તુલસીના પાન આપણા સ્વાસ્થ્ય માટે ખુબ લાભદાયક હોય છે. પરંતુ શું તમે જાણો છો કે તુલસીના માંજર એ પણ એટલા જ લાભદાયક હોય છે. તુલસીના માંજરમાં મુખ્યત્વે પ્રોટીન, વિટામીન A અને વિટામિન C ભરપૂર પ્રમાણમાં હોય છે. આ તુલસીના માંજરની તાસીર ઠંડી હોય છે.
તુલસીના મંજરનું સેવન કરવાથી જાતીય રોગ, ટેન્શન, ડિપ્રેશન, માઈગ્રેઇન અને મગજમાં થતા તણાવને દૂર કરે છે. તુલસીના માંજરમાં સારા એવા પ્રમાણમાં પ્રોટીન, ફાઇબર અને આર્યન હોય છે. તેના ઉપયોગથી અનેક તકલીફો દૂર કરી શકાય છે. તો ચાલો આજે જાણીએ કેવી રીતે તુલસીના માંજરનો ઉપયોગ કરી બીમારીઓ દૂર કરી શકાય.
તુલસીના માંજરનું નિયમિત સેવન કરવાથી વજન ઓછો કરવામાં મદદ મળે છે કારણ કે તુલસીના માંજરમાં કેલેરી ઓછી હોય છે. તુલસીના માંજર તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે એટલે તમારે જે થોડી-થોડી વારે ખાવું પડે તેની જરૂર નહી પડે અને તમારી વધારે ખાવાની આદત પણ છુટી જાશે અને વજન કન્ટ્રોલમાં રહેશે.
તુલસીના માંજરની સાથે ગોળ સરખી માત્રામાં મિશ્રણ કરી સવારે ભૂખ્યા પેટે સેવન કરી તેની ઉપર થોડું ગરમ દૂધ પીવું. આ કાર્ય સાંજે પણ આ જ રીતે કરવું આમ કરવાથી ગુપ્ત રોગો દુર થશે અને શરીર તંદુરસ્ત રહેશે. પુરુષો આ પ્રયોગનું પાલન ખાસ કરી શકે છે, જેથી તેના પુરુષત્વમાં ફાયદો જણાશે.
જો તમને માથામાં દુખાવો થતો હોય તો કપૂર અને તુલસીના માંજરને પીસી માથા પર માલિશ કરવાથી. થોડા જ સમયમાં માથામાં થતો દુખાવો દૂર થશે. યોનિમાં ઇન્ફેક્શન થયું હોય તો તુલસીના માંજરને મધ અને પાણીમાં મિક્સ કરી દિવસમાં બે વખત પીવાથી લોહી, કિડની અને યોનિમાં ઇન્ફેક્શન જેવી સમસ્યાઓ દૂર થાય છે.
માંજરનો ઉયપોગ કરવાથી શરદી-ખાંસી પણ દૂર થાય છે કારણ કે તેમાં એન્ટી સ્પૈસમોડિક ગુણ હોય છે. જે ઉધરસ અને શરદી જેવી બિમારીમાં રાહત આપે છે. આ સાથે જ તેનું સેવન કરવાથી તાવ પણ મટે છે. તુલસીના છોડમાં ફ્લેવેનોઈડ અને ફિનોલિક તત્વ હોય છે જે શરીરની રોગ પ્રતિરોધક શક્તિ વધારવામાં મદદ કરે છે.
એક ગ્લાસ દુધમાં થોડા તુલસીના માંજર મેળવી સવારે નાસ્તા માં લેવાથી શરીરમાં સુગર લેવલ કન્ટ્રોલમાં રહે છે અને કાર્બોહાઈડ્રેટ ને ગ્લુકોઝ માં પરિવર્તિત કરી દે છે અને ડાયાબિટીસ જેવા રોગ પણ દૂર રહે છે. જો સામાન્ય ડાયાબીટીસ હોય તો પણ તેમાં રાહત રહે છે.
તુલસીના માંજર શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર સંતુલિત રાખે છે. જેનાથી હાઈ બીપી અને સ્ટ્રેસ ઘટે છે. તેનાથી લિપિડ સ્તર વધે છે અને હૃદયની સુરક્ષા વધે છે. તુલસીના માંજર પેટમાં જિલેટનયુક્ત પરત બનાવે છે જે પાચન ક્ષમતાને મજબૂત બનાવે છે. તેમાં ફાયબરનું પ્રમાણ વધારે હોય છે. જે પાચનશક્તિ સુધારે છે.
તુલસીના માંજરમાં એન્ટી ઇન્ફલેમેટરી ગુણ હોય છે. જે શરીરના કોઇપણ ભાગમાં આવેલા સોજાને દૂર કરી શકે છે. માંજરનો ઉપયોગ ડાયેરિયામાં પણ કરી શકાય છે. તુલસીના માંજરને ક્રશ કરી નાળિયેર તેલ સાથે મિક્સ કરી એક્ઝિમા તથા સોરાયસીસ જેવા ચામડીના રોગો દુર કરી શકાય છે.
મોઢામાંથી દુર્ગંધ આવી રહી હોય તો તુલસીના કેટલાક માંજર ચાવી જાઓ. આમ કરવાથી મોંઢામાંથી આવતી દુર્ગંધ દૂર થઈ જશે. જો ક્યાંય ઇજા થઇ હોય તો તુલસીના માંજરને ફટકડી સાથે મિક્સ કરીને લગાવવાથી ઘા જલ્દી ભરાઈ જાય છે. તેના માંજરમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે જે સ્નાયૂને સ્વસ્થ રાખી અને ક્ષતિગ્રસ્ત સ્નાયૂને મજબૂત બનાવે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.