સંજીવની જડીબુટ્ટી કરતાં વધારે કિમતી છે આ વનસ્પતિ, લકવા જેવા 10થી વધુ રોગો થઈ જશે કાયમી દૂર..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ઉંદરકાની ખાસ કરીને ભીનાશવાળી જગ્યામાં ઊગી નીકળે છે. એની બે જાત હોય છે. એક બગીચામાં થાય છે તથા બીજી જંગલી જાત હોય છે. એનાં પાન ચાંદની વેલ કરતાં નાનાં તથા જમીન ઉપર ફેલાયેલાં હોય છે. બગીચામાં થતી ઉંદરકાની ખુશબુદાર હોય છે. એનાં ફળ ધાણા જેવડાં હોય છે. એનાં બીજ ચકલીઓ ખાય છે. એનાં પાનની કૂંપળોને મસળવાથી કાકડી જેવી વાસ આવે છે.

બંગાળ બાજુ થતી ઉંદરકાનીમાં પણ બે પ્રકાર છે. એકની ડાળીઓ નાની, સંખ્યાબંધ તથા જમીન ઉપર પથરાયેલી હોય છે. તેમાં ભીનાશ હોય ત્યારે નીચોવતા તેમાંથી ચીકણો પદાર્થ નીકળે છે. એના વેલાને ગાંઠે ગાંઠે મૂળ હોય છે. તે જમીનમાં જઈ વેલાને ફેલાવે છે. એ ચામડીનાં દર્દોને મટાડનાર છે. એનો રસ પીવાથી લોહી વિકાર મટે છે. પિત્ત વિકારમાં પણ ઘણી રાહત થાય છે. તેવામાં તેનો રસ પીવાથી દસ્ત સાફ થાય  છે

અપસ્મારનાં દર્દી ને ઉંદરકાનીનું શરબત આપવાથી સારો લાભ થાય છે. એની વેલ સૂંઘવાથી મગજ હલકું પડી જાય છે. લકવામાં પણ ઘણી રાહત થાય છે. તેનો લેપ જખમ રૂઝાવવામાં ઘણો ઉપયોગી છે. ઉપરાંત ઉંદરકાની સૂંધવાથી માથાનું દર્દ મટે છે. જવના લોટ સાથે લેપ કરવામાં આવતા આંખના સોજામાં ઘણી રાહત થાય છે. તેના રસના ટીપાં કાનમાં ટપકાવવાથી કાનનું દર્દ પણ મટે છે. એને પીવાથી બળતરા તથા કૃમિ મટે છે. એ જઠરાગ્નિ દીપાવે છે.

કૃમિ રોગો માટે એનો પ્રાચીન સમયથી ઉપયોગ થતો આવ્યો છે. એનાં મૂળને યોનિમાં રાખવાથી ગર્ભાશયના કેટલાક વિકારો મટી જાય છે. એનું પંચાંગ પણ તંદુરસ્તી માટે ખૂબ જ ઉપયોગી છે. જંગલી ઉંદરકાની કામેચ્છાને વધારે છે. શરદીના સોજા પણ મટાડે છે. તાજી ઉંદરકાનીના રસનો લેપ કમર, જાંગના થાપા તથા પેટ પર કરવાથી પણ અશક્ત માણસોમાં સ્ફૂર્તિ આવે છે. તે મૃત્રાશય તથા મૂત્રપિંડનાં દર્દોને દૂર કરે છે.

ઉંદરકાનીનું પંચાંગ ૨૦ ગ્રામ, કીરમાણી અજમો, બોડી અજમો, કડ, કુંવાડીઆનાં બીજ અને શરપંખાનું મૂળ એ દરેક અઢી અઢી ગ્રામ લઈ તે સર્વેને એકત્ર કરી તેનો ઉકાળો બનાવવો. આ રીતે બનાવાયેલા ઉકાળો પીવાથી પેટનાં દર્દમાં પણ ઘણી રાહત થાય છે. તે પિત્તને પણ એ શમાવે છે. ઉંદરકાનીનાં પાંદડાં, મેંદીનાં પાન, અરડૂસીનાં પાન, જાઈનાં પાન અને અંબેલીનાં પાન એ દરેક ચીજો દસ દસ ગ્રામ લઈ તેનું ચૂર્ણ બનાવી આ ચૂર્ણનો ઉપયોગ કરવાથી કૃમિ મટે છે. એના ઉપયોગથી કૃમિ થતો નથી.

ઉદરકાની, દંતીમૂળ, શંખાવલી, નસોતર,ગરમાળો,ત્રિફલા, સુવર્ણવીટી, સાતરા એ બધી ચીજો અઢી અઢી ગ્રામ લઈ તેનો કવાથ બનાવવો. આ કવાથના ઉપયોગ કરવાથી ઝાડો ખુલાસાથી આવે છે. ઉદરકાની, દંતીમૂળ, શંખાવલી, લોધર, ગરમાળો એ તમામને દસ દસ ગ્રામ લઈ સાત દિવસ સુધી પલાળી રાખવું. પછી તેમાં સાકર અને મધ નાખીને ચાસણી બનાવી પાક તૈયાર કરવો. આ રીતે બનાવેલા પાકના ઉપયોગથી જલંદરમાં રાહત મળે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top