ઉનાળામાં ઉનવા અને પેશાબની બળતરા માથી છુટકારો મેળવવાનો 100% અસરકારક ઘરેલુ ઉપાય..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

અતિ ઉષ્ણ, તીક્ષ્ણ, પિત્તવર્ધક, અમ્લ પદાર્થો કે મધ વગેરેના વધારે પડતા કે સતત સેવનથી ઊનવા થાય છે. ઊનવામાં વારંવાર મૂત્રની હાજરત થાય છે અને પેશાબ વખતે મૂત્ર અટકી અટકીને આવે છે તેમજ બળતરા-દાહ અને વેદના થાય છે. કયારેક મૂત્ર પીળા રંગનું, ઘેરું અને ઘટ્ટ થતા તીવ્ર વાસવાળું પણ આવે છે. આ વ્યાધિ માટે નીચેના ઉપચારો દર્શાવ્યા છે.

મૂત્ર વિકારમાં ગોખરુ ઉત્તમ કાર્ય કરે છે, દર્દીએ તેનું તાજું બનાવેલું ચૂર્ણ ખાવું, મૂત્રવિકાર માટે રસાયણ ચૂર્ણ પણ ઉત્તમ ગણાય છે તેમાં ગળો, ગોખરું અને આમળાં સરખે ભાગે લેવામાં આવે છે, ત્રણે દ્રવ્યો પિત્તશામક અને દાહશામક છે. ગોખરુની બીજી બનાવટ ગોક્ષુરાદી ગુગળ પણ ઉનવા માં ઉપયોગી છે.

સ્વજિકા ક્ષાર (સોડા બાઈ કાર્બ) ને પાણીમાં ઓગાળીને વારંવાર પીવું, તેથી પેશાબ છૂટથી થશે અને બળતરા શાંત થશે. ગળોસત્ત્વ, શતાવરી ચૂર્ણ, ચંદ્રકલારસ, ચંદ્રપ્રભાવટી, ચંદનાદિવટી, શિલાદિત્ય દિવટી, વગેરે પણ ફાયદો કરે છે. રોગીના પેઢા ઉપર કાળી ચીકણી માટીનો લેપ કરવો. વરિયાળી, સુગંધીવાળો, ગુલાબ વગેરેને પાણીમાં એક રાત પલાળી બીજે દિવસે ખૂબ ચાળીને પી જવાથી સારો લાભ થાય છે.

ભાતના ઓસામણમાં થોડું દુધ અને થોડી ખાંડ મેળવી રોજ થોડા દીવસ સુધી લેવાથી પેશાબ માર્ગે થતી બળતરા મટી જાય છે. અન્ય આહાર જોડે આ આહાર દરરોજ બંને સમય નિયમિત લેતા રહેવું. મધુપ્રમેહના વ્યાધીમાં પણ મર્યાદિત પ્રમાણમાં સેવન કરી શકાય.

તકમરિયાંને પાણીમાં પલાળીને સાકર સાથે પીવાથી ફાયદો થાય છે. એલચી,ધાણા, વરિયાળી, ગુલાબ વગેરેને પાણીમાં એક રાત પલાળી બીજે દિવસે ખૂબ ચાળીને પી જવાથી સારો લાભ થાય છે  દિવેલ અને પાણીને સારી મેળવી ઇન્દ્રિય ઉપર તે પ્રવાહીની ધાર કરવાથી રાહત થાય છે.

૧ કપ પાણીમાં ૧ નાની ચમચી આખા ધાણા ઉકાળો. જ્યારે તે ઠંડું થઈ જાય ત્યારે તેને દિવસમાં બે વાર પીવો. કે પછી તમે ૩ કપ પાણીમાં ૧ ચમચી આખા ધાણા પાઉડર મિક્સ કરો અને તેને આખી રાત ઢાંકીને રાખી દો. પછી બીજા દિવસે તેમાં થોડો ગોળ નાંખીને મિક્સ કરી અને ૧ કપ, દિવસમાં ૩ વાર પીવો.

કાકડીનો રસ પીવાથી આ સમસ્યામાં ઘણી બધી રાહત મળી રહે છે. એક કાકડીનો રસ કાઢો અને તેમાં એક ચમચી મધ અને લીંબુનો રસ નાખો. આ જ્યુસને પીવાથી શરીરમાં પાણીની કમી પૂરી થાય છે. આ  જ્યુસ દિવસમાં બેથી ત્રણ વાર પી શકો છો. અતિશય ગરમ પેશાબ પડતો હોય તેમ જ પેશાબ ખુબ વાસ મારતો હોય તો દુધ સાથે ચ્યવનપ્રાશ લેવાથી એક અઠવાડીયામાં આ સમસ્યા દૂર થાય છે.

એક ડુંગળી ઝીણી એક ગ્લાસ પાણીમાં અડધું પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળી, ગાળીને દીવસમાં ત્રણેક વખત પીવાથી એકાદ અઠવાડિયામાં પેશાબની બળતરા મટે છે. પ્રયોગ વધુ લંબાવવો હોય તો લંબાવી શકાય. વરિયાળીનું શરબત બનાવી તેમાં ચપટી સુરોખાર (એક જાતનો ક્ષાર) નાખી પીવાથી પેશાબની બળતરા જેવી તકલીફો દૂર થાય છે. વરીયાળીનું શરબત બનાવી તેમાં સુરોખાર નાંખી પીવાથી પેશાબની બળતરા મટે છે.

શરીરમાં પાણીની કમીને કારણે પેશાબનો રંગ પીળો થઈ જાય છે અને બળતરા થવા લાગે છે. જેથી આખા દિવસમાં ભરપૂર પાણી પીવાની આદત રાખો. સાથે નારિયેળ પાણીનું સેવન પણ ડિહાઈડ્રેશન અને પેશાબની બળતરાને ઠીક કરવામાં મદદ કરે છે. ઈચ્છો તો નારિયેળ પાણીમાં ગોળ અને ધાણા પાઉડર મિક્સ કરીને પણ પી શકો છો. ઉમરાનું પાન તોડી તેમાંથી નીકળતું દુધ સાકરમાં મેળવી ખાવાથી પેશાબની બળતરા મટે છે.

૪૦ ગ્રામ કાળી દ્રાક્ષ ઠંડા પાણીમાં રાત્રે પલાળી રાખી સવારે મસળી, ગાળી, થોડા જીરુંની ભૂકી નાખી પીવાથી પેશાબની ગરમી મટે છે. ખાવાનો સોડા એક અલ્કલાઈન કમ્પાઉન્ડ છે જે યુરીનની એસિડિટી ઓછી કરે છે અને દુખાવો પણ ઓછો કરે છે. આ શરીરના પીએલ લેવલને બેંલન્સ પણ કરે છે. એક ગ્લાસમાં ૧ ચમચી બેકિંગ સોડા મેળવો. પછી તેને ખાલી પેટ પી લો. એક અઠવાડિયા સુધી રોજ આમ કરો.

ખાવાના સોડામાં દુધ મેળવી તરત જ પી જવાથી તરત પેશાબની ગરમી હોય તો તે શાંત થાય છે. એપલ વેનિગરમાં એંટિબેક્ટિરીયલ અને એંટીફંગલ ગુણ હોય છે, જેનામાં સંક્રમણથી લડવા માટે રાહત મળે છે. આ ઉપરાંત આ શરીરના પ્રાકૃતિક પીએલ લેવલને પણ બેંલેન્સ કરે છે. ૧ ચમચી એપલ સાઈડર વેનિગરમા ૧ ચમચી શુદ્ધ ગરમ પાણી મિક્સ કરો. પછી તેને દરરોજ બે વાર પીવો. આનાથી ઉનવામાં રાહત મળે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top