Breaking News

લગ્ન કરતાં પહેલા કુંડળીની સરખામણી નહીં પરંતુ ફરજિયાત કરાવો આ ટેસ્ટ, વાંચવા માટે અહી ક્લિક કરો

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

ગ્રીક શબ્દ ‘ થેલેસિટ’ પરથી અસ્તિત્વમાં આવેલા થેલેસેમિયા નામના આ ગંભીર બીમારી લોહીના રક્તકણો માં હીમોગ્લોબિનના અભાવ કે જરૂરથી ઓછું પ્રમાણ રહેતા જે તકલીફો થાય છે તેને થેલેસેમિયા કહે છે.

આ બિમારીના ભોગ બનેલ બાળકને જન્મથી જ અનેક તકલીફો શરૂ થાય છે. જેમકે લોહીનું એકદમથી ફિક્કું પડવું, થાક લાગે, હાથ પગ દુખે, થોડોક શ્રમ કરવાથી શ્વાસ ચડે,વગેરે. થેલેસેમિયાના ખામીયુક્ત જનીન બાળકને તેના માતા પિતા પાસેથી વારસામાં મળે છે.

આજે આખા વિશ્વમાં થેલેસેમિયા મેજરના આશરે 3 લાખ દર્દીઓ છે અને દર વર્ષે 26 હજાર જેટલા થેલેસેમિયા મેજરના દર્દીઓ જન્મે છે. ભારતની કુલ વસ્તીના 3.4 ટકા લોકો થેલેસેમિયા વાહક છે.

થેલેસેમીયા માઇનર-ટ્રેઇટવાળા માણસો સંપૂર્ણ રીતે તંદુરસ્ત તેમજ સામાન્ય હોય છે પરંતુ પોતાના બાળકોને થેલેસેમીયા મેજર વારસામાં આપી શકે છે. તેમને થેલેસેમીયાના તંદુરસ્ત વાહકો તરીકે ઓળખવામાં આવે છે.

થેલેસિમિયા ના લક્ષણો :

જો માતા-પિતા બન્નેને થેલેસેમીયા માઇનર હોય તો દરેક ગભર્વિસ્થામાં બાળક થેલેસેમીયા મેજર હોવાની શકયતા 25 ટકા છે. દરેક ગભર્વિસ્થામાં બાળક થેલેસેમીયા મેજર હોવાની શકયતા 50 ટકા છે. દરેક ગભર્વિસ્થાથી બાળક સામાન્ય હોવાની શકયતા 25 ટકા છે.

થેલેસેમીયા મેજર ની ખબર 3 થી 18 મહીના નું બાળક થાય ત્યાં સુધીમાં પડી જાય છે.ચામડી નો રંગ પીળો પડી જાય છે, કાઇ પણ ખાવા પીવાની ઈચ્છા થતી નથી.ખાધેલુ શરીરમાં ટકતુ નથી, વારંવાર લોહી ચડાવવું પડે છે, લોહીની ઉણપ ના કારણે હાડકાની તકલીફ તેમજ બરોળ મોટી થાય છે.

વારંવાર લોહી ચડાવવા થી શરીરમાં લોહત્વ જમા થાય છે. તેથી શરીર ના વિભિન્ન અંગો ને જેવા કે હૃદય, લિવર, કિડની ને નુકશાન પહોચાડવાની પુરી શક્યતાઓ રહે છે. લોહત્વને શરીરમાંથી ઓછું કરવા માટે નિષ્ણાત ડૉક્ટર ડો શ્રી ની સલાહ મુજબ દવા તેમજ ઈન્જેક્શન લેવા બહુજ જરૂરી છે.

થેલેસીમિયાએ લોહી સાથે જોડાયેલી આનુવંશિક બીમારી છે. સામાન્ય રીતે એક સ્વસ્થ વ્યક્તિના શરીરમાં આરબીસી એટલે કે લાલ રક્ત કણોની સંખ્યા 45 થી 50 લાખ પ્રતિ ઘન મિલિમીટર હોય છે. થેલેસીમિયા બીમારીમાં આ આરબીસી ઝડપથી નાશ પામે છે અને નવા કોષો બનતા નથી. સામાન્ય રીતે લાલ રક્ત કણોની સરેરાશ ઉંમર 120 દિવસ હોય છે, જે આ બીમારી ઓછી થઇને 10 થી 25 દિવસ જેટલી રહે છે. તેના કારણે શરીરમાં લોહીનો અભાવ રહે છે.

થેલેસેમીયા મેજરનો ઉપાય બ્લડ ટ્રાન્સફયુઝન છે અને તેવા બાળકને જીવનભર લોહી ચઢાવવું પડે છે. દર 15-30 દિવસે તેમને લોહીની જરૂર પડે છે. વારંવાર લોહી ચઢાવવાથી શરીરના અગત્યના અંગો જેવા કે હૃદય, પેનક્રીયાઝ, કિડની અને ઇન્ડોક્રાઇન ગ્રંથીઓમાં લોહતત્વ જમા થાય છે.

વધારાના લોહતત્વને દૂર કરવા તથા બાળકને તેની આડઅસરથી બચાવવા કે લોહતત્વનો ભરાવો અટકાવવા અને ચોકકસ લોહતત્વને દૂર કરવા માટેના ઇન્જેકશન્સ ખૂબ જ ખર્ચાળ તેમજ સામાન્ય માણસની પહોંચ બહાર હોય છે. થેલેસેમીયા મેજરવાળા બાળકના ઉપચારોનો કુલ ખર્ચ મહિને 1400થી 14,000 આવે છે. ખર્ચ ઉપરાંત બાળક તેમજ માતા-પિતાએ માનસિક તાણ અને શારીરિક તકલીફોમાંથી પસાર થવું પડે છે.

વારંવાર લોહી ચઢાવ્યા પછી પણ થેલેસેમીયા મેજરવાળુ બાળક જીવનના બીજા દસકાના અંત સુધીમાં મુત્યુ પામે છે છતાં, વધારાના લોહતત્વને દૂર કરવાની દવાઓ આપવાથી બાળકનું જીવન થોડા વધુ સમય માટે લંબાવી શકાય છે.

આ બીમારીથી બચવા માટે વ્યક્તિએ ઓછી ચરબીયુકત ખોરાક લેવો જોઈએ.લીલા શાકભાજી અને આયર્ન યુકત ફૂડ્સનું સેવન કરવું જોઈએ.નિયમિત યોગ અને કસરત કરવાથી પણ આ બીમારીથી બચાવ થાય છે.

થેલેસિમિયા થી બચવાના કારણો :

થેલેસીમિયાથી બચવા માટે સમય સમય પર માતા-પિતાએ બ્લડ ટેસ્ટ કરાવવું જોઈએ. સંતાન થયા પછી તેનું પણ બ્લડ ટેસ્ટ કરાવવું જોઈએ. ઉપરાંત ગર્ભાવસ્થાના ચાર મહિના પછી ગર્ભની સ્થિતિ તપાસવી જોઈએ. ડોક્ટરો કહે છે કે યુવાનોએ લગ્ન પહેલાં બ્લડ ટેસ્ટ કરાવવું જોઇએ.

આ બીમારીથી પીડિત વ્યક્તિને સામાન્ય રીતે વિટામિન, આયરન, ફૂડ સપ્લીમેન્ટસ અને સંતુલિત આહાર લેવાની સલાહ આપવામાં આવે છે. ગંભીર હાલતમાં લોહી બદલવાની જરૂર પડે છે.બોન મૈરો ટ્રાન્સપ્લાન્ટની પણ જરૂર પડી શકે છે.પિત્તાશયની થેલીને દૂર કરવા માટે સર્જરીનો સહારો લેવામાં આવે છે.

સગાઇ પહેલા યુવક-યુવતીની જન્મકુંડળી મેળવવા કરતા બન્નેનું થેલેસેમીયા પરીક્ષણ કરાવવું વધુ આવશ્યક છે. જે સમગ્ર કુટુંબના હિતમાં છે.થેલેસેમીયા માઇનર કદીયે થેલેસેમીયા મેજરમાં ફેરવાતો નથી.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

માત્ર આ એક ચમચી ચૂર્ણથી કાયમ માટે ડાયાબીટીસની દવા અને ઇન્જેકશનથી છુટકારો, 100% અસરકારક અને અનુભવસિદ્ધ ચૂર્ણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. આજકાલ ઘરેઘરે ડાયાબિટીસનો રોગ સામાન્ય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!