત અને ઊંઘ ન આવવાની બીમારી થઈ શકે છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના એક શોધ પ્રમાણે મોબાઈલ ને વધારે સમય સુધી વાપરવાથી કેન્સરનો ખતરો વધી શકે છે. તેથી મોબાઇલને સાઇલેન્ટ કે પછી વાઈબ્રેશન કરીને તકિયા નીચે રાખીને સૂવું ન જોઈએ એટલા માટે કારણ કે મોબાઇલથી જે ઇલેક્ટ્રોનિક મેગ્નેટિક રેડિએશન નીકળે છે તે કોશિકાઓને વૃદ્ધિ કરવામાં પ્રભાવિત કરે છે.
યુવાનોના ૨૫ ટકા, 10 થી ૫ વર્ષના સુધીના બાળકોના 50 ટકા અને પાંચ વરસની થી ઓછા ઉમરના બાળકોને ૭૫ ટકા સુધી પ્રભાવિત કરે છે. મગજમાં દ્રવ્યની માત્રા વધારે હોય છે અને મોબાઇલના રેડિશન આ માત્રા ને અસંતુલિત કરે છે જેથી બીમારીઓ થાય છે અને તેની સાથે મોબાઇલ નપુંસકતાની પણ વધારે છે. સ્પર્મમાં 30% ની કમી આવી શકે છે.
મોબાઇલ થી નીકળવાવાળી રેડિયો ફ્રિકવેનસી થી ડીએનએ નષ્ટ થઈ જવાનો ખતરો થઈ શકે છે.અલ્જાઈમર, ડાયાબિટીસ વગેરે રોગોની સંભાવના પણ વધી જાય છે. હાથની માસપેશીઓ માં તણાવ ડિપ્રેશન પણ થઈ શકે છે કેમ ક્યારે રેડીશન મગજની કોશિકાઓને સંકુચિત કરે છે જેના કારણે ઓક્સિજનની માત્રામાં નુકસાન પહોંચાડી શકે છે.
જો આંખો માં ખેચાણ,ખંજવાળ,થકાવો, લાલીમા ,પાણી નીકળવું, જાખુ દેખાવું જેવી સમસ્યા થતી હોય તો અલર્ટ થઈ જાવ. તે ડિજિટલ આઈ સ્ટ્રેન ના લક્ષણ છે. લાંબા સમય સુધી આવી સ્થિતિ રહેતી હોય તો માથા નો દુખાવો, ઊલટી, અને ચીડિયાપણું ની ફરિયાદ વધી જાય છે.
કેટલીક વાર મોબાઇલ ઇસ્તેમાલ કરવાથી તે ગરમ થઇ જશે અને તે સ્વાસ્થ માટે ખૂબ જ નુકસાનકારક હોય છે એટલું જ નહીં મોબાઈલના વધારે ઉપયોગથી વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર ફ્રીરેડીકલ ની સંખ્યામાં વધારો કરી દે છે જેથી બીઓ લોજિકલ સિસ્ટમના બગડવાની સંભાવના વધી જાય છે.
મોબાઇલ ફોનની ખિસ્સામાં કે પછી બેલ્ટ પાસે રાખવાથી જાણકારી થઈ શકે છે તેનાથી ઇલેક્ટ્રોનિક વી કિરણોનો પ્રભાવ હાડકા ઉપર પડે છે અને તેમાં મોજુદ મિનરલ અને સમાપ્ત કરી નાખે છે.
પોતાની ફેમેલી અથવા પોતાના દોસ્ત ને મળવા ને બદલે તે કમ્પ્યુટર અને મોબાઈલ મા સમય વધુ પસાર કરે છે. આમ થવા થી બાળક નો વિકાસ રૂંધાય છે. સમાજ મા હળીભળી શકતા નથી. તેમજ જુઠ પણ બોલવા લાગે છે. પોતાના ઘર ના સભ્યો સાથે વાત કરતા ખચકાટ અનુભવે છે. ઉપરાંત મેદાની રમતો રમવી ગમતી નથી. જો બાળક ને આ બધી વસ્તુઓ થી દુર કરવા મા આવે તો તે બાળક અનોખુ વર્તન કરે છે.
મોબાઈલ નો વપરાશ ગર્ભવતી મહિલાઓ દ્વારા ઓછો થવો જોઈએ કેમકે તેનાથી રેડિયેશન ગર્ભસ્થ શિશુને પ્રભાવિત કરી શકે છે. તેનાથી મગજ પર નકારાત્મક અસર પડી શકે છે અને તેનો વિકાસ પણ પ્રભાવિત થઈ શકે છે.
મોટા ભાગ ના બાળકો માતા પિતા ના ડર થી રાતે લાઇટ બંધ કરી ને મોબાઈલ કે લેપટોપ માં વિડિયો ગેમ રમતા હોય છે. તે સૌથી વધારે ખતરનાક સ્થિતિ છે. કારણકે રૂમ માં અંધારું હોવાને કારણે ગેજેટ માંથી નીકળતી રોશની ડાઇરેક્ટ આંખો માં જાય છે. તેના પરિણામ સ્વરૂપ રાત માં ઊંઘ ન આવાની સમસ્યા અને સવારે જલ્દી ન ઊઠવાને કારણે શરીર માં ભારેપણું અને માથા ના દુખાવા ની સમસ્યા રહે છે.
મોબાઈલ ની સ્ક્રીન નાની હોવાને કારણે તેની પર જોર વધુ પડે છે. તેમાં થી નીકળતી ભૂરી લાઇટ આંખ ની નજીક હોવાને કારણે વધુ ખરાબ અસર થાય છે. મોટા ભાગ ના ઘરો માં લેપટોપ એક કે બે હોય છે. જે ઘર ના લોકો માં વહેચાઈ જાય છે. પણ મોબાઈલ દરેક પાસે હોય છે. એટલે તેનો વપરાશ પણ વધુ થાય છે.
સતત મોબાઈલ મા ધ્યાન આપવા થી આંખો નબળી પડે છે અને નંબર આવી જાય છે. બાળક કમ્પ્યુટર વિઝન સિંડ્રોમ નો ભોગ બને છે. નાની વયે જ ડોક , ખભો , કમર તેમજ પીઠ ના દર્દ ઘર કરી જાય છે. અને ધ્યાન વિચલન ની સમસ્યા ઉદભવે છે.
બાળક ની તમામ હરકત પર નજર રાખવી જોઈએ. અમુક એવી વેબસાઈટને સોફ્ટવેર ની સહાયતા થી મોબાઈલ મા ખુલતિ બંધ કરી શકાય છે. અને આ ટેક્નોલોજી થી થતા ખરાબ પરીણામ અંગે બાળકો ને માહીતગાર કરવા અને તેને ચેતવવા જોઇએ.
રિસર્ચ ના પ્રમાણે, જો બાળકો ગેજેટ નો વધુ વપરાશ કરશે તો 2050 સુધી માં 50% જેટલા બાળકો ને ચશ્મા આવી જશે.બાળક ને નાની વયે આ ટેક્નોલોજી પ્રાપ્ત થતા તે ઓનલાઈન ગેમ્સ સમે છે , ઈન્ટરનેટનો વપરાશ કરે છે અને સોશિયલ મિડીયા ને જ પોતા ની દુનિયા સમજવા લાગે છે