શાસ્ત્રોમાં માતા લક્ષ્મીના બે સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. એક છે ધન-સૌભાગ્ય પ્રદાન કરતાં દેવી લક્ષ્મી અને બીજા છે અલક્ષ્મી. અલક્ષ્મી દરિદ્રતાની અધિષ્ઠાત્રી દેવી છે. અલક્ષ્મી અધર્મના પત્ની છે અને દેવી લક્ષ્મીની મોટી બહેન હોવાનું માનવામાં આવે છે. એક જ દેવીના આ અલગ અલગ સ્વરૂપ છે ફળ પણ અલગ અલગ આપે છે.
માતા લક્ષ્મી ઘરમાં સુખ, શાંતિ અને વૈભવ લાવે છે. જ્યારે અલક્ષ્મી ક્લેશ, દરિદ્રતા લાવે છે. અનૈતિક કામ કરનાર જે પૈસા કમાય છે તેનાથી અલક્ષ્મીનો પ્રવેશ થાય છે. આવા ઘરમાં ધન તો હોય છે પરંતુ આંતરીક પ્રેમ, શાંતિ જોવા મળતી નથી. આવી કમાણી વ્યક્તિના દુર્ભાગ્યને આમંત્રણ આપે છે.
જે ઘરમાં લોકો અસત્યનો સાથે દેતાં હોય, જુગાર રમાતો હોય, સ્ત્રી-પુરુષ ચરિત્રહિન હોય, એક કરતાં વધુ સંબંધોમાં રાચતાં હોય, પિતૃઓ પાછળ શ્રાદ્ધ કર્મ ન થતું હોય, પૂજા-પાઠ ન થતાં હોય, સંધ્યા સમયે જે લોકો સૂવે છે, જે ઘરમાં સ્ત્રી અને મહેમાનનું સન્માન નથી થતું આવા ઘરમાં થાય છે અલક્ષ્મીનો વાસ.
શાસ્ત્રોમાં જણાવાયું છે કે જે ઘરમાં ઉપરોક્ત દૂષણ હોય છે ત્યાં અલક્ષ્મીનો સદા વાસ રહે છે. આવા લોકોને આર્થિક, સામાજિક, કૌટુંબિક તેમજ શારીરિક નુકસાન પણ ભોગવવું પડે છે. આ દુર્ગતિથી બચવા માટે અને ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય તે માટે શ્રી સૂક્તનો પાઠ રામબાણ ઉપાય છે. ઋગ્વેદમાં પણ જણાવાયું છે કે શ્રી સૂક્તનો પાઠ જે ઘરમાં થાય છે ત્યાંથી અલક્ષ્મી દુર થાય છે. આ પાઠ જે ઘરમાં રોજ થાય છે ત્યાં પાપ કર્મ થતાં નથી અને અધર્મનો પૈસો પણ અટકે છે.
ધન સંબંધિત સમસ્યાઓને જીવનમાંથી દૂર કરવી હોય તો ધનના દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા જરૂરી હોય છે. માતા લક્ષ્મી તેના ભક્તોની શ્રદ્ધાથી કરેલી પૂજાને વિફળ જવા દેતાં નથી. તેમાં પણ જે ભક્ત તેમના અતિ પ્રિય શ્રીસૂક્તના પાઠ શુક્રવારે કરે છે તેના પર લક્ષ્મીજી સદા પ્રસન્ન રહે છે.
પૌરાણિક માન્યતાનુસાર જે વ્યક્તિ શ્રીસૂક્તનો પાઠ દરરોજ એક વાર કરે છે તેના જીવનમાં ઐશ્વર્યની ખામી રહેતી નથી. માતા લક્ષ્મીની આ આરાધનાથી રુષ્ઠ થયેલા લક્ષ્મીજી પણ પ્રસન્ન થઈ જાય છે અને વર્ષોની દરિદ્રતા પણ દૂર કરી દે છે. જ્યારે જીવનમાં ક્લેશ, દરિદ્રતા વધી જાય ત્યારે લક્ષ્મીજીની આ વિધિ-વિધાનથી પૂજા કરવી. નીચે આપેલો શ્રીસૂક્તનો પાઠ શ્રદ્ધા પૂર્વક કરવો. તમે પણ આ પાઠ આવતી કાલથી જ શરૂ કરી દો લક્ષ્મી માતાને પ્રસન્ન કરનારી આ પૂજા.
હરિ : ૐ, હિરણ્યવર્ણા હરિણી સુવર્ણરજતસ્ત્રજામ્ |, ચન્દ્રાં હિરણ્યમયીં લક્ષ્મીં જાતવેદો મ આવહ ॥1॥, તાં મ આવહ જાતવેદો લક્ષ્મીમનપગામિનીમ્ |, યસ્યાં હિરણ્યં વિન્દેયં ગામશ્વં પુરુષાનહમ્ ॥2॥
અશ્વપૂર્વાં રથમધ્યાં હસ્તિનાદપ્રબોધિનીમ્ |, શ્રિયં દેવીમુપહવયે શ્રીર્માંદેવી જુષતામ્ ॥3॥, કાસોસ્મિતાં હિરણ્યપ્રાકારાં આદ્રાઁ જવલન્તીં તૃપ્તાં તર્પયન્તીમ |, પદ્મેસ્થિતાં પદ્મવર્ણાં તામિહોપહવયેશ્રિયમ્ ॥4॥, ચંદ્રા પ્રભાસાં યશસા જવલન્તીં શ્રિયં લોકે દેવજુષ્ટામુદારામ |, તાં પદ્મિનીમીં શરણમહં પ્રપદ્યેડલક્ષ્મીર્મેનશ્યતાં ત્વાં વૃણે ॥5॥
આદિત્યવર્ણે તપસોડધિજાતો વનસ્પતિસ્તવવૃક્ષોથ બિલ્વ: |, તસ્ય ફલાનિ તપસાનુદન્તુ માયાન્તરાયાશ્ય બાહ્યા અલક્ષ્મીં ॥ 6 ॥
ઉપૈતુ માં દેવસખ: કીર્તિષ્વમણિના સહ |, પ્રાદુર્ભૂતો સુરાષ્ટ્રેડસ્મિન કીર્તિમૃદ્ધિં દદાતુ મે ॥ 7 ॥, ક્ષુત્પિપાસામલાં જયેષ્ઠાં અલક્ષ્મીં નાશયામ્યહમ |, અભૂતિમસમૃદ્ધિં ચ સર્વાનિર્ણુદ મે ગૃહાત્ ॥ 8॥
ગન્ધદ્વારાં દુરાધર્ષા નિત્યપુષ્ટાં કરીષિણીમ |, ઇશ્વરી સર્વભૂતાનાં તમિહોપહવયે શ્રિયમ ॥ 9 ॥, મનસ: કામમાકૂતિં વાચ: સત્યમશીમહિ |, પશૂનાં રૂપમન્ન્સ્ય મયિ શ્રી : શ્રયતાં યશ: ॥ 10॥, કર્દમેન પ્રજાભૂતા મચિ સંભવ કર્દમ |, શ્રિયં વાસય મે કુલે માતરં પદ્મમાલિનીમ ॥ 11 ॥
આપ: સ્ત્રજંતુ સ્નિગ્ધાનિ ચિકલિત વસ મે ગૃહે |, નિ ચ દેવીં માતરં શ્રિયં વાસય મે કુલે ॥ 12 ॥, આદ્રાઁ પુષ્કરિણીં પુષ્ટિં પિંગલાં પદ્મમાલિનીમ |, ચન્દ્રાં હિરણ્મયીં લક્ષ્મીં જાતવેદો મ આવહ ॥ 13 ॥, આદ્રાઁ ય: કરિણીં યષ્ટિં સુવર્ણા હેમમાલિનીમ |, સૂર્યાં હિરણ્મયીં લક્ષ્મીં જાતવેદો મ આવહ ॥ 14 ॥
તાં મ આવહ જાતવેદો લક્ષ્મીમનપગામિનીમ |, યસ્યાં હિરણ્યં પ્રભૂતં ગાવો દાસ્યોશ્વાન વિન્દેયં પુરુષાનહમ ॥ 15 ॥, ય: શુચિ: પ્રયતો ભૂત્વા જુહુયાદાજયમન્વહમ |, સૂક્તં પંચદશર્ચં ચ શ્રીકામ: સતતં જપેત ॥ 16 ॥, ॥ ઇતી શ્રી સૂક્તમ સમાપ્તમ ॥