મોંઘી દવાઓ કરતાં પણ વધુ અસરકારક જીણો તાવ, ઊલટી, કફ અને પિતના દરેક રોગોનું આ આયુર્વેદિક ચૂર્ણ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આ ઔષધિને આયુર્વેદમાં ખૂબ ગુણકારી માનવામાં આવે છે. ત્રાયમાણ, ત્રાયન્તી, થેલિકટ્રમ, ત્રાયમાણ, બલડુસૂર ફોલિયો-લોઝમ, ઈન્ડિયન જેન્ટીઆન વગેરે નામ થી ઓળખાતી આ ઔષધિ છે અનેક રોગોનો રામ બાણ ઈલાજ ચાલો આપણે જાણીએ આ ઔષધિ થી થતાં અનેક સ્વાસ્થ્ય લાભ વિશે.

ત્રાયમાણના છોડ હોય છે. ગુજરાતમાં પણ ઘણે ઠેકાણે એ જોવા મળે છે. એની દાંડી એક વેંત જેટલી થાય છે તેનું ફૂલ જંગલી કસુંબનાં ફૂલ જેવું, રંગે પીળું તથા ગોળ હોય છે. તેની ઉપર થોડા નરમ કાંટા હોય છે. તેનોં પાન ભોંયપાથરી જેવા જમીન ઉપર પથરાયેલા હોય છે.

ત્રાયમાણ પીળાશ પડતાં નાનાં તથા વચમાં સળીવાળો હોય છે. તેની જડ એક વેંત કરતાં મોટી હોય છે. ત્રયમાણનાં ફળ, ફુલ તથા ડાળી બજારમાં ઔષધિ તરીકે મળે છે. તે સ્વાદે તૂરુ અને કડવું હોય છે પરંતુ તે ખુબજ લાભદાયી માનવામાં આવે છે. ત્રાયમાણ પિત્તનો સ્ત્રાવ કરી દસ્ત સાફ લાવે છે. પેટના વાયુને ઓછો કરવાનો ગુણ તેમાં રહેલો છે. ત્રાયમાણ પેટના જીણા દુઃખાવાને પણ ઓછો કરવામાં મદદ કરે છે.

પેશાબ સાફ લાવવા તથા પેટની ચૂંક મટાડવા માટે ત્રાયમાણ નો ઉપયોગ કરવામાં આવે છે. એ ગુણમાં પૌષ્ટિક પણ છે. ત્રાયમાણ થી જીર્ણજવર, પીત રોગ, ઉલટી, કફ, તરસ અને શૂળના દર્દમાં ઘણી રાહત મળે છે. ત્રાયમાણ થી શરીરનું લોહી સાફ થાય છે, યકૃત તથા કમળમાં ત્રાયમાણને કાળી દ્રાક્ષ સાથે ઉપરા ઉપરી ત્રણ દિવસ સુધી પીવા આપવાથી આ રોગમાં ધણો ફાયદો થાય છે.

ત્રાયમાણનો ઉકાળો કરી પીવાથી જલંદર માં લાભ મળે છે. છાતીના રોગો, અર્શ, ત્રિદોષ, ઊલટી જેવા રોગ મટાડવા માટે પણ ત્રાયમાણ નો ઉપયોગ કરવામાં આવે છે. જવના લોટ સાથે ત્રાયમાણ ના ઉકાળાનો લેપ કરવાથી શરીરમાં અકારણે થતાં સોજામાં ઘણી રાહત મળે છે. શરીરમાંથી આવતી ગંધ મટાડવા પણ એનો ઉપયોગ થાય છે.

સોજા ઉપર તથા સાંધાના દુઃખાવા માટે ત્રાયમાણના ચૂર્ણની પોટલી બનાવીને મુક્વામાં આવે છે. એની રાખ ઘી તથા માખણ સાથે લગાડવાથી ખરજ, કીડ વગેરેમાં રાહત મળે છે અને જખમ પર પણ જલ્દીથી સારો થાય છે. એનો કવાથ મંદાગ્નિ અને પેટની નબળાઈ માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. એનાથી સુસ્તી મટે છે. રતવામાં ત્રાયમાણ થી સિદ્ધ કરેલું દૂધ ઉપયોગમાં લેવાથી શરીરની ગરમી ઓછી થાય છે. આ દૂધ પિત્તજન્ય અતિસારમાં પણ પિય શકાય છે.

ત્રાયમાણ, કાળોવાળો, ધમાસો, કરિયાતું, કુષ્ઠ છાલ, પીતપાપડો અને ખતમી એ દરેક ચીજો પાંચ પાંચ ગ્રામ લઈ તેનો ઉકાળો બનાવી લેવો. આ ઉકાળો પિત્તજવરમાં મધ સાથે તેમ જ કમળા તથા જલંદરમાં ઘણો ઉપયોગી નીવડે છે. ત્રાયમાણ ગુણમાં કટુ-પૌષ્ટિક હોય છે. તે ભૂખ લગાડે છે. ખોરાક પચાવવામાં મદદ કરે છે.

ત્રાયમાણનો કવાથ મંદાગ્નિ મટાડે છે. પેટની નબળાઈ માટે તે સારી દવા છે. એ પીડાશામક છે. હરસમાં પણ એનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત ત્રાયમાણ ભોયરીંગણી, નગોડ, કરિયાતું, કલંભો, દેવદાર અને કચૂરો એ દરેક પાંચ પાંચ ગ્રામ લઈ તેનો કવાથ બનાવી શકાય, આ કવાથના ઉપયોગથી અન્ન તથા અગ્નિ-મંદતા તથા કફના વધારાવાળા તાવ ઉપર આપવાથી તે રોગનો નાશ કરે છે. પીપર સાથે પણ એ લઈ શકાય છે.

ત્રાયમાણ, મરી, હરડે, દલ, સંચળ, સિંધવ, ધાણા અને મીંઢી આવળ એ દરેક ચીજો દસ દસ ગ્રામ લઈ એનું બારીક ચૂર્ણ બનાવી શકાય. તેમાં ૧0 ગ્રામ દ્રાક્ષ લઈ તેની ગોળી બનાવી શકાય. આ ગોળીના ઉપયોગથી જીર્ણજવર, વિષજવર તથા મળબંધ ઉપર આપવાથી તે સારો લાભ કરે છે.

ત્રાયમાણ, સાહજીરું, દાડમસાર, હરડેદળ દરેક પાંચ પાંચ ગ્રામ, દ્રાક્ષ 750 ગ્રામ, મીંઢી આવળ 25 ગ્રામ, સુંઠ, સિંધવ, પીપર અને પીપરીમૂળ દરેક થોડા થોડા પ્રમાણમાં લઈ તેનું ચૂર્ણ બનાવી શકાય. આ લાડુડીના ઉપયોગથી વિષજવર, બરોળ, પાંડુ, મંદ જઠરાગ્નિ વગેરે તમામ રોગોનો નાશ કરવા માટે વપરાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top