માણસને જુદીજુદી રીતે હેરાન કરતી એલર્જીની બીમારીઓમાં ૨૦% લોકોને જિંદગીમાં એક વખત ચામડીની એલર્જી જેને શીળસ કહેવામાં આવે છે તેનાથી હેરાન પણ થવું પડે છે. તેમાં સ્ત્રીઓમાં પુરુષો કરતાં આનું પ્રમાણ વિશેષ જણાય છે. બાળકો પણ આ તકલીફથી પીડાય શકે છે.
દર્દી જેવો એલર્જનના સંપર્કમાં આવે કે તરત જ ચામડી ઉપર ખંજવાળ ચાલુ થાય છે. લાલ કલરના ઊપસી આવેલાં, કિનારી બંધાયેલાં ચાઠાં જોવા મળે છે. જે જુદીજુદી જગ્યાએ જુદાજુદા આકારના અને જુદા જુદા સાઈઝના જણાય છે. તે આપમેળે બેસી જાતા હોય છે.
શીળસ નીકળે પછી ૪૮ કલાકમાં આપમેળે બેસી જતી બીમારી છે, પરંતુ તે વખતે એન્ટિહિસ્ટામીન’’ દવાઓ પ્રિસ્ક્રાઈબ કરવામાં આવે છે. સામાન્ય રીતે લોરાટીડીન, સેટ્રીઝીન વગેરે દવાઓ અપવા માં આવે છે.
શીળસના દર્દીએ કડવા લીમડાંના પાણીથી સ્નાન કરવું જરૂરી છે, કરંજ તેલનું માલિશ કરવું અને લોહીને શુદ્ધ કરનાર ઔષધયોગોનું તબીબી સલાહ લઈને સેવન કરવું જોઈએ, કારેલા, પરવળ, દૂધી, મગ, ભાત ખીચડી, મેથીની ભાજી, પાલક તાંદળજાની ભાજી ભોજન માં ઉપયોગ માં લઈ શકાય. કાળાં મરીનું ચૂર્ણ શુદ્ધ ઘીમાં મેળવી સવાર સાંજ લેવાથી પણ લાભ થઈ શકે છે.
આદુના રસ સાથે જૂનો ગોળ લેવાથી શીતપિત્ત મટે છે. પ્રવાલભસ્મ એક ગ્રામ, ગળો સત્વચાર ગ્રામ મિશ્ર કરી ત્રણ પડીકા બનાવવી એક એક પડીકું સવારે બપોરે અને રાત્રે લેવાથી રાહત મળે છે.
શરીરમાં જ્યાં ત્યાં ચામડી પર લાલ ચકામાં ઉપસી આવે છે અને તેમાં બહુ જ ખંજવાળ તથા બળતરા થાય છે. તમે એમનું નિદાન અર્ટિકારીયા એટલે કે શીળસ કરેલું છે.શીળસને મટાડવા માટે આયુર્વેદ તેના મૂળ સુધી પહોંચે છે. પાચનને નબળું પાડતા ખોરાકને થોડા સમય સુધી બંધ કરવાનો રહે છે.
માત્ર ખાદ્યચીજોથી પણ એલજી પેદા થાય છે એવું નથી. ઘણાં ઔષધો પણ વિક્રિયા પેદા કરે છે. આયુર્વેદમાં ભિલામો એક એવું ઔષધ છે, જેને અનુકૂળ ના આવે તેમને શીળસ થઈ શકે છે, બરાબર નહીં બનેલી ભસ્મોથી પણ આવું કોઈ શકે છે. આધુનિક તબીબીશાસ્ત્રનાં ઔષધો જેમ કે એન્ટિબાયોટિક્સ ક્વિનાઈન વગેરેની આડઅસર રૂપે શીળસ થતું હોય છે અથવા તો વધ તું જાય છે.
ઘણાં લોકો ને આખા શરીરની ચામડી પર લાલ ચકમા ઉપસી આવે છે, ચહેરા પર અને આંખની આસપાસ સોજો આવે છે. ત્યાં ખૂબ ખંજવાળ આવે છે, બળતરા થાય છે. આને ‘એલર્જી’ ના ચકામા કહેવાય છે. થોડા દિવસ રહે અને જાતે મટી જાય. ઘણી વસ્તુઓથી એલર્જી થઈ શકે છે. અમુક દવા-ઇન્જેકશનથી, અમુક ખોરાકથી, ઘરેણાથી, ઘાસથી, ધૂળ-ધૂમાડા કે રસાયણથી… શરીરને જે માફક ન આવતી હોય તે વસ્તુ શરીરને અડે કે શરીરમાં દાખલ થાય તો ચામડી પર લાલ ઉપસેલા ચકામા જોવા મળે છે.
હળદર અને કડુનું મિશ્રણ શીળસ તથા એલર્જી માટે ઉત્તમ છે. એક ગ્રામ કડુ અને બે ગ્રામ હળદરનું મિશ્રણ સવારે સાંજે પાણી સાથે લેવું. ખાપરિયુ- લઘુવસંત માલતીમાં ખાપરીયું અને મરી છે. ખાપરિયું એ ઝિન્ક ઓક્સાઈડ છે, જે પિત્તશામક છે તથા જિંક એ ઇમ્યુનિટી વધારનાર છે. મરી અધપક્વ રસને પચાવીને એલર્જી -શીળસને મટાડ વા માં મદદરૂપ છે.
લોકભાષામાં શીળસ નામથી ઓળખાતી આ વ્યાધિને આયુર્વેદમાં શીતપિત્ત નામ આપવામાં આવેલું છે. ચોમાસામાં ત્વચાગત વિકારોનું પ્રમાણ વધી જાય છે શીળસ પણ એક ત્વચાગત વિકારોમાંનો એક વિકારમાનવામાં આવે છે.
શીળસ જેવી એલર્જી માં ચામડી ઉપર ભમરી કે મધમાખીના દંશ જેવા ચકામા ઉપસી આવે છે. શીળસ શરૂઆતમાં શરીરના ખુલ્લા ભાગ ઉપર થાય છે અને ધીમે ધીમે સમગ્ર શરીર ઉપર ફેલાવા લાગે છે. આ ચકામા અનિયમિત આકારનાં અને લાલાશ પડતાં હોય છે. રોગની તીવ્રવસ્થામાં ખંજવાળ અને પીડા ઉપરાંત ઊલટી, તાવ, દાહ આદિ લક્ષણો પણ જોવા માં આવે છે.
શીળસ ના દર્દી એ કડવા લીમડાંના પાણીથી સ્નાન કરવું જોઈએ. મરિચ્ચાદિતેલ-કરંજ તેલનું માલિશ કરવું અને લોહીને શુદ્ધ કરનાર ઔષધયોગોનું તબીબી સલાહ લઈને સેવન કરવા થી પણ લાભ થય શકે છે.
શીળસ એકદમ વિચિત્ર વ્યાધિ છે. થોડીવાર પહેલાં કંઈ ના હોય અને અચાનક જ શરીરમાં એકદમ ઢીમચાં થઈ જાય છે. પુષ્કળ ખંજવાળ આવવાં લાગે છે. ઢીમચાં લાલચોળ થઈ જાય છે. અને પાછા ચોક્કસ સમયે બેસી જાય છે તે શીળસ ના લક્ષણ માનવામાં આવે છે.
શીળસ ના દર્દી એ ઠંડા પાણીથી સ્નાન ન કરવું. શરીર ઉપર સીધી -ઠંડી હવાનો સ્પર્શ ના થાય તેનું ધ્યાન રાખવું. -તડકામાં ના ફરવું . દહી-છાશ, આમલી, ખાટાં ફળો, કેળાં, હાંડવો, ઢોકળાં, ખમણ જેવા આથાવાળા પદાર્થો બંધ કરવા. વિરૂદ્ધ આહાર વિહારનો ત્યાગ કરવો, ઇંડા માંસ-મટન બંધ કરવું. કઠોળ, દહી, શ્રીખંડ મીઠાઈનો સદંતર ત્યાગ કરવો જરૂરી છે.
હવામાં ઊડતી પરાગરજ, ફૂગ, ધૂળની રજકણ, અવાવરુ રજના શ્વાસમાં જવાથી, શ્વસનતંત્રની એલર્જી સાથે કે તેના વગર શીળસ ઉત્પન થઈ શકે છે. ચામડી પર લગાડેલી દવાના સંસર્ગથી કે રસાયણ, કોસ્મેટિક, દાગીના, ડાયપર, કૃત્રિમ રેસાનાં કપડાં, ડાઘા સાથેનાં કપડાં વગેરેના સંસર્ગથી તરત જ ચામડી પર ખંજવાળ ઊપડી લાલ ચાઠાં સાથે એલર્જી થાઈ તો તેને શીળસ કહી શકાય છે.
શરીરમાં રહેલા કેટલાક રોગો જેવા કે લોહીનું કેન્સર, લીમ્ફોમા, હાઈપર થાઇરોઈડ વગેરેને લીધે પણ શીળસ થતી જણાય છે.છેલ્લે માનસિક કારણો જેવાં કે તનાવ, દબાણ, ચિંતા, શોક વગેરે ને લીધે પણ એલર્જી વધતી જાય છે અને શીળસ નો હુમલો પણ વધતો જાય છે.
શીળસ-શીળવાના દર્દીએ અરણીનું મુળ પાણીમાં ઘસીને એક ચમચી જેટલું એટલા જ ઘી સાથે પીવું. ૧૦૦ ગ્રામ કોકમને પાણીમાં ભીંજવી રાખી, ગાળી, તેમાં જીરુ અને ખાંડ નાખી પીવાથી શીળસ મટે છે. ચારોળી દુધમાં વાટી શરીરે ચોપડવાથી શીળસ મટે છે. અડાયા છાણાની રાખ શરીરે લગાડી ઓઢીને સુઈ જવાથી શીળસ મટે છે. સાજીખાર મિશ્રિત પાણી શરીરે લગાડવું અથવા સરસિયા તેલથી માલિશ કરવું અથવા જવખાર અને સિંધાલૂણ મેળવેલ સરસિયા તેલથી શરીર પર માલિશ કરવી જરૂરી છે જેથી આરામ મળે છે.
શીળસ ના દર્દી એ આદુના રસ સાથે જૂનો ગોળ લેવાથી શીતપિત્ત(શીળસ) મટાડી શકાય છે પ્રવાલભસ્મ એક ગ્રામ, ગળો સત્વચાર ગ્રામ મિશ્ર કરી ત્રણ પડીકા બનાવવી એક એક પડીકું સવારે બપોરે અને રાત્રે લેવું. પા ચમચી ત્રિકટુચૂર્ણ સાથે એક ચમચી સાકર મેળવી દિવસમાં ત્રણથી ચાર વાર લેવું. ગોળ અને અજમો મિશ્ર કરી અડધીથી એક ચમચીની માત્રામાં સવારે અને રાત્રે ખૂબ ચાવીને ખાવો.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.