વગર દવાએ શરદી, ઉધરસ, તાવથી છુટકારો મેળવી ફેફસાને મજબૂત બનાવવાનો 100% અસરકારક ઉપચાર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

શરદી ખાંસી હાલના સમયમાં કોઈપણ વ્યક્તિને ચિંતામાં મૂકી દે છે. જેના કારણે કફની સમસ્યા પણ જોવા મળે છે. બદલાતા મોસમમાં પણ ઘણીવાર છાતી અને ગળામાં કફ જામી જાય છે. જેના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ શકે છે. જો લોકોને લાંબા સમય સુધી છાતીમાં કફ જમા રહે છે. તો તેના કારણે ફેફસાંમાં સંક્રમણ અને સોજાની શરૂઆત થઈ શકે છે. તો ચાલો આજે આપણે શરદી, ઉધરસ અને છાતીમાં જામેલા કફને દૂર કરવાના ઉપચાર વિશે જાણીએ.

લીંબુના રસમાં આદુનું કચુંબર અને સિંધવ નાખી પીવાથી શરદી મટે છે. પાણીમાં સૂંઠ નાખી ઉકાળીને પાણી પીવાથી શરદી મટે છે. એક ચમચી મધ અને બે ચમચી લીંબુનો રસ ગરમ પાણી સાથે પીવાથી કફની સમસ્યામા રાહત મળે છે. મધ ગળાનો કફ સાફ કરે છે અને લીંબુ કફ કાપવાનું કામ કરે છે. સંપૂર્ણ રીતે કફ માંથી છુટકારો મેળવવા આ મિશ્રણ ખુબ જ ઉપયોગી છે. આ મિશ્રણ અઠવાડિયામાં ત્રણ વખત લેવાથી છાતી અને ગળામાં જામેલો કફ નાબુદ થાય છે.

ગરમ પાણીમાં લસણનો રસ મેળવી કોગળા કરવાથી શરદી મટે છે. આદુનો રસ અને મધ એક એક ચમચી સવાર સાંજ પીવાથી શરદી મટે છે. 1 કપ પાણી ઉકાળીને તેમાં 3 લીંબૂ નો રસ ઉમેરી તેને વ્યવસ્થિત રીતે મિક્સ કરી ત્યારબાદ તેમાં થોડું ક્રશ કરેલું લસણ ઉમેરીને સાથે જ તેમાં 1/2 ચમચી જેટલો કાળા મરીનો પાવડર મિક્સ કરીને છેલ્લે એક ચપટી જેટલું મીઠું ઉમેરવું. આ બધી જ વસ્તુઓને મિક્સ કરીને તેની પેસ્ટ બનાવીને તેનું સેવન કરવાથી છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા દૂર થાય છે.

સૂંઠના ચૂર્ણમાં ગોળ અને થોડુક ઘી નાખી તેની ત્રણ ચાર તોલા જેવડી ગોળીઓ બનાવી સવારે ખાવાથી શરદી અને વાયુ મટે છે. સુંઠ, કાળા મરી અને તુલસીના પાનનો ઉકાળો પીવાથી શરદી મટે છે. આદુ તમારા શ્વસન માર્ગમાં સોજાને ઓછો કરવા અને જામેલ કફને ઓછો કરવામાં મદદ કરે છે. તમે કાચા એવા આદુ ચાવી શકો છો, કે તમે આદુના થોડા ટુકડા વાટી શકો છો, અને તેને ૧૦ મિનીટ માટે પાણીમાં ઉકાળીને ૨ થી ૩ વખત ઉકાળેલ પાણી પી શકો છો. સારા પરિણામો માટે તેમાં મધ પણ ભેળવી શકો છો.

ગરમા ગરમ રેતી અથવા રેતીનો શેક કરવાથી શરદી મટે છે. ગરમા ગરમ ચણા સુંઘવાથી શરદી મટે છે. આદુના ટુકડા કરીને તેમાં લીલી હળદરના ટુકડા પણ ભેળવી દો. આ ટુકડામાં કાળા ફુદીનો અને તુલસીના પાન નાખી થોડું ગરમ કરીને પી જવાથી કફ મટે છે. હિંગને સુંઘવાથી નાકમાં જમા કફ નાકમાં જમા કફ બહાર આવે છે અને ગંદકી દુર થઈ જાય છે. હળદરને દુધમાં ગરમ કરીને પીવાથી ગળું ચોખ્ખું થાય છે અને ગળામાંથી અને નાકમાંથી કફનો નાશ થાય છે. ફુદીનાની ચા બનાવીને તેની અંદર મીઠું નાખીને પીવાથી શરીરમાં રહેલો કફ ઓગળીને બહાર નીકળી જાય છે.

ગળા અને છાતીમાં જામેલા કફથી છુટકારા માટે તમારે બે ચમચી દ્રાક્ષનો રસ લેવો, તેમાં બે ચમચી મધ મિક્ષ કરવું. આ મિક્સરને એક સપ્તાહ સુધી નિયમિત દિવસમાં ત્રણવાર સેવન કરવું. આનાથી ફટાફટ ફાયદો થશે. આ સિવાય તમે રોજ આનું તાજું મિક્સર બનાવીને તેનું સેવન કરી શકો છો. અજમાને વાટી તેની પોટલી સુંઘવાથી શરદીમાં રાહત થાય છે.

કાળા મરી અને શેકેલી હળદરનું ચુર્ણ ગરમ દૂધ સાથે લેવાથી શરદી મટે છે. ફુદીનાનો તાજો રસ પીવાથી શરદી મટે છે. નાગરવેલના બે ચાર પાન ચાવીને શરદી મટે છે. રાત્રે સુતી વખતે ગરમ પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવાથી શરદી મટે છે. રાઈને વાટીને સાકરની ચાસણીમાં મેળવીને ખાવાથી શરદી મટે છે. ગરમ દૂધમાં મરીની ભુકી અને સાકર નાંખીને પીવાથી શરદી મટે છે. પાણીમાં સુંઠ નાંખી ઉકાળીને ગાળી પાણી પીવાથી શરદી મટે છે.

સાકરનો બારીક પાવડર છીંકણીની જેમ સુંઘવાથી શરદી મટે છે. તુલસીના પાનવાળી ચા પીવાથી સળેખમ મટે છે. તુલસી, સુંઠ કાળા મરી અને ગોળનો ઉકાળો કરીને તુલસી, સુંઠ કાળા મરી અને ગોળનો ઉકાળો કરીને દિવસમાં ત્રણવાર પીવાથી ગમે તેવી શરદી મટે છે. ફુદીનાના રસના ટીપા નાકમાં નાંખવાથી સળેખમ મટે છે. લવીંગના તેલના ટીપાઓ રૂમાલમાં નાંખી સુંઘવાથી શરદી મટે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top