દરેક રોગો મટાડી દેશે માત્ર આ એક જ છોડ, માનવ સ્વાસ્થ્ય માટે આટઆટલા તો છે તેના ફાયદા, જાણવા માટે અહી ક્લિક કરો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

સુવાના ફૂલ પીળા રંગના અને ગુચ્છામાં હોય છે. સુવાના ફૂલ નાના પરંતુ, એક જ ગુચ્છામાં ઘણાં બધા થતા હોવાથી આયુર્વેદમાં તેને ‘શતપુષ્પા’ કહેવામાં આવે છે. ગાર્ડન સુવાદાણા, જે એક હજાર વર્ષથી વધુ લોકો માટે જાણીતા છે, તે વિવિધ દેશો અને પ્રદેશોની વાનગીઓમાં વપરાય છે. હેલ્લાસ અને પ્રાચીન રોમના રહેવાસીઓએ પણ કુદરતી પીડા નિવારણ માટે સુવાદાણાનો ઉપયોગ કરે છે.

સુવા ના ૨ થી ૩ ફૂટ ઊંચા છોડને બેસર અને ગોરાડુ પ્રકારની જમીન માફક આવે છે. ભારતમાં તે સર્વત્ર થાય છે. ગુજરાતમાં પણ તેની ઘણી ખેતી થાય છે. સુવાની એક જંગલી જાત વનસુવા તરીકે ઓળખાય છે. તેનાં ગુણો પણ સુવાના જેવા જ હોય છે. સુવાદાણા સ્વાદમાં કડવા અને તીખા, ગરમ, રુચિકર, ભૂખ લગાડનાર, આહાર પચાવનાર, બળપ્રદ, હૃદય માટે હિતકારી, પિત્તવર્ધક, વાયુનાશક, મૂત્રનું પ્રમાણ વધારનાર તેમજ કફ, કૃમિ, શૂળ, આફરો તથા વાયુના વિકારોને મટાડે છે.

સુવાદાણા, તલ અને અજમો સરખા પ્રમાણમાં ભેળવી તે પલળે તેટલો લીંબુનો રસ નાખવો. તેમાં મીઠાને બદલે સંચળ અને હળદર ઉમેરી સારી રીતે ભેળવી ૩-૪ કલાક પલાળવું, ઘરમાં જ ઢાંકીને થોડું સૂકાયા બાદ લોખંડના તાંસળામાં ભેજ ઉડે તેવું હલકું શેકવું. તેમાં રહેલાં તેલ બળી ન જાય તે માટે જરૂર પૂરતું જ શેકી, ઠંડુ થયે કાચની બોટલમાં ભરી લેવું. આ મુખવાસ જમ્યાબાદ ૫ ગ્રામ જેટલો ચાવીને ખાવો. અપાનવાયુનાં અસંતુલનથી થતી આંતરડાની નબળાઈ, કબજીયાત, અપચામાં પણ આ મુખવાસ ફાયદાકારક છે. .

રાસાયણિક દૃષ્ટિએ સુવાદાણામાંથી ૩ થી ૪% એક સુગંધિત તેલ અને એક સ્થિર તેલ પ્રાપ્ત થાય છે. આ સિવાય તેમાંથી ‘એપિઓલ’ નામનું તત્ત્વ પણ મળી આવે છે. સુવાદાણામાં જોવા મળતા વિટામિનની શ્રેણીમાં પ્રથમ એ એસ્કોર્બિક એસિડ છે. શરીર માટે સુવાદાણાની હળવા એન્ટિસ્પેસમોડિક અસર શ્વસન રોગો, જેમ કે શરદી અને એલર્જી, ખાંસી અને છીંક માટે ઉપયોગી છે. આ ઉપરાંત, આ છોડના આવશ્યક તેલમાં એન્ટિહિસ્ટેમાઈન ગુણધર્મ છે. અને એલર્જી પીડિત લોકોની તકલીફ દૂર કરી શકે છે.

સ્ત્રીઓ માટે, સુવાદાણા દુખદાયક માસિક સ્રાવ માટે ઉપયોગી છે. સુવાદાણામાં ધાવણની વૃદ્ધિ અને ગર્ભાશયની શુદ્ધિ કરવાની શક્તિ રહેલી છે. પ્રસૂતિ પછી સ્ત્રીની ભૂખ-મંદ-ઓછી થઈ જાય છે, શરીરમાં વાયુની વૃદ્ધિ થાય છે. તથા શરીરનું તાપમાન થોડું વધારે રહે છે. આ સ્થિતિને સુધારવા માટે સુવા એક ઉત્તમ અને નિર્દોષ આયુર્વેદિય ઔષધ છે.

પ્રસૂતિ પછી એક ચમચી કાચા સુવાદાણા એટલી જ સાકર સાથે સવારે, બપોરે અને સાંજે ખૂબ જ ચાવીને ખાવાથી ગર્ભાશયની શુદ્ધિ થવાની સાથે ઉપરોક્ત સ્થિતિમાં પણ સુધારો થાય છે. તેમજ ધાવણ પણ પૂરતા પ્રમાણમાં આવવા લાગે છે. સુવાવડ પછી સામાન્ય અવસ્થામાં પણ સુવાદાણાનો ઉપયોગ જેમ બને તેમ વધુ કરવાથી કમરનો દુઃખાવો, પેઢુનો ભાગ ફૂલી જવો અથવા ગર્ભાશયનું સંકોચન બરાબર ન થવું, સફેદ પાણી પડવું વગેરે કોઈ વિકૃતિ થતી નથી. સુવાવડ પછી સુવા ખવરાવવાનો  રિવાજ આયુર્વેદની દૃષ્ટિએ ઘણો જ હિતકારી છે.

સુવાદાણા સંતાનપ્રદ પણ છે. નિઃસંતાન સ્ત્રીઓ માટે તે આશીર્વાદ સમાન છે. રોજ સવારે સુવાનું ચૂર્ણ એક ચમચી શક્તિ અનુસાર લઈ, ઘીમાં મેળવી ચાટી જવું. આ પ્રમાણે એક મહિનો ઉપચાર કરવાથી સંતાન રહિત સ્ત્રીઓને સંતાન અવતરે છે. આ ઉપચારથી વૃદ્ધોમાં યુવાનો જેવી શક્તિ આવે છે. સુવાદાણા બુદ્ધિ અને સ્મરણ શક્તિવર્ધક છે. બુદ્ધિની મંદતા જણાતી હોય ખાસ કરીને મોટી ઉંમરમાં સ્મરણ શક્તિની ક્ષીણતા જણાતી હોય ત્યારે, રોજ સવારે એક ચમચી જેટલા સુવાદાણા નું ચૂર્ણ મધ અથવા ઘી સાથે ચાટી જવાથી થોડા દિવસમાં બુદ્ધિ તથા ગ્રહણ શક્તિમાં સુધારો થાય છે.

સુવા ઉત્તમ વાયુનાશક ઔષધ છે. વાયુનાશક હોવાથી તે પેટનો દુખાવો, ગેસ, આફરો વગેરે માં રાહત આપે છે.પાચનતંત્રની તકલીફોમાં સારું પરિણામ આપે છે. અડધી ચમચી જેટલા સુવાદાણા દર બે-ત્રણ કલાકે ચાવીને ઉપર ગરમ પાણી પીતા રહેવાથી પેટની આ તકલીફોમાં ઘણો ફાયદો થાય છે. ઝાડામાં દુર્ગંધ આવતી હોય કે આમ આવતો હોય તેમજ પેટ ભારે લાગતું હોય, એમાં પણ સુવાદાણા હિતકારી ઔષધ છે. સુવાદાણા અને મેથીનું એક ચમચી ચૂર્ણ દહીંના મઠામાં મેળવીને લેવાથી આ તકલીફો મટે છે.

જઠરાગ્ની પ્રબળ કરવા ઘી સાથે, રુપની ઈચ્છા રાખનારે મધ સાથે, બળ પ્રાપ્તીની કામનાવાળાએ સાકર અને ઘી અથવા તો તલના તેલ સાથે અને જેમની બરોળ વધી ગઈ હોય તેમણે સરસીયા તેલ સાથે સુવાદાણાનો ઉપયોગ કરવો જોઈએ. સુવાદાણા અડધી ચમચી અને ગોળ એક ચમચી ખુબ ચાવીને ખાવાથી ભુખ ખુબ જ લાગે છે.

સુવાદાણાની ગ્રીન્સમાં, શરીર માટે ઉપયોગી, અન્ય વિટામિન્સ અને ખનિજો વચ્ચે, ત્યાં પૂરતું કેલ્શિયમ છે, જે હાડપિંજર સિસ્ટમના સ્વાસ્થ્ય માટે અનિવાર્ય છે. કોઈપણ ઉંમરે, સુવાદાણા અસ્થિભંગ, ઉઝરડા અને તિરાડોના ઉપચારને પ્રોત્સાહન આપે છે.

સુવાદાણામાં બીટા કેરોટિન, ટોકોફેરોલ અને બી વિટામિન્સ હોય છે. સુવાદાણા ગ્રીન્સની મેક્રોઇલેમેન્ટ રચનામાં તાંબુ, પોટેશિયમ અને સોડિયમ, મેગ્નેશિયમ, જસત અને મનુષ્યો માટેના અન્ય પદાર્થો શામેલ છે. લેટીસ અથવા સ્ટયૂમાં સુવાદાણા શરીરને આયર્ન અને ફોસ્ફરસથી ભરી દે છે.  અને સુવાદાણાના સક્રિય ઘટકોની જીવાણુ નાશકક્રિયા, સુખદ અને એનાલજેસિક અસર કરે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top