તાંદળજાની ભાજી ઉનાળાની સીઝનમાં વધારે જોવા મળે છે. તાંદળજાની ભાજીમાં લાયસિન નામનું એમિનો એસિડ હોય છે. જે વધતી ઉંમરના લક્ષણોને રોકવામાં મદદ કરે છે. જેથી ઉનાળામાં આ ભાજી ખાઈ લેવાથી લાંબા સમય સુધી કરચલીઓની સમસ્યાથી બચી શકાય છે. તેમાં ફાયટોન્યૂટ્રિઅન્ટ્સ, એન્ટીઓક્સીડેન્ટ્સ, મિનરલ્સ અને અન્ય ઘણાં વિટામિન હોય છે. તાંદળજાની ભાજી ખાવાથી કફ અને પિત્તની સમસ્યા પણ દૂર થાય છે. આજે અમે તમને જણાવીશું તાંદળજાની ભાજીથી આપણાં શરીરને મળતા લાભો વિશે.
પેટની ગરમીને લીધે માથાના વાળ ખરવાની સમસ્યા થાય છે. જે લોકોને વાળ ખરવાની તકલીફ હોય તેઓ જો દર બે દિવસે તાંદળજાની ભાજી ખાવાનું રાખે તો તેમના વાળ ખરતા બંધ થઈ જશે. પેટની ગરમી, ઍસિડિટી, પેટનો દુખાવો વગેરેમાં તાંદળજો તરત રાહત આપે છે. મગજ ગરમ રહેતું હોય એ તાંદળજાની ભાજી ખાય તો મગજ શાંત રહે. આંખોને તકલીફ થતી હોય, બળતી હોય તો એ તકલીફ દૂર કરે. પગમાં ચીરા પડ્યા હોય, પગમાં બળતરા થતી હોય તેઓ જો તાંદળજાની ભાજી ખાય તો બે દિવસમાં રાહત મળે છે.
ગરમીને કારણે થતા લોહીના વિકારમાં જ્યારે શરીરમાં સખત ખંજવાળ આવતી હોય અને આખા શરીરની ત્વચા પર લાલ-લાલ નાની અનેક ફોલ્લીઓ થઇ હોય ત્યારે જો આ તાંદળજાની બાફેલી ભાજી ખાવામાં આવે તો એ ખૂબ જ ગુણકારી નીવડે છે. આનાથી લોહીની શુદ્ધિ તો થાય જ છે, સાથે શરીરમાં હીમોગ્લોબિનની માત્રા પણ વધે છે.
તાંદળજાના સ્વરસમાં સાકર મેળવીને પીવાથી ખસ, લુખસ અને ગરમી મટે છે. તાંદળજો નો રસ, કક, ફાંટ અથવા ક્વાથ મધ મેળવીને સવાર-સાંજ પીવાથી રકતપિત્તા, અને નાક, ગુદા વગેરે દ્વારા નીકળતું લોહી બંધ થાય છે. તાંદળજાની ભાજી પણ રક્તપિત્તમાં ફાયદાકારક છે. તાંદળજા નો રસ કાઢીને પીવાથી અથવા તાંદળજાની ભાજી ખાવાથી પેટ નો દુખાવો બંધ થાય છે.
માસિક અનિયમિત હોય, છોકરીઓને નવો સવો પિરિયડ શરૂ થયો હોય, યુવાન છોકરીઓ તથા ઊછરતાં બાળકોને જો આ ભાજી યોગ્ય પ્રમાણમાં ખાવા આપવામાં આવે તો તેમના માટે એ બહુ ફાયદાકારક રહે છે. હૉર્મોનલ પ્રૉબ્લેમ રહેતો હોય એવી સ્ત્રીઓ માટે તથા પ્રેગ્નન્સીમાં પણ એ ફાયદાકારક છે.
તાંદળજાનાં મૂળ સાફ કરી અને ચોખાની કાંજી અને રસાંજન સાથે આપવાની સ્ત્રીઓને થતો વધુ માસિક, ગર્ભનું ગળવું તેમજ એનો યોગ્ય વિકાસ ન થતો હોય, ગર્ભસ્ત્રાવ થયો હોય, રક્ત તેમજ શ્વેત પ્રદર અને પેશાબમાં થતી બળતરા પણ મટે છે. તાંદળજાનું ચમચી બે ચમચી પાણી ધાવણા બાળકને આપવાથી તેની રોજની કબજિયાત મટે છે.
તાંદળજાની સારા પ્રમાણમાં સેવન કરવાથી આંખોની ગરમી, આંખોની બળતરા, આંખમાં પીયા વળવા, આંખ ચોંટી જવી, આંખો ગળ ગૂગળી થવી વગેરે આંખોનાં દરો દૂર થાય છે અને આંખોનું તેજ વધે છે. તાંદળજાની ભાજી ખાવાથી કોઢ, વાતરક્ત અને ચામડીના વિકારો મટે છે તેમ જતેનાથી ખોટી ગરમી દૂર થઈ પિત્તપ્રકોપ શમે છે. તાંદળજાનો રસ થોડી સાકર મેળવીને પીવાથી હાથ પગના તળિયાની બળતરા, પેશાબની બળતરા અને વારંવાર થતો ઉનવા મટે છે.
તાંદળજાની ભાજી બાફીને ખાવાથી અને તેનો રસ શરીરને ચોપડીને સ્નાન કરવાથી પણ ફાયદો કરે છે.તાંદળજાનો રસ દાઝેલાના ઘા પર ચોપડવાથી આરામ થાય છે. તાંદળજાનાં પાનની પોટીસ બનાવી ગડગૂમડ ઉપર બાંધવાથી ગૂમડું પાકીને જલદી ફૂટી જાય છે. સોજા પર તેનો લેપ કરવાથી લોહી વીખરાઈ જઈ સોજો મટે છે.
તાંદળજાની ભાજી માં અનેક ગુણો સમાયેલા હોવાથી એ એક ઉત્તમ ઔષધિની ગરજ સારે છે. તાંદળજાનાં કુમળાં પાન નું શાક શીતળ, દસ્ત સાફ લાવનારું, લોહી વધારનારું અને પથ્ય કારક છે. તાંદળજાની ભાજી માં કાચી કેરી નાખવાથી અથવા દહીં અને છાશ છાંટવા થી ખૂબ સ્વાદિષ્ટ બને છે. તેના પાનની કઢી પણ બને છે. તાંદળજાની ભાજી અનેક રોગો પર ગુણકારી છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.