દાંતોમાં દર્દ થવાના કારણો ઘણા હોય છે, દાંતમાં દુખાવો થવો કે કોઇ ઇન્ફેક્શન કે ડાયાબીટિઝને કારણે કે પછી સારી રીતે દાંત સાફ નહીં કરવાથી દાંતમાં દુખાવો થવાની સમસ્યા સર્જાય છે. દાંતની જડોનું ઢીલું પડી જવું વગેરે. કેટલાક લોકો હોંશે-હોંશે દાંતમાં સ્ટિક નાખી લે છે જેનાથી તેમના દાંતમાં ગેપ થઈ જા છે, તેનાથી પણ દર્દ થાય છે. દાંતમાં દર્દ થવાના કારણે તમે યોગ્ય રીતે બ્રશ પણ નથી કરી શકાતા અને શ્વાસની દુગંર્ધ, તેના પછી મોંઢામાં સડો જેવી બીજી સમસ્યાઓ પણ થઈ જાય છેઆમ તો દાંતની પીડા સામેની ઘણી એલોપેથિક દવાઓ બજારમાં મળે છે પણ ઘણી દવાઓ આડઅસર કરતી હોય છે. આવામાં ઘરેલું ઉપચાર તમારી મદદે આવી શકે છે.
ઘરગથ્થું ઉપાયો :
હિંગ :
જ્યારે પણ દાંત દર્દના ઘરેલું ઉપચારની વાત આવે છે ત્યારે હીંગનું નામ સૌથી પહેલું આવે છે. એવું એટલા માટે કારણ કે હીંગ દાંતની પીડામાંથી તુરંત મુક્તિ અપાવે છે. આનો ઉપયોગ પણ બહુ સરળ છે. હિંગને પાણીમાં ઉકાળી તેનાં કોગળા કરવાથી દાંતનો દુઃખાવો મટે છે.દાંત હાલતા હોય અને દુઃખાવો થતો હોય તો હિંગ અથવા અક્કલકરો દાંતમાં ભરાવવાથી આરામ થાય છે.
લવિંગ :
લવિંગમાં ઔષધિય ગુણો હોય છે જે બેક્ટેરિયા અને અન્ય કીટાણુંનો નાશ કરે છે. દાંતના દર્દનું મુખ્ય કારણ બેક્ટેરિયા કે કીટાણુંનો ફેલાવો હોય છે. લવિંગના ઉપયોગથી બેક્ટેરિયા અને અન્ય કીટાણુંનો નાશ થાય છે જેનાથી દાંતની પીડા દૂર થવા લાગે છે. ઘરેલું ઉપચારમાં લવિંગને એ દાંતની પાસે રાખવામાં આવે છે જેમાં પીડા થતી હોય છે. પણ યાદ રાખો કે પીડા ઓછી થવાની પ્રક્રિયા થોડી ધીમી હોય છે માટે તેમાં ધીરજની જરૂર હોય છે.પોલા થઈ ગયેલ અને કહોવાઈ ગયેલ દાંતના પોલાણમાં લવિંગ અને કપૂર અથવા તજ અને હિંગ વાટી દબાવી લેવાથી આરામ મળે છે.
ડુંગળી :
ડુંગળી દાંતના દર્દ માટેનો ઉત્તમ ઘરેલું ઉપચાર છે. જે વ્યક્તિ દરરોજ કાચી ડુંગળી ખાય છે તેને દાંતના દર્દની ફરિયાદ રહેવાની સંભાવના બહુ ઓછી રહે છે. કારણ કે ડુંગળીમાં કેટલાંક એવા ઔષધિય ગુણો હોય છે જે મોઢાના જીવાણું, બેક્ટેરિયાનો નાશ કરે છે. જો તમારા દાંતમાં પીડા થતી હોય તો ડુંગળીના ટૂકડાને પીડા કરતા દાંતની પાસે રાખો અથવા ડુંગળી ચાવો. આમ કરવાથી થોડી જ વારમાં તમે રાહતનો અનુભવ કરશો.
લસણ :
લસણ પણ દાંતના દર્દમાં રાહત પહોંચાડે છે. વાસ્તવમાં લસણમાં એન્ટીબાયોટિક ગુણો હોય છે જે અનેક પ્રકારના ઇન્ફેક્શન સામે લડવાની ક્ષમતા ધરાવે છે. જો તમારા દાંતનો દર્દ કોઇ ઇન્ફેક્શનને કારણે થયો હશે તો લસણ તે ઇન્ફેક્શનને દૂર કરી દેશે જેનાથી તનો દર્દ પણ છુમંતર થઇ જશે. આ માટે તમારે લસણની બે ત્રણ કળીઓ કાચી ચાવી જવી.લસણને કાપીને કે તેના ટૂકડાં કરીને પીડા થતી હોય તે દાંત પાસે રાખી શકાય છે. લસણમાં એલિસિન હોય છે જે દાંતની પાસેના જીવાણું, કીટાણુંનો નાશ કરે છે. પણ લસણનો ઉપયોગ તેને કાપ્યા કે પીસ્યા બાદ તુરંત કરવો. વધારે સમય સુધી તે ખુલ્લામાં રહેવાથી તો તેમાં રહેલું એલીસિન ઉડી જાય છે અને પછી તેનો કોઇ ખાસ લાભ થતો નથી.
મીઠા ના પાણી ના કોગળા :
સામાન્ય ગરમ પાણીમાં એક ચમચી મીઠું નાંખી કોગળા કરવા. આવા પાણીથી દિવસમાં ત્રણ-ચારવાર કોગળા કરવાનું રાખવું. મીઠાના સંપર્કમાં આવ્યા બાદ મોઢામાં રહેલા કીટાણું, જીવાણુંનો નાશ થશે. આના કારણે તમને રાહત મળશે.દાંત પીળા પડી ગયા હોય તો પીસેલું મીઠું અને ખાવાનો સોડા મેળવીને દાંતે ઘસવાથી પીળાશ મટે છે.
અન્ય ઉપાયો:
સવારના પહોરમાં કાળા તલ ખૂબ ચાવીને, ખાઈને, ઉપર થોડું પાણી પીવાથી દાંત મજબૂત બને છે.વડની વડવાઈનું દાંતણ કરવાથી હલતા દાંત મજબૂત બને છે.તલનું તેલ હથેળીમાં લઈ આંગળા વડે પેઢા પર ઘસવાથી હાલતા દાંત મજબૂત બને છે.લીંબુનો રસ દાંતના પેઢા પર ઘસવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે.તલના તેલનો કોગળો મોઢામાં દસ-પંદર મિનિટ ભરી રાખવાથી પાયોરિયા મટે છે અને દાંત મજબૂત બને છે.સરસિયાના તેલ સાથે મીઠું મેળવીને દાંત ઘસવાથી પાયોરિયા મટે છે.ફુલાવેલી ફટકડીનો પાઉડર દાંતના પેઢા પર દબાવવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે.
દાંતનું પેઢું સુજી ગયું હોય તો મીઠાના ગાંગડાથી તેને ફોડી તેના પર ફુલાવેલી ફટકડીનો પાઉડર લગાડવાથી દુઃખાવો મટે છે.તેલ, લીંબુનો રસ અને મીઠું મેળવી દાંતે ઘસવાથી દાંતનો દુઃખાવો, દાંતની પીળાશ અને દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે.સફરજનના રસ સોડા સાથે મેળવી દાંત ઘસવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે અને દાંતની છારી મટે છે.કોફીનો ઉકાળો કરી તેના કોગળા કરવાથી દાંતનો સડો અને દાંતનો દુઃખાવો મટે છે.કાંદો ખાવાથી દાંત સફેદ દૂધ જેવા થાય છે.રોજ સવારે મેથી પાણીમાં પલાળીને નરણે કોઠે ખાવાથી પાયોરિયા મટે છે.તુલસીનાં પાન ચાવવાથી અને તુલસીનાં પાનનાં ઉકાળાના કોગળા કરવાથી દાંત અને પેઢાં મજબૂત બને છે.
જાંબુના ઝાડની છાલ ધોઈ, સ્વચ્છ કરી, અધકચરી ખાંડી, શેર પાણીમાં નાખી ઉકાળવી, અડધો શેર પાણી બાકી રહેતાં તે પાણી ઠંડુ કરી કોગળા કરવાથી દાંતનાં પેઢા મજબૂત થાય છે તથા પાયોરિયા મટે છે.વડનું દૂધ વડના પત્તા ઉપર લઈ તેની પેઢાં ઉપર માલિશ કરવામાં આવે તો હાલતા દાંત પણ મજબૂત રીતે ચોટી જાય છે.
૧૦ ગ્રામ મરી અને ૨૦ ગ્રામ તમાકુની કાળી રાખ બારીક પીસી સવાર-સાંજ દાંતે ઘસવાથી પાયોરિયામાં ફાયદો થાય છે.
જીરાને શેકીને ખાવાથી પાયોરિયાની દુર્ગંધ દૂર થાય છે.