અલ્સર, પેટમાં ગેસ, કમળો જેવા અનેક રોગ માટે રામબાણ છે આ ફળ નું સેવન, અહી ક્લિક કરી જરૂર જાણો તેના ચમત્કારિ ફાયદા

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

શિયાળાની ઋતુમાં લારીઓ ભરીને જોવા મળતાં જાંબલી, લીલા કે બાફીને કાપીને તૈયાર કરેલા હોય ત્યારે કાળા ત્રિકોણાકાર શિંગોડા ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. ફરાળમાં ઘઉં-ચોખા વગેરે ન ખવાય ત્યારે શિંગોડાનો લોટ આપણે ફરાળમાં વાપરતા હોઈએ છીએ. પરંતુ સામાન્ય જણાતા આ શિંગોડા વારંવાર રક્તસ્ત્રાવ થઇ અને ગર્ભપાત થઇ જવાથી નિરાશ સ્ત્રીઓને માટે સંતતિ મેળવવા મદદરૂપ આહાર છે જે ઔષધનું કામ કરી શકે છે.

માત્ર સ્ત્રીઓને જ નહીં પુરૂષોને જનનેન્દ્રિયની શિથિલતા, પ્રિમેચ્યોર ઇજેક્યુલેશન, સ્પર્મ કાઉન્ટ ઓછા હોવા તથા સ્પર્મની મોટીલીટી, ક્વોલીટી સુધારવામાં પણ મદદરૂપ થાય છે.

સ્ટાર્ચ-કાર્બોહાઈડ્રેટ ઉપરાંત ફોસ્ફરસ, સલ્ફર, કેલ્શ્યમ, મેગ્નેશ્યમ, પોટેશ્યમ, આર્યન તથા પ્રોટીન જેવી પૌષ્ટિકતા ધરાવતાં શિંગોડા નબળો શરીરનો બાંધો ધરાવતાં તથા બોડીબિલ્ડીંગ કરવા માંગતા યુવક-યુવતીઓને ઉપયોગી કુદરતી ટોનિક છે.

ઔષધ તરીકે રક્તસ્ત્રાવ વધુ થતો હોય, શરીરમાં દાહ, પિત્તની વિકૃતિ થતી હોય તે માટે શિંગોડાનો પાવડર ગાયનાં દૂધમાં સાકર સાથે લેવાય.અલ્સરેટીવ કોલાઈટીસ, ઈરીટેબલ બાઉલ સિન્ડ્રોમમાં ગાયનાં દહીંમાં ૧ ટેબલ સ્પૂન દિવસમાં બે વખત લેવાથી રાહત થાય છે.

પેઢામાંથી લોહી નીકળતું હોય, મ્હોંમાં ચાંદા પડી બળતરા થતી હોય તેવી સમસ્યામાં શિંગોડાનો પાવડર ગુલાબજળ કે સાદા પાણીમાં કાલવી પેઢા મ્હોંમાં લેપ લગાવી શકાય.

પેપ્ટિક અલ્સર, ગેસ્ટ્રાઈટીસ રોગમાં પેટમાં બળતરા થતી મટાડવા માટે બ્રેકફાસ્ટમાં અડધું દુધ, અડધું પાણી ઉકાળતી વખતે શિંગોડાનાં લોટને પકવી, સાકર, એલચી નાંખી બનાવેલી પોરિઝ પીવા આપી શકાય. ઈરેકટાઈલ ડિસ્ફેકશન, સ્પર્મ કાઉન્ટ ઓછા હોય તેઓને શિંગોડાનો લોટ ગાયનાં ઘીમાં શેકી દૂધ સાકર અશ્વગંધા, મૂસલી ઉમેરી બનાવેલો પાક ફાયદો કરે છે.

શિંગોડા પીરિયડની સમસ્યાઓ દૂર થઈ શકે છે. શિંગોડા ખાવાથી ફાટેલ પગની ઘૂંટીઓ પણ ઠીક થાય છે. આ સિવાય જો શરીરમાં કોઈ જગ્યાએ દુખાવો કે સોજો આવે છે તો આ પેસ્ટને શરીર પર લગાવવાથી ખૂબ ફાયદો થાય છે.

સ્ત્રીઓના ગર્ભાશયની સગર્ભાવસ્થા પૂર્ણ થાય તે પહેલા જ પુષ્કળ પ્રમાણમાં પાણીના સિંઘોડા ખાવા જોઈએ, તે બાળકને પોષણ આપે છે અને માતાનું સ્વાસ્થ્ય પણ સારું રાખે છે.જો નાના બાળકો અને વડીલોને ભૂખ લાગવાની તકલીફ હોય, તો તે પાણીના સિંઘોડાના ઉપયોગથી પણ દૂર થઈ શકે છે.

કમળામાં ફાયદાકારક,જેમને કમળાની સમસ્યા હોય છે તેમના માટે સિંઘડા ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે, કમળાના દર્દીઓ તેનો ઉપયોગ કાચો અથવા રસ બનાવીને કરી શકે છે, તેનો ઉપયોગ કરવાથી શરીરના તમામ ઝેરી પદાર્થો દૂર થાય છે.

ફાટેલ પગની ઘૂંટી માટે ફાયદાકારક,જે વ્યક્તિઓને મેંગેનીઝની ઉણપ હોવાનું જોવા મળે છે તે ઘણીવાર પગની ઘૂંટી ફાટવાની ફરિયાદ કરે છે, પાણીના સિંઘોડા એક એવું ફળ છે જેમાં મેંગેનીઝ શામેલ હોય છે. સિંગોડામાં ટેનિન, સિટ્રીડ એસીડ, એમીલોજ પ્રોટીન, ફેટ, ફાસ્ફોરાઈજેલ, થાયમાઇન, વિટામિન્સ-એ, સી અને મેગેનીઝ વગેરે તત્વ રહેલા હોય છે.

સિંગોડાની અંદર ભરપૂર માત્રામાં આયોડીન અને મેગેનીઝ નામનું તત્વ હોય છે, જે તમારા થાઇરોઇડ ગ્રંથિ માટે ખૂબ જ ઉપયોગી વસ્તુ છે.દરરોજ શિંગોડા નુસેવન કરવામાં આવે તો તેના કારણે તમારી થાઇરોઇડ ગ્રંથિ યોગ્ય રીતે કાર્ય કરે છે, અને ભવિષ્યમાં થાઇરોઇડ થવાની સંભાવના ઘટી જાય છે.

પેશાબને લગતી કોઈપણ પ્રકારની સમસ્યા હોય અથવા તો ઇન્ફેક્શન થયું હોય તો તેમાંથી છુટકારો મળે છે.સિંગોડાનું સેવન તમારા શરીરની અંદર ઠંડક પ્રદાન કરે છે. ઉનાળાની સિઝનમાં જો શિંગોડા નુ સેવન કરવામાં આવે તો  લુ ની સમસ્યામાંથી બચી શકો છો અને સાથે સાથે શરીર ઠંડું રહે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top