અનેક રોગો નું ઉત્તમ ઔષધ છે આ વૃક્ષ, શરીરની નબળાઈ દુર કરી રાખે છે રોગો ને દૂર..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

અતિ વિશાળ, વિસ્તૃત અને સ્થિર. આટલા શબ્દો વડનાં વર્ણન માટે પૂરતા છે. આપણે ત્યાં વડનાં વૃક્ષો બધે જ થાય છે. દર વર્ષે તેને નવી વડવાઈઓ ફૂટી તે જમીનમાં જઈ તેને મૂળ ફૂટે છે અને એ રીતે તેનો વિસ્તાર વધતો જાય છે. વડની કોમળ વડવાઈઓ, કોમળ પાન, છાલ, દૂધ,મૂળ, શુંગ વગેરે અંગો ઔષધ તરીકે ઉપયોગી છે.

આયુર્વેદ પ્રમાણે વડ તૂરો,મધુર, શીતળ, પચવામાં ભારે, રંગને સુધારનાર, કફ-પિત્તશામક, આંતરડાને સંકોચનાર, રક્ત શુદ્ધિકર, પીડાશામક, ગર્ભસ્થાપન, આંખો માટે હિતકારી અને બળતરા મટાડનાર છે. તે કફ,પિત્ત અને રક્તનાં રોગો, ઝાડા, ઊલટી, જખમ, સોજો, તાવ, રક્તસ્રાવ વગેરેને મટાડનાર છે. વડની છાલ તૂરી, ઠંડી, પૌષ્ટિક, બળતરા અને કફનો નાશ કરનાર, ફ્રેક્ચરને જોડનાર અને પ્રદર રોગને મટાડનાર છે. વડનાં ફળ મધુર, તૂરા, શીતળ અને સ્તંભક છે.

વડના મૂળ, તેની કોમળ કે રૂક્ષ વડવાઈઓ, તેના કૂણાં પાન તેમજ તેના થડ અને વડવાઈઓમાંથી ઝરતું ક્ષાર જેવું દૂધ, વડવાઈ, છાલ, શુંગ અને મૂળ એમ દરેક અંગોને દવા તરીકે કામ લઈ શકાય છે. જમીનમાં છેક ઊંડે સુધી ઉતરેલા મૂળિયાથી લઈને છેક ઘટાદાર વિસ્તરેલ વડની વડવાઈઓ સહિત બધાં જ અવયવો આપણી તંદુરસ્તી માટે લાભદાયી છે. વડના પાનનો રસ કાઢી પાણીમાં મેળવી પીવાથી ઉલટી મટે છે. ઉલટીમાં લોહી પડતું હોય તે પણ આ પ્રયોગથી મટે છે. દરેક જાતનો પ્રમેહ વડની છાલના ઉકાળાથી મટે છે.

ખીલના કાળા ડાઘ વડના દુધને મસુરની દાળમાં પીસી લેપ કરવાથી મટે છે. પરસેવો ઓછો આવતો હોય, વાસ મારતો આવતો હોય, પરસેવાના પીળા ડાઘા કપડા પર રહી જતા હોય તો વડના પાકેલાં પીળાં પાંદડાંનો ઉકાળો કરીને પીવો. હાડકું વધ્યું હોય, રસોળી વધી હોય તો વડનું દુધ, કઠ(ઉપલેટ) અને સીંધવ ચોપડી ઉપર વડની છાલ મુકી પાટો બાંધી રાખવો. ૧૦થી ૧૫ દીવસમાં વધેલું હાડકું બેસી જશે. ગાંઠ હશે તો ઓગળી જશે.

રસાયણિક દ્દષ્ટિએ વડની છાલ અને શુંગમાં ૧૦% સુધી ટેનિન રહેલું હોય છે. વડ ના ટેટા તેની મીઠાશ માટે જાણીતા છે. ફ્રુટોઝ અને ગ્લુકોઝ ઉપરાંત, વડ ના ટેટા માં અસંતૃપ્ત ફાઇબર અને કાર્બોહાઇડ્રેટ પણ હોય છે જે પાચક સિસ્ટમ પર ખાંડના વધુ શોષણની પ્રક્રિયાને ધીમું કરે છે. વધારામાં, પોટેશિયમ ખાધા પછી શોષાયેલી ખાંડની માત્રાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

જો દિવસમાં એક વખત વડ ના  ટેટા નું પાણી પીવામાં આવે તો શરીરની તંદુરસ્તી જાળવવામાં પણ સક્ષમ છે. ફળને પાણીમાં ઉકાળી પાણી બનાવી પીવું અથવા મનપસંદ ફળો સાથે જોડાયેલા વડ ના ટેટા ના પલ્પનો ઉપયોગ કરીને પાણી પી શકાય. સામાન્ય રીતે અનુભવવામાં આવતા શ્વસન સિન્ડ્રોમ્સમાંથી એક અસ્થમા છે. અસ્થમા સામાન્ય રીતે માનવ શ્વસનતંત્ર પરના ચેપને કારણે થાય છે, ખાસ કરીને એલ્વિઓલસ પર નિયમિત રીતે વડ ના ટેટા ના વપરાશ આ સમસ્યાઓ ઘટાડવામાં મદદ કરશે, કારણ કે તેમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિસેપ્ટિક છે જે ચેપને અસરકારક રીતે ઘટાડશે.

આયુર્વેદ અનુસાર વડની કોમળ વડવાઈની શુંગ એ એવી ઔષધિ છે જેઓ સંતાન ઇચ્છુક હોય તેમને માટે આ દવા અક્સીર છે. શુંગ એટલે કે વડના વૃક્ષની ડાળીમાં ઉગેલા કૂણાં પાનના મૂળની શુંગા આમાં દવા તરીકે વપરાય છે. આને ગાયના દૂધ સાથે લેવાથી ગર્ભ રહી જવાની શક્યતા વધી જાય છે. વડના દૂધમાં ખાંડ ભેળવીને પીવાથી પાઈલ્સની બીમારી મૂળ માંથી દુર થાય છે.

તે ઉપરાંત શરીરના કોઈ અંગ ઉપર થયેલી ઈજાથી આવેલા સોજાથી પણ છુટકારો મળે છે. વડના દૂધનું જો પુરુષ સવારે ખાલી પેટ સેવન કરશે, તો શારીરિક અને પૌરુષત્વની નબળાઈ મૂળમાંથી દુર થશે. અને પુરુષોમાં સ્પર્મ કાઉન્ટની સંખ્યા વધશે. જે દાંતમાં સડન લાગી ગઈ હોય ત્યા તેના દૂધમાં પલાળેલુ રૂનો ફુવો મુકવાથી લાભ થાય છે.

લગભગ 10 ગ્રામ વડની છાલ, કાથો અને 2 ગ્રામ કાળા મરી ઝીણા વાટીને પાવડર બનાવી લો. આ મંજન કરવાથ્જી દાંત હલવા, દાંતની સડન, દુર્ગંધ દૂર થાય છે. વડનુ દૂધ, ખાંડની સાથે લેવાથી બવાસીરમાં લાભ થાય છે. વડના તાજા કોમળ પાનનો પાવડર બનાવીને ખાવાથી માનસિક ક્ષમતા મજબૂત થાય છે. વડના ટેટાનું ચુર્ણ સ્ત્રી-પુરુષ બંને નીયમીત સેવન કરે તો ગર્ભધારણની શક્યતા વધે છે.

સ્ત્રીનાં પ્રજનનાંગોની ગરમી દુર થઈ તે ગર્ભધારણ માટે સક્ષમ બને છે. વડના ટેટાનું શાક કે અથાણું પૌષ્ટીક છે. ગરમીથી માથું દુખતું હોય તો કપાળ ઉપર વડનું દુધ લગાવવાથી માથાનો દુખાવો મટે છે. ગરમીના દીવસોમાં માથે ઠંડક રહે, લુ ન લાગે, માથું તપી ન જાય તે માટે વડનાં મોટાં પાન માથા પર મુકી ટોપી, હેટ, સ્કાર્ફ કે હેલ્મેટ મુકવી. સુર્ય ગમે તેટલો તપતો હશે તો પણ માથે ઠંડક રહેશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top