દમ, શ્વાસ અને ફેફસાંના દરેક રોગનું મુખ્ય કારણ છે આનું સેવન, એકવાર જરૂર વાંચવા જેવી માહિતી..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

સિગારેટ એક એવું ઝેર છે જેને કોઇ પણ સ્વરૂપે શરીરમાં દાખલ કરો એ શરીરને નુકસાન કર્યા વગર નહીં રહે. સિગારેટ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ વાત તમામ લોકો જાણે છે. પરંતુ તેમ છતાં સિગારેટ પીવાની છોડશે નહીં. સિગારેટ પીવાથી વ્યક્તિની શારીરિક અને માનસિક સ્થિતિ ખરાબ થઈ જાય છે. તેમજ વ્યક્તિ પોતાને અસ્વસ્થ અનુભવે છે.

તો ચાલો આજે અમે તમને જણાવીએ સિગરેટ પીવાથી થતી ભયંકર બીમારીઓ : સિગારેટ માં રહેલ તંબાકુમાં ઘણા ઓક્સીડેંટ મળી આવે છે જે આંખોને નુકસાન પહોંચાડે છે તેનાથી આંખોની ભીનાશ ખલાસ થવી, મોતિયાબિંદ, લેડજનરેશન અને ઓપ્ટિક ન્યુરોપેથી ની તકલીફ થવા લાગે છે.

સિગારેટ પીવાથી વ્યક્તિના શરીરમાં ઓક્સીજનનો ફ્લો ધીરે ધીરે ઓછો થવા લાગે છે. જેની અસર હ્રદય પર પડે છે. તેનાથી વ્યક્તિને શ્વાસ લેવામાં પરેશાની થાય છે. અને વ્યક્તિને હ્રદય સંબંધિત બીમારી થઇ જાય છે. એટલા માટે વ્યક્તિએ એ વાતનું ધ્યાન રાખવું જોઇએ અને સિગારેટ પીવાની છોડવી જોઈએ.

સિગારેટમાં રહેલા કેમિકલ મોઢાની લાળ સૂકવવા કેવીટી અને દાંતને નબળા કરવા જેવી તકલીફો ઉત્પન કરે છે તેનાથી મોઢાનું કેન્સર થવાની શક્યતા વધી જાય છે. સિગારેટમાં રહેલા નિકોટીન શરીરમાં એસ્ટ્રોજન હાર્મોન ના ફેટને ઓછી કરે છે તેનાથી હાડકા નબળા પડે છે.

જ્યારે આપણે સિગારેટનું સેવન કરીએ છીએ તેનાથી શરીરની કોશિકાઓમાં રક્તનો પ્રવાહ યોગ્ય રીતે થતો નથી. જેના કારણે વ્યક્તિને ધીરે ધીરે ત્વચાના રોગ થાય છે. તેનાથી મનુષ્યની ત્વચા ખરાબ થવા લાગે છે. એટલા માટે ભૂલથી પણ સિગારેટનું સેવન ન કરવું જોઇએ. સિગારેટ નો ધુમાડો શરીરમાં લોહી સર્ક્યુલેશન ને ઓછું કરી દે છે તેનાથી કીડની ખરાબ થવાની શક્યતા ૫૧ ટકા સુધી વધી જાય છે.

સિગારેટ પીવાથી વ્યક્તિના શરીરનું બ્લડ સર્ક્યુલેશન અનિયંત્રિત થવા લાગે છે. જેનો પ્રભાવ વ્યક્તિના મગજ પર પડે છે. તેનાથી મગજમાં સ્ટ્રેસ હાર્મોન્સનું લેવલ વધવા લાગે છે. અને વ્યક્તિ અનેક પ્રકારની માનસિક બીમારીનો શિકાર બને છે. સિગારેટ પીવાથી વ્યક્તિના મગજમાં તણાવ અને ડિપ્રેશનની સમસ્યા પણ જન્મ લે છે.

સિગારેટ ની સૌથી વધુ ગંભીર અસર લિવર પર થાય છે. સિગારેટને કારણે લિવરમાં ચરબીનો ભરાવો થાય છે, લિવર પર સોજો આવે છે અને છેલ્લે, સાજા ન થઇ શકાય એવી સિરોસિસ તરીકે ઓળખાતી લિવરની ગંભીર તકલીફ ઊભી થાય છે. સિરોસિસ થવાને કારણે લિવરનું મોટાભાગનું કામકાજ ખોરવાઈ જાય છે, પેટમાં પાણીનો ભરાવો (જલોદર) થાય છે અને લોહીની ઉલટી થાય છે, જે ક્યારેક જીવલેણ બની શકે છે.

સિગારેટ પીવાથી માણસને કેન્સરની બીમારી થઇ શકે છે. કારણ કે સિગારેટના ધૂમાડા સીધા ફેફસા પર પડે છે. તેનાથી ફેફસામાં કેન્સર જેવી ખતરનાક બીમારી જન્મ લે છે. આ બીમારીના કારણે ઘણીવાર વ્યક્તિનું મોત પણ થઈ જાય છે. એટલા માટે લોકોએ સિગારેટથી દૂર રહેવું જોઇએ. અને સિગારેટનું સેવન ભૂલથી પણ ન કરવું જોઇએ.

દિવસમાં પાંચ થી છ કપ ઉકાળેલી સિગારેટ પીનાર વ્યકિતના શરીરમાં નુકસનાકારક કોલેસ્ટેરોલનું પ્રમાણ ૯ થી ૧૪ ટકા જેટલું વધે છે. જો કોઈ વ્યક્તિના શરીરમાં નુકસાનકારક કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે તો હૃદયરોગ થવાની શકયતામાં વધારો થાય છે. રેગ્યુલર સિગારેટ પીવાથી ઝેરી ધુમાડો ફેફસામાં જમા થવા લાગે છે તેનાથી ફેફસા નું કેન્સર થવાની શક્યતા ૯૦ % વધી જાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top