100% ગેરેન્ટી માત્ર આના સેવનથી માથાથી લઈ પગ સુધીના 100 થી વધુ રોગ જીવનભર ગાયબ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

શરીરને ઉપયોગી તત્વો તેમજ વિટામિન ‘સી’ મેળવવા માટે લીલી શાકભાજી ખાવી પડે છે. લીલી ભાજીમાં મોખરાનું સ્થાન ધરાવનાર તાંદળજો એક શ્રેષ્ઠ ભાજી છે. તાંદળજો ભારતમાં સર્વત્ર થાય છે. તાંદળજાની ભાજી ચોમાસામાં કુદરતી રીતે ઉગી નીકળે છે. ખેતર કે વાડીઓમાં પણ એ બારે માસ વવાય છે. તાંદળજો બધી જાતની જમીનમાં થાય છે, સામાન્યત: ગોરાડુ કે બેસર જમીન તેને વધુ અનુકૂળ આવે છે. તે ખાસ કરીને ઉનાળામાં અને ચોમાસામાં થાય છે.

કેટલીક વાર તાંદળજો શિયાળાના ઘઉં વગેરે રવી પાકો સાથે આપમેળે પણ ઊગી નીકળે છે. તેના છોડ એક-દોઢ ફૂટ ઊંચા થાય છે અને તેનાં પાન નાનાં હોય છે. તાંદળજો એક વાર કાપણી કરી લીધા પછી ફરીથી પાંગરે છે. વાવણી પછી ત્રણથી ચાર અઠવાડિયામાં ભાજી માટે કાપણી થઈ શકે છે. તાંદળજાની નાની જાતના લગભગ છ અને મોટી જાતના બે-ત્રણ ફાલ ઉતરે છે.

તાંદળજો વીઘે આશરે દશ હજાર રતલ જેટલો થાય છે. તાંદળજાની લાલ અને લીલી એવી બે મુખ્ય જાતો હોય છે. લાલ તાંદળજાના છોડનાં થડ રતાશ પડતું જણાય છે. તેના પત્રવૃન્ત તેમ જ પાંદડાંની રેખાઓ પણ લાલ હોય છે. તેનાં પાન લંબગોળ હોય છે. તે અતિશય મોટા થતા નથી પરંતુ મધ્યમ કદનાં થાય છે.તાંજળજો  ખાવાથી રક્ત શામક, રક્ત વર્ધક, રક્તશોધક, જંતુનાશક અને પાચન ગુણ પ્રાપ્ત થાય છે. તેમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, ગંધક, તાંબુ વગેરે દ્રવ્યો પણ છે. તાંદળજાનાં પાન અને કૂણી ડાંડીઓ પ્રોટીન, ખનિજ અને વિટામિન ‘એ’ અને ‘સી’થી ભરપૂર હોય છે.

તાંદળજો મધુર રસ વાળો અને શીતવીર્ય હોવાથી તેમજ તેમાં રેસા અને ક્ષારદ્રવ્યો હોવાથી આળા બનેલા આંતરડાંને રૂઝવે છે, આંતરડાંમાં ચોંટી રહેલા મળ ને છૂટો કરે છે, મળને બહાર ધકેલવામાં મદદ કરે છે અને કબજિયાત મટાડે છે. જો કબજિયાતથી પીડાતા વૃદ્ધ માણસો તાંદળજો લે તો મળ સાફ આવે છે અને પોષણ મળે છે. તાંદળજાનું ચમચી બે ચમચી પાણી ધાવણા બાળકને આપવાથી તેની રોજની કબજિયાત મટે છે.

તાંદળજા નો રસ કાઢીને પીવાથી અથવા તાંદળજાની ભાજી ખાવાથી પેટ નો દુખાવો બંધ થાય છે.તાંદળજાના સ્વરસમાં સાકર મેળવીને પીવાથી ખસ, લુખસ અને ગરમી મટે છે. તાંદળજો નો રસ, કક, ફાંટ અથવા ક્વાથ મધ મેળવીને સવાર-સાંજ પીવાથી રકતપિત્તા, અને નાક, ગુદા વગેરે દ્વારા નીકળતું લોહી બંધ થાય છે. તાંદળજાની ભાજી પણ રક્તપિત્તમાં હિતકારી છે.

લીલી જાતના તાંદળજાના છોડની દાંડી અને પત્રવૃંતનો સમગ્ર ભાગ લીલો હોય છે અને પાન મોટાં હોય છે. જળ તાંદળજાની એક કાંટાવાળી જાત થાય છે. એ કાંટાળો તાંદળજો કહેવાય છે. તેના ગુણ કંઈક અંશે ચઢિયાતા પણ તાંદળજા જેવા જ હોય છે. ઔષધરૂપે તેનાં પંચાંગ, મૂળ અને પાનનો ઉપયોગ થાય છે. બંને જાતોમાં લાલ જાતનો તાંદળજો ઘણો સારો અને ચઢિયાતા ગુણોવાળો ગણાય છે. બધા પ્રકારના તાંદળજા ઉનાળામાં તેમ જ ચોમાસામાં સારી રીતે થાય છે.

પાણીમાં થનાર જળતાંદળજો કડવો અને હલકો હોઈ રક્તપિત્ત અને વાયુને મટાડે છે. સુશ્રુત તાંદળજાને અત્યંત ઠંડા, રસમાં અને પાકમાં મધુર, રક્તપિત્ત,મદ અને ઝેર મટાડનાર ગણે છે.આયુર્વેદમાં તાંદળજાનો ઉપયોગ પ્રાચીન કાળ થી થાય છે. વિષ પ્રકોપ, ઉંદરનું વિષ, પારો કે કાચી ધાતુ થી ઉત્પન્ન થયેલ રક્તવિકાર, નેત્રરોગ, ઉદરરોગ, અતિસાર, સંગ્રહણી, રકત પિત્ત, પ્રદર, અર્શ, કબજિયાત, યકૃત વિકાર, પ્લીહા વૃદ્ધિ અને જીર્ણજવર માં તાંદળજા નું શાક હિતાવહ મનાય છે. સુજાક-પર મિયાની તીવ્ર વેદના વાળાને તેનું શાક ખવડાવવાથી વેદના શાંત થાય છે.

રકત વિકાર અને પિત્ત વિકાર માં પણ તેનું શાક હિતકારી છે.કાંટાળા તાંદળજાના ક્ષારનું સેવન કરવાથી મૂત્રકૃચ્છ, મૂત્રાઘાત અને પથરી મટે છે. પથરી ની તીવ્ર વેદના થાય ત્યારે તેના કારણે, તેના ચાર-ચાર તોલા રસની સાથે એક-એક કલાકે બે-ત્રણ વાર આપવાથી પથરી તૂટીને નીકળી જાય છે. તાંદળજાનો રસ ઘી મેળવીને આઠ દિવસ સુધી પીવાથી પારો કે બીજી ધાતુઓની સેવનથી શરીરમાં એની વિકૃત અસર થઈ હોય તો તે ધાતુના સ્ત્રાવ કરી, બહાર કાઢી મટાડે છે.તાંદળજાની ભાજી બાફીને ખાવાથી અને તેનો રસ શરીરને ચોપડીને સ્નાન કરવાથી પણ ફાયદો કરે છે.તાંદળજાનો રસ દાઝેલાના ઘા પર ચોપડવાથી આરામ થાય છે. તાંદળજાનાં પાનની પોટીસ બનાવી ગડગૂમડ ઉપર બાંધવાથી ગૂમડું પાકીને જલદી ફૂટી જાય છે. સોજા પર તેનો લેપ કરવાથી લોહી વીખરાઈ જઈ સોજો મટે છે.

તાંદળજાની ભાજી ખાવાથી કોઢ, વાતરક્ત અને ચામડીના વિકારો મટે છે તેમ જતેનાથી ખોટી ગરમી દૂર થઈ પિત્તપ્રકોપ શમે છે. તાંદળજાનો રસ થોડી સાકર મેળવીને પીવાથી હાથ પગના તળિયાની બળતરા, પેશાબની બળતરા અને વારંવાર થતો ઉનવા મટે છે. તાંદળજાનાં કે કાંટાવાળા તાંદળજાનાં મૂળ વાટી, કલ્ક કરી, તેમાં રસવંતી-રસાંજન મેળવી, મધ અને ચોખાનું ઓસામણ ચારગણું નાખી પીવડાવવાથી સ્ત્રી ના સર્વ પ્રકારનાપ્રદર મટે છે.

તાંદળજાનાં મૂળના કલ્કમાં ચોખાનું ઓસામણ તથા મધ મેળવીને પીવાથી પણ પ્રદર રોગ મટે છે.તાંદળજાનાં મૂળ વાટીને ચોખાના ઓસામણમાં પીવાથી પ્રસૂતા અને સગર્ભાનો રક્તસ્રાવ મટે છે. ઋતુકાળે તાંદળજાનાં મૂળ ચોખાના ઓસામણમાં વાટીને પીવાથી પણ ગર્ભ સ્થિર થાય છે, ગર્ભ રહે છે. કાંટાળા તાંદળજાનાં પાન નું શાક ખાવાથી કરમિયા અથવા મૂત્રાઘાત માં થતી બળતરા ( દાહ ) મૂત્રવૃદ્ધિ થઈને દૂર થાય છે.

ઉનાળુ ભાજીઓ માં સૌથી વધારે પ્રચાર તાંદળજાનો છે. તે પાચનમાં લઘુ-હલકા પ્રકારના ખોરાક છે. તાંદળજાની ભાજી માં અનેક ગુણો સમાયેલા હોવાથી એ એક ઉત્તમ ઔષધિની ગરજ સારે છે. તાંદળજાનાં કુમળાં પાન નું શાક શીતળ, દસ્ત સાફ લાવનારું, લોહી વધારનારું અને પથ્ય કારક છે. તાંદળજાની ભાજી માં કાચી કેરી નાખવાથી અથવા દહીં અને છાશ છાંટવા થી ખૂબ સ્વાદિષ્ટ બને છે. તેના પાનની કઢી પણ બને છે. તાંદળજાની ભાજી અનેક રોગો પર ગુણકારી છે.

શરીરમાં ગરમીથી કે લોહીવિકારથી ચળ આવતી હોય ત્યારે તેની ભાજી ગુણકારી બને છે. ગરમીના જૂનામાં જૂના રોગ પણ આ ભાજી ખાવાથી મટે છે. સ્ત્રી ના રોગોમાં પણ તાંદળજા હિતકારી છે. તાંદળજો સ્ત્રીઓનું ધાવણ વધારે છે. કોઢ, બળતરા, યકૃત અને પ્લીહા રોગમાં પણ તે ગુણકારી છે. તાંદળજાની ભાજી બીમાર માણસને પણ નિર્ભયતાથી આપી શકાય છે.

માફક આવે તેઓ તાંદળજાની ભાજી રોજ વધારી શકે છે. તાંદળજાની વિષઘ્ન નામ અપાયેલ છે એ યથાર્થ છે. તાંદળજો લગભગ તમામ પ્રકારના વિષનો સસ્તા, સરળ અને અકસીર ઈલાજ છે. એટલું જ નહિ, તે એક શ્રેષ્ઠ પશ્ય અને અનેક રોગોનું ઘરગથ્થુ ઔષધ પણ છે. તાંદળજો હલકો, ઠંડો, રૃક્ષ, મળ તથા મૂત્રની પ્રવૃત્તિ કરનાર, રુચિ ઉત્પન્ન કરનાર, અગ્નિ પ્રદીપ્ત કરનાર, ઝેરને હરનાર અને પિત્ત, કફ તથા લોહી ના વિકારને મટાડનાર છે.

જીર્ણ ફિરંગરોગ, વાતરક, ત્વચા રોગ, શીતપિત્ત તેમજ પ્રસૂતા, સગર્ભા અને નાના બાળકની માતા માટે તાંદળજો લાભદાયક છે. તાંદળજો નાજુક પ્રકૃતિવાળાને પણ આપી શકાય છે. તાંદળજાની સારા પ્રમાણમાં સેવન કરવાથી આંખોની ગરમી, આંખોની બળતરા, આંખમાં પીયા વળવા, આંખ ચોંટી જવી, આંખો ગળ ગૂગળી થવી વગેરે આંખોનાં દરો દૂર થાય છે અને આંખોનું તેજ વધે છે.

તાંદળજાનો રસ મધુર વિપાકે પણ મધુર શીતવીર્ય છતાં અગ્નિ પ્રદીપક તેમ જ મળમૂત્રની શુદ્ધિ કરનાર છે. રોગી અને નીરોગી સૌને માટે હિતાવહ છે.તાંદળજાની ભાજી પિત્તજ્વર માં ગુણકારી છે.તાંદળજાનાં મૂળની પેટીસ બનાવી વાળા પર બાંધવાથી વાળો બળી જાય છે. તાંદળજાનો રસ ગાયના દૂધ સાથે પીવાથી વછનાગનું ઝેર તેમ જ સાકર સાથે પીવાથી ચણોઠી નું વિષ ઉતરી જાય છે. તાંદળજાનો રસ સાકર સાથે મેળવીને પીવાથી વીંછીનું ઝેર ઉતરી જાય છે તેમ જ સોમલનો વિષમાં પણ ફાયદો કરે છે. તાંદળજાના રસમાં કે તેના મૂળમાં કલ્ક માં કાળા મરી નાખીને પિવડાવવાથી–સાથે સાથે રોગીને તાંદળજાની ભાજી પણ ખૂબ ખવડાવવાથી સર્વ પ્રકારના સ્થાવર તથા જંગમ વિષ દૂર થાય છે.

તાંદળજાની ભાજી માત્ર ઉકાળી અથવા ઘીનો વઘાર આપી તૈયાર કરવી. વધારે વખત ન ચડાવવી તથા તેમાં બનતાં સુધી તેલ ન મેળવવું જોઈએ. પારાવાળી દવાઓ (પારા મેળવે ભસ્મ, રસાયન વગેરે)નુ સેવન કાળમાં તાંદળજો બંધ કરવો જોઈએ, કારણકે તાંદળજો તે દવાનો સ્ત્રાવ કરાવી તેનો ગુણ ઓછો કરે છે. વૈજ્ઞાનિક મત પ્રમાણે તાંદળ જામાં વિટામિન ‘એ’, ‘બી’ અને ‘સી’ છે.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top