આપણે હાથલા થોરને ફાફડિયો થોર પણ કહીએ છીએ. આ ફાફ્ડીયા થોરને હિન્દીમાં નાગફણી પણ કહેવામાં આવે છે. આ છોડને હથેળી જેવા પાંદડા હોય છે. જેથી તેને હાથલો થોર કહેવાય છે. જયારે બંને બાજુએ પાંદડા ફાફડા જેવા હોવાથી અમુક વિસ્તારમાં ફાફડિયો થોર કહે છે. જયારે જે દેખાવમાં સાપની ફેણ જેવા હોય તેથી નાગફણી પણ કહે છે.ફિંડલા એટલે કે થોર , વિટામિન અને રેશા હોય છે.
આ ફળમાં રહેલા તત્વો સ્વાસ્થ્ય માટે એટલા ગુણકારી છે કે તેનો મેડિકલ અને આયુર્વેદિક દવામાં પણ ઉપયોગ કરવામાં આવે છે. આ ફળમાં રહેલું લો કોલેસ્ટ્રોલ અને સેટ્ચ્યુરેટેડ ફેટ વધુ વજનવાળા, હિમોગ્લોબિનની કમી, પેટના રોગો અને હ્રદય રોગના દર્દીઓ માટે આશિર્વાદરુપ છે.ફળમાં ભરપુલ માત્રામાં સ્વાસ્થ્યના ગુણો જોવા મળે છે તો ચાલો આપણે થોડીક જાણકારી મેળવીએ.
ફીંડલા,મિનરલ્સ જેવા કે કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ, ઝીંક, કોપર, સેનિયમ, ફોલિક એસિડ અને વિટામીન ‘ સી, બી6, એથી ભરપૂર છે. લોહી ની ઉણપ દૂર કરી લોહીનું શુદ્ધિકરણ કરે છે અને હિમોગ્લોબીન વધારે જેથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. લીવરની તકલીફ માટે અતિ ઉપયોગી છે.
દમ અસ્થમાની તકલીફ દૂર કરે.શારીરિક નબળાઈ દૂર કરે.મેદસ્વિતા અને કોલેસ્ટ્રોલ ઘટાડે છે.પાચન તંત્ર સુદ્રઢ બનાવે. ચામડીના રોગ માટે ઉપયોગી છે જ સાંધાનો ઘસારો દૂર છે. એન્ટિઓક્સિડન્ટ શરીરમાંથી કચરો બહાર કાઢવામાં મદદ કરી હાડકા મજબૂત કરે છે.
બજારમાં મળતું થોરના જ્યૂસને બપોરે અને રાત્રે 50 – 50 એમએલ એક ગ્લાસ પાણીમાં આમળા, એપલ સાઇડર , સંચર , લીંબુ , ચાટ મસાલો વગેરે સાથે મિક્સ કરી શરબત તરીકે પી શકાય.આ શરબત રોજિંદા ઉપયોગમાં પણ લઇ શકાય અને કોઈપણ સાઈડ ઈફેક્ટ થતી નથી , માત્ર ફાયદો ને ફાયદો જ છે .
હિમોગ્લોબીન વધારવા ભુખ્યા પેટે એક કપ જેટલા ગરમ પાણીમાં મિલાવીને પીવાથી તાત્કાલિક અસર થાય છે. લોહી વધારવા જે દવા લેવામાં આવે છે તે લેવાની જરૂર નથી. થોરની કુલ છ જાત હોય છે. જેવી કે ખરસાળી, કેસળિયો, ભૂભલિયો, ત્રિધરો, વિલાયતી અને હાથલો અથવા નાગફણી થોર વગેરે. હાથલા થોરમાં શિયાળા પહેલા લાલ પીળા ફુલ આવે છે. બાદલમાં લીલા કલરના ડોડામાં પરિવર્તન થાય છે અને પાકી ગયા બાદ લાલ કલરના ડોડા થાય છે.
પિત્તાશયમાં તકલીફ હોય તો ઝાડો-પેશાબથી લઈને અનેક બીમારીઓ થતી હોય છે. પિતાશય લોહીને ગંઠીત કરવા માટેનું પ્રોટિન પણ તૈયાર કરે છે. માટે ફિંડલાનો રસ, જામ કે જેલી ખાવાથી પિત્તાસયની તકલીફો દૂર રહે છે. ફિંડલામાં વિવિધ પ્રકારના એન્ટિઓક્સિડેન્ટ્સ હોય છે જેમકે, ફ્લેવોનોઈડ્સ, ક્યુર્સેટિન્સ, ગેલિક એસિડ, ફેનોલિક તત્વ વગેરે. આ એન્ટિઓક્સિડેન્ટ્સના કારણે યકૃત એટલે કે પિત્તાશયને રાહત મળે છે. આ બધાની સાથે પાચનશક્તિ સારી બને છે.
થોરના જ્યુસ બનાવવાની રીત : સૌપ્રથમ 250 ફીંડલા, 2 ચમચી ખાંડ કે સાકર, ચમચીના ચોથા ભાગનું સંચળ અને પાણી તેમજ જરૂરી વાસણ એકઠું કરવું. આ બાદ ફીન્ડલાને ચીપિયા વડે ચુલા પર શેકવા. એવી રીતે શેકવા કે તેની બધી જ બાજુ શેકાય જાય. આ ફીન્ડલા પર શેકતી વખતે સમ્પૂર્ણ કાંટા બળી જવા જોઈએ.આ રીતે શેકાઈ જવાથી છોલતી વખતે તેની છાલો પરની લાળ આપણને વાગે નહિ. આ પછી થોડું ઠરે એટલે તેના પરથી છાલ ઉખાડી લેવી. આ છાલ સાવ હળવી હશે અને પાતળી હશે જેથી જલ્દી ઉખડી જશે.
આ પછી તેમાં 1 કપ પાણી નાખો અને ચમચીના ચોથા ભાગની સાકર નાખો. હલાવ્યા બાદ તેમાં સંચળ નાખો અને તેને મિક્સરમાં નાખીને મિક્સ કરી લો.આ બરાબર મિક્સ થયા બાદ તેને બહાર કાઢીને ગાળી લેવું. જેથી જે શુદ્ધ થઇ જાય અને તેને બીજ અલગ થઇ જાય. આ ગાળેલું મિશ્રણ એક ગ્લાસમાં નાખો અને તેમાં બરફ નાખો એટલે તે ઠંડું પડે. આ રીતે તૈયાર થાય છે. થોરનું જ્યુસ. આ જ્યુસ પીને તમે શરીરના અનેક લાભો મેળવી શકો છો.
ફીંડલામા ફેલવોનોઇડ નામનું તત્વ હોય છેમ જે બ્રેસ્ટ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, પેટનું કેન્સર, પેનક્રિયા, ઓવરીન, સર્વિકલ અને ફેફસાના કેન્સરના જોખને ઘટાડે છે. ફીંડલા શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઢે છે. અને તેની સામે લડવાનું કાર્ય કરે છે. જેથી કેન્સર સામે રાહત મળે છે.ફીંડલા રહેલા તત્વો માનસિક તાણને ઓછી કરવાની અને પેટના રોગોમાં પણ ફાયદો કરે છે, પેટમાં પડેલા ચાંદાને પણ આ ફીન્ડલાનું જ્યુસ મટાડે છે.
તેનું જ્યુસ પીવાથી આ તત્વો શરીરમાં દાખલ થાય છે. જેના લીધે આપણા શરીરના બધા જ હાડકા મજબુત બને છે. સાથે તે દાંતને પણ મજબુત બનાવે છે. આ જ્યુસનું સેવન કરવાથી દાંતના રોગો પણ દુર રહે છે. અને મોઢાની દુર્ગંધ પણ મટે છે.અને સુગરના લેવલને કન્ટ્રોલમાં રાખે છે.
લોહીમાં સુગરના લેવલને નિયંત્રિત રાખે છે. આ રીતે તે ડાયાબીટીસના દર્દીઓને ખુબ જ ઉપયોગી થાય છે. ખાસ કરીને તે ડાયાબીટીસ ટાઈપ-2 ના દર્દીઓ માટે આ જયુસ ખુબ જ ઉપયોગી છે.ગોળ થોરનાં પાનને એરંડાતેલ ચોપડીને શેક્યા બાદ તેમાં શાહજીરું, લસણ, હિંગ, મરી તથા પીપર નાખી તેને વાટી લેવું પછી તેની સોપારી જેવડી ગોળીઓ બનાવવી. આ ગોળીના સેવનથી નળવિકારનો વ્યાધિ મટે છે.
થોરનાં મૂળને મરી તથા ઘી સાથે આપવાથી ઉપદંશના વ્યાધિ દૂર થાય છે. તે મૂળને ગોળ સાથે ખાવાથી ઊંઘ આવે છે, તેની જડની છાલને ગરમ કરી ચોખાના ધોવરા મણમાં આપવાથી જલંદર તથા પેટના સોજા મટે છે.હાથલા થોરના કાંટા સાફ કરી તેને સંધિવામાં સાંધા પર બાંધવાથી વાની અસર ઓછી થાય છે. તેમજ થોરના રાંતા પાકેલાં ફળ ખાવાથી દમ તથા બરોળ મટે છે. કોઈપણ વસ્તુનો ઘરેલુ ઉપચાર કરતી વખતે ત્વચાની એલર્જી હોય તો ડોક્ટરની સલાહ લેવી.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.