શતાવરી એ એક ઔષધીય વનસ્પતિ છે જે હિમાલયના પ્રદેશોમાં જોવા મળે છે. શતાવરીનો છોડ ભારતમાં વસંત ઋતુમાં શાકભાજી તરીકે પણ ઓળખાય છે. આ ખૂબ ઓછી કેલરીયુક્ત આહાર છે. તેના ઉપયોગથી ઘણા શારીરિક ફાયદા થાય છે. તે વજન ઘટાડવા માટે પણ મદદગાર છે.
શતાવરી વિશે બહુ ઓછા લોકો જાણે છે. તેનો ઉપયોગ કેવી રીતે કરવો, કઈ વસ્તુમાં તે ફાયદાકારક છે અને તે શું છે. જો તમે પણ એવા લોકોમાંના એક છો કે જેઓ જાણતા નથી કે શતાવરીનો છોડ શું છે અને તેના ફાયદા શું છે, તો ચાલો તમને તેના વિશે જણાવીએ.
ચાલો જાણીએ શતાવરીના ફાયદા વિશે. શતાવરી અત્યંત મૂત્રલ ઔષધ છે. લીલી શતાવરીના મૂળ ખાંડીને તેનો રસ ૧૦ ગ્રામ કાઢીને તેમાં તેટલું જ દૂધ નાખીને પીવું. તેનાથી તરત જ પેશાબ છૂટે છે. પેશાબ અટક્યો હોય તો આ ઉપાય કરવાથી પેશાબ અટકતો નથી.
ઘણા લોકોને ઊંઘ નથી આવતી આવા લોકોએ દૂધમાં 2-4 ગ્રામ શતાવરીનો પાવડર મિક્સ કરીને તેમાં ઘી ભેળવીને ખાવાથી અનિંદ્રા ની સમસ્યા દૂર થાય છે. તેનો અર્થ એ છે કે શતાવરીનો પાવડર અનિદ્રા માં ખૂબ ફાયદાકારક છે.
પેશાબમાં આગ-બળતરા થતી હોય તો લીલી શતાવરીનો રસ, દૂધ અને તેમાં સાકર નાખીને પીવાથી ફાયદો થાય છે. પથરી સારી કરવા માટે શતાવરીનો રસ પીવો. સાત દિવસ સુધી નિયમિત સવારસાંજ એમ બે વાર રસ પીવાથી પેશાબ પુષ્કળ થઈ પથરી નીકળી જશે.
જે લોકો શારીરિક નબળાઇ અનુભવી રહ્યા છે, અથવા શરીરમાં શક્તિનો અભાવ છે. તેઓને ઘીમાં શતાવરીને મિક્સ કરીને તે તેલયહી માલિશ કરવાથી શરીરની નબળાઈ દૂર થાય છે. સામાન્ય નબળાઈ દૂર કરવામાં શતાવરી ખૂબ જ ફાયદાકારક છે. સગર્ભા સ્ત્રીઓ માટે શતાવરીનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે. સગર્ભા સ્ત્રીઓએ શતાવરી, આદુ, અશ્વગંધા સરખા પ્રમાણમાં લઈ તેનો પાવડર બનાવવો જોઈએ. તેને બકરીના દૂધ સાથે 1-2 ગ્રામ પીવો. તે ગર્ભને સ્વસ્થ રાખે છે.
લીલી શતાવરી ના મળે તો સૂકી શતાવરી ૪૦ ગ્રામ લઈને બાર કલાક પલાળી રાખીને તેનો અડધા લિટર પાણીમાં ઉકાળો બનાવવો. પછી તેમાં તેટલું જ દૂધ અને થોડીક સાકર નાખીને પીવું. તેનાથી પણ ફાયદો ઘણો થાય છે. શરદીમાં પણ શતાવરીનો ઉપયોગ ફાયદાકારક છે. શતાવરીના મૂળનો ઉકાળો બનાવી 15-20 મિલીલીટર પીવાથી રાહત મળે છે. મોટેથી બોલવાથી અથવા રાડો પડવાથી ગળું બેસી જાય ત્યારે શતાવરી અને મધ સાથે ખાંડ ચાટવાથી ફાયદો થાય છે.
શતાવરીનું ચૂર્ણ એક ચમચી બે કપ દૂધમાં નાખી, ૧૦ ગ્રામ સાકર નાખીને ઊભરો આવે તેટલું ગરમ કરીને આવું દૂધ એક અઠવાડિયા સુધી દિવસમાં બે વાર પીવાથી ગમે તેવું પ્રદર ઓછું જ થઈ જાય છે. કોઈપણ રોગ પછીની શરીરમાં શક્તિ લાવવા માટે તેમજ વજન વધારવા માટે શતાવરી વાળું દૂધ પીવું જોઈએ તેનાથી વજન પણ વધે છે. શતાવરીનો ઉકાળો શરીરમાંની ગરમી ઓછી કરે છે.
જો સુકી ઉધરસથી પરેશાન છો તો શતાવરી 10 ગ્રામ, અરડૂસીના પાંદડા 10 ગ્રામ અને અડધો લિટર પાણી 10 ગ્રામ ખાંડ સાથે ઉકાળીને દિવસમાં ત્રણ વખત પીવાથી સુકી ઉધરસ મટે છે. લીલી શતાવરી લાવી ખાંડી તેનો રસ કાઢવો અને રસ જેટલું ચોખ્ખું તલનું તેલ નાખવું. તેને ચૂલા ઉપર મૂકવું.
તેલ કરતાં ચારગણું ગાયનું દૂધ તેમાં નાખીને ધીમા તાપે ઉકાળવું. રસ, દૂધ બધુ બળીને ખાલી તેલ રહે ત્યારે ગાળી લેવું. આ શતાવરી નારાયણ તેલ પીવાથી અર્ધાગ વાયુ, સંધિવા તેમજ સ્ત્રીઓને હિસ્ટીરિયા રોગ મટે છે.
પિત્તના કારણે થનારા પેટના દુખાવામાં અને પેટમાં બળતરા ઉત્પન્ન થાય ત્યારે શતાવરી ખૂબ જ ઉપયોગી છે. દરરોજ સવારે 10 મિલી શતાવરીના રસમાં 10 થી 12 ગ્રામ મધ ભેળવીને પીવાથી એસીડીટીમાં ઘટાડો થાય છે. શતાવરીના મૂળનું ચૂર્ણ દુધમાં પીવાથી એસીડીટી મટે છે. સાથે મોઢામાં ચાંદા અને આંતરડાની ગરમીમાં પણ શતાવરી ખુબ જ ઉપયોગી ઔષધી છે.