ખારેક માત્ર પૌષ્ટિક મેવો નહીં પણ એક અમૂલ્ય ઔષધી પણ છે.લીલી ખજૂર સૂકવી ને ખારેક બનવામાં આવે છે. ખારેકનો મેવો બહુ ગુણદાયી છે. ખજૂર દાહ શમન કરે છે. દાહ અર્થ બળતરા થાય છે. અંગ ધખતા હોય, તાવ માપો તો ન આવે, લાગતી હોય ત્યારે જેમ ખડી સાકર ગુણ કરે તેમ ગુણ કરે છે.
પરિશ્રમથી હાંફ ચઢે, કફ થાય, શરીર અને ક્ષીણ થતું હોય ત્યારે ખજૂર અને ખારેક પોશક બને છે. રાજનિઘંટકારે કહ્યું છે કે એમાં ગુણ ઘણા છે પણ એ અગ્નિ ને મંદ કરે છે. એટલે પચવામાં ભારે છે. આપણે પચાવવાની યોગ્યતા કેળવવી પડે. જેની પાચનશક્તિ સાવ નબળી હોય તે ખજૂરનો ઉપયોગ ખૂબ કરે તો કફ અને વાયુ થાય છે. ખજૂરમાં પણ અનેક જાત છે.આફ્રિકા, ઈજિપ્ત, સીરીયા અને આરબ દેશમાં ખજૂર સરસ થાય છે.
એમાં લોહ અને કેલક્ષીયમ હોવાથી લોહીમાં હિમોગ્લોબીન વધારે છે. શરીરની થકાવટ દુર કરવા ખજૂર ઉપયોગી છે. એક બાજુ સંસ્કૃતમાં ખજૂરને પવનેષ્ટા કહી છે બાજુ એને હરિપ્રિયા કહે છે. ખજૂર અને ખારેક માં ભેદ શું? એના ઉત્તરમાં બંને સરખા ગુણકારક હોય છે. સૂંઠ સૂકી હોય છે. ખજૂર નરમ હોય છે. ખારેક સૂકી હોય છે.
રસ્તામાં રેકડી ઉપર વેચાતી ખજૂર ખાવા કરતાં પૅકિંગ વાળી સારી ખજૂર ખાવી વધારે યોગ્ય છે. સિરાઝ યુનિવર્સિટીમાં મેડિકલ રિસર્ચ ડિપાર્ટમેન્ટ માં ગયા હતા ત્યાં ખારેક ની છાલમાંથી પહેલા ઉપયોગી સત્ત્વ [આલ્કેલોઈડ] પ્રાણીઓમાં સંશોધન થતાં જણાયું કે એ ઉત્તમ વીર્યવર્ધક છે. ઉંદર, સસલા, ગીની પગ, પર અખતરા ના આ વાત પુરવાર થઈ હતી. એ વિભાગના વડા ને પૂછયું ત્યારે જણાવ્યું કે ખારેક ખરેખર બળવર્ધક છે.
આપણા ગુજરાતી ભાષામાં વીર્ય શબ્દનો અર્થ શું કરીએ છીએ, પરંતુ વીર્ય શબ્દનો અર્થ બળ થાય છે, એટલે બ્રહ્મચારી કે ગૃહસ્થી કે વૃદ્ધ વ્યક્તિ એનો ઉપયોગ બલવર્ધક તરીકે કરે. પ્રેગ્નન્સી દરમિયાન ખારેક ખાવી ખુબ જ લાભદાયક છે. મજબૂત હાડકાંનું નિર્માણ, એલર્જી સામે રક્ષણ અને મગજને તંદુરસ્ત રખવું વગેરે ઉપરાંત, તે પ્રેગનન્સી દરમિયાન હેમરોઈડ્સ જેવા રોગ સામે પણ રક્ષણ આપે છે.
ખારેકમાં રહેલા દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાયબર, આંતરડામાં રહેલા તંદુરસ્ત બેક્ટેરિયાની વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે. આનાથી ચહેરા પર કરચલી નથી પડતી અને બોડીમાં નવા સેલ્સનું નિર્માણ થાય છે. ખારેક પુરુષ અને સ્ત્રી બંને માટે ચેતના વધારે છે.
ઘણા લોકોને ઘડપણમાં વારંવાર પેશાબ આવે છે. આ સમસ્યા માટે દિવસમાં બે ખારેક ખાવાથી ફાયદાકારક સાબિત થાય છે. ખારેકવાળું દૂધ પણ લાભદાયક છે. જો તમારો છોકરો પથારીમાં પેશાબ કરે છે તો એને દરરોજ સુતા પહેલા એક ગ્લાસ દુધમાં બે ખારેક મિક્ષ કરીને પીવડાવવું જોઈએ. ખારેકમાં ઘણી માત્રામાં વિટામીન ‘એ’ અને ‘બી’ મળી આવે છે, જે સ્કીન માટે ફાયદાકારક છે.
એટલે જ શક્તિવર્ધક તમામ પાકોમાં ખારેકનો ઉપયોગ થયો છે. એ શુક્ર ધાતુ અને પુષ્ટ કરે છે. ખજૂર પચવામાં ભારે છે ખારેક આટલી ભારે નથી. પંડિત ભાવ મિથે ‘બલ’ અને ‘શુક્ર ને ઉત્પન્ન કરનારી કહી છે. એને ‘વૃષ્ય’ પણ કહી છે. પ્રસન્ન દાંપત્ય ઉપરાંત પુરુષના વીર્યમાં શુક્ર બીજ અને એની ગતિશીલતા વધારનારી ગણી છે.
ખારેક ખાવથી માત્ર હેલ્થને લાભ નથી થતો, પરંતુ સ્કીનને પણ લાભ થાય છે.ખારેકમાં વિટામિન સી, ઇ અને ડી નું પ્રમાણ ખુબ જ રહેલું છે. ખારેકમાં રહેલા ફલેવોનોઈડ્સ, ફાયટોહોમૉન્સ અને એન્ટીઑકિસડન્ટ્સ ચામડી પર વિરોધી રીતે અસર કરે છે. ખારેકનો નિયમિત વપરાશ કરવાથી શરીરમાં મેલાનિનનું સંચય થતું રોકી શકાય છે.
ખારેકના ઠળિયા કાઢી ઉપરની છાલ અધકચરી કરી તેમાં બદામ, પિસ્તા, ચારોળી, મોગલાઈ બે દાણા તથા સાકર ની ભૂકી નાખી એટલા જ પલળે તેટલા ઘીમાં તળી અને રોજ એક થી બે ખારેક લેવાથી ધાતુ પુષ્ટિ થાય છે. પિત્તનું શમન થાય છે. બરાબર ચાવીને લેવી. ખારેક, સૂંઠ, દ્રાક્ષ અને સાકર થોડા દૂધ અને ધીમાં પીવાથી ઝીણો તાવ મટે છે.
ખારેકના ઠળિયા માં પણ ગુણ છે. એના ઠળિયા પાણીમાં ઘસી એનો લેપ કપાળ ઉપર કરવાથી દુખાવો ઘટે છે. નવાઈ લાગે તેવો પ્રયોગ અને ઠળિયાને બારીક વાટી એનો ધૂપ કરવા થી હરસમાં લાભદાયક બને છે. એના બીજની રાખો બારીક વાટી, કપૂર, રસવંતી, હાથીદાંતના હેરની ભસ્મ થી સાથે મેળવી લગાડતાં માથામાં ઉંદરી અને ચાઈના નવા વાળ ઉગી આવે છે.