લસણનો પ્રયોગ આમ તો ભોજનનો સ્વાદ વધારવા માટે થાય છે પરંતુ પ્રાચીન સમયથી લસણને કાચુ અને શેકીને ખાવાની પણ પરંપરા છે. લસણની કળી કાચી ચાવીને ખાવાથી ચમત્કારિક ફાયદા થાય છે. તેમાંય ખાસ કરીને પુરુષો માટે લસણની કાચી કળી વરદાનરૂપ છે.
લસણમાં અનેક ગુણો રહેલા છે. તેમાં ખાસ કરીને એલિસિન નામનું ઔષધીય તત્વ હોય છે. તેમાં એન્ટિવાયરલ અને એન્ટિફંગલ તથા એન્ટિઓક્સિડન્ટ ગુણો રહેલા હોય છે જે શરીરમાં ઈન્ફેક્શન ફેલાવતુ અટકાવે છે.
લસણમાં વિભિન્ન પ્રકારના વિટામિન અને પોષકતત્વો હોય છે. તેમાં વીટામિન બી 1, બી 6 અને સીની સાથે સાથે મેંગેનીઝ, કેલ્શિયમ, તાંબુ, સેલેનિયમ અને અન્ય જરૂરી તત્વો હોય છે. લસણના ગુણોનો ભરપૂર લાભ ત્યારે મળે છે જ્યારે તમે તેને કાચુ ચાવીને ખાઈ જાવ. આ જ કારણે શારીરિક રીતે નબળા પુરુષોને લસણ ખાવાની સલાહ આપવામાં આવે છે.
જે પુરુષને કોઈ કારણસર પોતાના પ્રાઈવેટ પાર્ટમાં ઉત્થાનની સમસ્યા હોય તેમને માટે લસણ વરદાનરૂપ મનાય છે. તેમાં એફ્રોડિઝિયાક નામનો કામોત્તેજક ગુણ હોય છે જે વ્યક્તિની કામશક્તિમાં વૃદ્ધિ કરે છે.
જો શારીરિક રીતે નબળા પુરુષ સવારે ખાલીપેટ લસણની 2થી 4 કળીઓ ચાવીને ખાઈ જાય તો તેમના પ્રાઈવેટ પાર્ટમાં કાર્પસ કૈવર્નોસામાં લોહીનો પૂરતો સ્રાવ થાય છે જે ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શનની સમસ્યા દૂર કરે છે.