વગર દવાએ દમ, શરદી, ઉધરસ, ગળા અને ફેફસામાં જામેલાં કફને દૂર કરવાનો 100% અસરકારક ઘરેલુ ઉપચાર છે આ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

હવામાં વાયરસનું પ્રમાણ વધતા જ શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓ થવા લાગે છે. આ શરદી અને ઉધરસ સામાન્ય લાગતી બીમારી છે, પરંતુ જયારે આ શરદી ઉધરસ સાથે ન્યુમોનિયા કે કોરોના જેવા વાયરસ ભળી જાય છે ત્યારે શરીરમાં રહેલા કફમાં ભળીને પોતાનું સંક્રમણ ફેલાવે છે.

તો આજે અમે તમને જણાવીશું શરદી, ઉધરસ, દમ, ફેફસામાં જામેલા કફને દૂર કરવાના ઉપચાર. ગરમ કરેલા દૂધમાં હળદર અને ઘી મેળવી પીવાથી ઉધરસ અને કફ મટે છે.હળદર અને મીઠાવાળા તાજા શેકેલાં ચણા એક મુઠ્ઠી જેટલા સવારે તથા સાંજે સુતી વખતે ખાવાથી (ઉપર પાણી ન પીવું) કાયમી શરદી અને ઉધરસ રહેતી હોય તે મટે છે.

દરરોજ થોડી ખજૂર ખાઈ ઉપર ચાર-પાંચ ઘુટડાં ગરમ પાણી પીવાથી કફ પાતળો બનીને ગળફાના રૂપમાં બહાર નીકળે છે, ફેફસાં સાફ થાય છે અને શરદી-સળેખમ મટે છે. શરદી ઉધરસ માં ગોળ ખાવું એ ખુબજ ફાયદાકારક માનવામાં આવે છે. આ દરમિયાન ખાવામાં પણ ખાંડ ની જગ્યાએ ગોળનું સેવન કરવું. શરદી ઉધરસ થી છુટકારો મેળવવા માટે ગોળને આદુ સાથે ગરમ કરીને ખાવું જોઈએ.

ફેફસાંની બીમારીમાં અજમાનું ચૂર્ણ લેવાથી કફ ઉત્પન્ન થતો અટકાવે છે, અને ભેગો થયેલો કફ ઢીલો થઈને બહાર નીકળવા માંડે છે.ઉધરસ અથવા દમના રોગમાં શ્વાસના હુમલા વખતે અજમાના રસને પાણીમાં નાખી ગરમ કરી પીવડાવવાથી હુમલામાં રાહત થાય છે. એનાથી લોહી પણ શુદ્ધ થાય છે.

સફેદ મરીમાં રહેલો ગરમ સ્વભાવ અને એન્ટી ઓક્સીડેંટ ગુણ શરદીના વાયરસનો નાશ કરે છે. શિયાળાની ઋતુમાં વાયરસ અને કફનો પ્રકોપ વધારે હોય છે આવા સમયે સફેદ મરીનું સેવન કરવાથી ફેફસાની અંદર રહેલો કફ ઓગળીને બહાર નીકળે છે. તેમજ ગળામાં બળવાની તેમજ સોજો આવી જવાની સમસ્યા ઠીક થાય છે.

જો કોઈ વ્યક્તિ ને દમ છે અથવા શ્વાસ સંબંધિત તકલીફ છે, તો તેના માટે તુલસી નું પાણી ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.  તુલસી માં કફ, વિરોધી અને રોગપ્રતિકારક શક્તિ છે જે અસ્થમા જેવા રોગો ને રોકવા માં મદદ કરે છે. આ સિવાય શરદી અને ફ્લૂ જેવી સમસ્યા માં પણ તુલસી નું પાણી ખૂબ ફાયદાકારક છે.

એલચીને વાટીને તેને રૂમાલમાં બાંધીને સુંઘવાથી શરદી અને ઉધરસ ખાંસીની સમસ્યા ઠીક થાય છે. 10 ગ્રામને આદુમાં ઉકાળીને લગભગ 200 મિલીલીટર ગરમ પાણીમાં ઉકાળીને તેને ગાળીને ખાંડ ભેળવીને એક કપ ગરમ દુધમાં ભેળવીને સવારે અને સાંજે સેવન કરવાથી ખાંસી અને નાક વહેવાની તકલીફ તેમજ શરદી અને જુકામ મટીને ખાંસી- ઉધરસની તકલીફ મટે છે.

કપૂરની એક ગોળી લઈને તેને રૂમાલમાં લઈને પોટલી વાળીને સુંધવાથી આરામ મળે છે અને બંધ નાક ખુલી જાય છે. કેસરને દુધમાં ઘૂંટીને 3 વખત નિયમિત રૂપથી થોડા દિવસો સુધી પીવાથી કફ અને ખાંસીથી આરામ મળે છે. વરીયાળી અને અજમાને પાણીમાં ઉકાળીને તેમાં મધ ભેળવીને ત્રણ કલાકે પીવાથી શરદી અને ખાંસી ઠીક થાય છે, નાકમાંથી પાણી પડવાની સમસ્યા ઠીક થાય છે.

અરડુસી ના સુકા પણ, જેઠીમધ, બહેડા અને હળદર સરખા ભાગે લઈ તેમાં દશમો ભાગ સૌભાગ્ય ચૂર્ણ ભેળવી રાખો. બે બે ગ્રામ ચૂર્ણ દિવસમાં ચાર થી પાંચ વાર પાણી સાથે લો. શરદી ઉધરસમાં આરામ મળશે. ઉધરસ થતી હોય અને શ્વાસ ચડતો હોય ત્યારે ૨ ગ્રામ અજમો, અને ૨ ગ્રામ ખસખસ લઇ બન્નેને વાટીને ચાટવું. શ્વાસ ચડતો બંધ થઇ ને ઉધરસ મટી જાય છે.

શરદી અને કફ થવા પર સફેદ મરીનો પાવડર બનાવીને ખાવાથી ખાંસી અને કફ ઠીક થાય છે. શરદી- ખાંસી માટે સફેદ મરી રામબાણ સમાન છે. જેમાં ભરપુર માત્રામાં એન્ટીબાયોટીક ગુણ હોય છે જે બોડીની અંદર ગરમી પેદા કરીને શરદીમાં થનારી સમસ્યાઓથી છુટકારો અપાવે છે.

લીમડાના પાંદડાને વાટીને પાણીમાં પલાળીને કરીને પીવામાં આવે તો શરદી અને ઉધરસ મટે છે. એક ચમચી મધમાં કાળા મરી ચૂર્ણ ભેળવીને ખાવાથી ખાંસી અને ઉધરસ મટે છે. કપૂરની કચરી મોઢામાં ચાવવાથી અને કપૂરને સરસીયા તેલમાં ભેળવીને છાતી અને પીઠ પર માલીશ કરવાથી ખાંસી અને કફનો ઈલાજ ઠીક થાય છે.

લવિંગનો ઉપયોગ સદીઓ થી જડીબુટ્ટી રૂપે કરવામાં આવી રહ્યો છે. તેમાં એન્ટી ફંગલ, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ઇન્ફલેમેટરી, એન્ટી સેપ્ટિક જેવા ગુણ હોય છે. જે ઉધરસ થી રાહત અપાવવામાં મદદ કરે છે. અનાનસ માં સ્વાભાવિક રૂપે મળી આવતા ઉત્સેચકો નું મિશ્રણ જે ઉધરસ અને લાળને દૂર કરવાના મદદ કરી શકે છે. જો તમે ઉધરસથી જલ્દી છુટકારો મેળવવા માંગો છો તો અનાનસ નું સેવન કરવું.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Scroll to Top