ઘણી વાર કોઈ ઇન્ફેકશનના કારણે લોકોને પેશાબની અટકાયત થઈ જાય છે. પેશાબ બંધ થઈ જાય એ પણ એક ભયંકર રોગ ગણાય છે. બંધ પેશાબ માટેના ઘરેલુ ઉપચાર વિશે જાણો. આ ઉપચાર અજમાવીને તમને અવશ્ય લાભ મળશે, અને બંધ પેશાબની સમસ્યા જડમૂળથી દૂર કરવામાં મદદ કરશે.
પરવાળાને બાળીને તેની ભસ્મ એલચી સાથે ભેગી કરી દૂધમાં પીવાથી પેશાબ છૂટે છે. આ ઉપરાંત બે તોલા કાંટાગોખરુને વાટીને અડધો શેર દૂધમાં ખૂબ ઉકાળીને સાકર નાંખીને પીવું અથવા તો બે તોલા સાકર અને બે તોલા ગોખરુને ખાંડી 1 શેર પાણીમાં ઉકાળીને પાણી ઠંડું પડે પછી પીવાથી લાભ મળે છે.
જીરું અને સોનામુખીનાં પાન વાટી તેનો રસ લિંબુમાં મેળવી દિવસમાં ત્રણ વાર લેવો જોઈએ. એનાથી પેશાબની અટકાયત બંધ થઈ પેશાબ છૂટથી આવે છે. ખાખરાનાં ફૂલ જેને કેસૂડો કહેવામાં આવે છે તેને બાફીને પેડુ પર લેપ કરવો અથવા તો ગળીનાં પાનનો રસ પેડુ પર લગાડવો અથવા તો મુલ્તાનની માટી પાણીમાં સારી રીતે મિક્સ કરીને પેડુ પર લગાવવાથી દર્દીને લાભ મળે છે.
કેળના સ્થંભનું પાણી ગરમ પ્રવાહી ઘી સાથે પીવું અથવા નેતરની વચલી ગાંઠ ચોખાના ધોવાણમાં ભેળવીને ચાટી જવી અથવા તો કાકડી અને ભૂરા કોળાના ગર્ભનો જાડો લેપ પેડુ પર કરવાથી પેશાબ છૂટથી આવે છે. અને દર્દીને આરામ મળે છે. કૃતરિયા ધાંસ કે જે કપડાં પર ચોંટે છે તે ઘાસ કે ઘાસનાં બિયાંનો રસ છાશમાં મેળવીને પીવાથી લાભ થાય છે.
લિંબુનાં બી કાઢી તેનું ચૂર્ણ કરવું, ને પાણી સાથે પીવું અથવા મકાઈની અંદરના લાંબા રેસા કાઢી પાણીમાં ખૂબ ઉકાળી ચોથો ભાગ પાણી રહે ત્યારે ઉતારી લેવું અને એ પાણી પીવાથી પેશાબ છૂટથી ઉતરે છે. ફુલાવેલો ખડિયોખાર અને ફુલાવેલી ફટકડી પેશાબ નળીમાં મૂકે તો પેશાબ છૂટથી ઉતરે છે.
ઇન્દ્રવરણાનાં મૂળ પાણીમાં ઘસીને પીવાથી ઝાડા પેશાબ થઈ જાય છે અથવા ઊંદરની સૂકી લીંડી સૂરોખારના પાણીમાં મિક્સ કરી એની લેપ ડૂંટી ઉપર મૂક્વી. ઉપર મૂળાનું પાન બાંધી દેવું. આથી પેશાબ સારી રીતે ઉતરે છે અને દર્દીને આરામ મળે છે. અથવા તો ગરમ પાણીમાં દૂધ, સાકર, અને ઘી નાંખીને પીવાથી લાભ મળે છે.
કાળા તલ, ઘઉં, કેસુડાંના ફળ, બલ બીજ અને એલચી એ દરેક ભેગાં કરીને તેનું ચૂર્ણ પાણીમાં ઉકાળીને પીવું. અથવા એ દ્રવ્યો શેકીને ભૂકો કરી તેનો શીરો બનાવી દરરોજ સવાર, બપોર ને સાંજ ૧ તોલો ખાવાથી પેશાબ છૂટથી આવે છે. પેડુ ઉપર ઠંડા પાણીની ધાર બે ફૂટની ઊંચાઈ થી નાખવામાં આવે અથવા ઇન્દ્રિયની ઉપર ઘીમે ઘીમે ઠંડુ પાણી રેડવામાં આવે અથવા મસ્તકના અગ્ર ભાગે ઠંડા પાણીની ધાર કરવામાં આવે તો પેશાબ છૂટથી આવે છે.
અરીઠાંનાં પાન અને ઊંદરની લીંડીની લેપડી પેડુ પર લગાવવી અથવા સમુદ્રફ્ળ લીંબુના રસમાં ઘસીને ડૂંટી અને પેડુ પર લગાવવાથી પેશાબ છૂટથી આવે છે. કેસૂડનાં ફ્ળ ખાંડીને પેડુ પર લેપ કરવો. અથવા એ પાછી લીલી બાટલીમાં (પાણી ગરમ લેવું) ભરી પેડુ પર ફેરવવું. આથી પેશાબ છૂટથી આવે છે.
સીતાફળનાં બી અથવા તેનાં મૂળ અને એ ન મળે તો તેનાં પાન પાણીમાં ઘસી પીવાથી પેશાબ ઉતરે છે. દૂધ અને પાણી સમભાગે પીવાથી પેશાબ છૂટથી આવે છે. દૂધ અને સોડા પીવાથી પણ પેશાબ છૂટથી આવે છે અથવા કાકડીનો મગજ ૧ તોલો પાણીમાં ઉકાળીને પીવાથી પણ લાભ થાય છે.
બે ભાગ કાળા તલ અને એક ભાગ અજમો મેળવીને ફાકી મારવાથી પેશાબની અટકાયત બંધ થઈ ખુલ્લાસથી પેશાબ આવે છે. ખારેક અથવા કોપરું સાથે ખાવા અથવા તો ગોખરુની ચા બનાવી પીવી અથવા તો મૂળાનાં પાનનો રસ પીવાથી પેશાબ આવે છે. લીલા આમળાનો રસ પીવો અથવા તો ભોંયરિંગની નો ૧૦ તોલા ઉકળો ૧ તોલો મધ સાથે પીવાથી લાભ મળે છે.
એલચીનું ચૂર્ણ મધમાં લેવું અથવા કડાની છાલ ગાયના દૂધમાં ભેળવીને પીવી અથવા એરંડી નાં મૂળની છાલનું ચૂર્ણ પીવું અથવા ગોળને ગાયના દૂધમાં મેળવીને પીવાથી પેશાબ છૂટથી ઉતરે છે. ખસખસનાં ડોડાનાં ફોતરો પાણીમાં પલાળી સાથે મસળી નાંખી એ પાણી ગાળીને પીવું.
લીમડાનાં પાન વાટીને તેની પોટલી બનાવી પીવાના પાણીમાં નાંખવી. આ પાણી દર્દીએ આખો દિવસ પીવું જોઈએ તેનાથી લાભ થાય છે. આંબલીના કચુકા રાત્રે પલાળીને સવારે એ પાણી ગાળીને સાકર નાંખી પીવાથી લાભ મળે છે. વડનાં પાકાં પાન બાળી તેની રાખ દર્દીને પાનમાં ખાવા આપવી.
પેશાબમાં લોહી વહેતું હોય તો મેંદીનાં પાનનો રસ સાકર અને ધી સાથે મેળવીને ચાટવો. ભોંયકોળાનું ચૂર્ણ ૧ તોલો ખાઈ ઉપરથી દૂધ કર પાણી પીવું. શતાવરીનું ચૂર્ણ તોલા ૩ અને ગોખરું તોલો ૧ દૂધ કે પાણીમાં મેળવીને પીવાથી પેશાબ છૂટથી આવે છે. લોહી કે પરુ પેશાબ વાટે પડતું હોય તો અરડૂસીનાં પાનનો રસ મધ-સાકરમાં પીવાથી તે મટે છે.
હિંગ અને કાળા મરી દર્દીને ખવડાવવાં. ઘી-સાકર સહેજ ગરમ કરીને આપવાંથી પણ લાભ મળે છે. લાલ કોળાનો રસ ૨ તોલા બે વાર પીએ તો ટપકી ટપકીને આવતો પેશાબ વધુ છૂટથી આવે છે. ગોખરુનો ઉળો જવખાર સાથે પીવાથી અથવા અનાનસના રસમાં અંબર, જાયફ્ળ અને પીપર લેવાથી પેશાબ છૂટથી આવે છે.
બાળકોને પેશાબ અટકયો હોય તો સૂરોખાર અને સૂંઠ ઘસીને પાવી જોઈએ. શિલાજિત દૂધમાં કાયમ પીએ તેને પેશાબની કોઈ તક્લીફ રહેતી નથી. પાશેર સૂરોખારને ૩૫ શેર પાણીમાં ઉકાળવો. એ ગરમ પાણીમાં કપડું ભીંજાવીને પેડુ પર મૂકે તો તરત પેશાબ છૂટે છે. જો પેશાબ ઘણો થાય તો ખસખસના દોડાનો શેક કરવાથી પેશાબ છૂટથી આવે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.