સૂકા મેવામાં સૌથી વધારે પસંદગી ધરાવતો મેવો કિશમિશ છે. ખીર,મીઠાઇ અને બીજી ઘણી વાનગીઓ બનાવવામાં કિશમિશનો ઉપયોગ થાય છે. કિશમિશ નો પ્રયોગ ખાલી સ્વાદ માટે જ નહીં પરંતુ, સ્વાસ્થ્ય માટે પણ કરવામાં આવે છે. અનેક પ્રકારની બીમારીઓમાં ડોક્ટર કિશમિશ ખાવાની સલાહ આપે છે. બધા જ જાણે છે કે કિશમિશને બનાવવા માટે સૂકી દ્રાક્ષનો સૌથી વધારે ઉપયોગ થાય છે. કિશમિશમાં ઓમેગા, આયરન-૩, કેલ્શિયમ, ઝીંક, વિટામિન-ઇ હોય છે.આજે અમે તમને કિશમિશથી આપણાં શરીરને થતાં ફાયદાઓ વિશે જણાવીશું.
રાતે પલાળેલા કિશમિશનું સેવન રોજ કરશો તો 7 દિવસની અંદર તમારા દાંતની ગંધ, કિડાઓ અને નાની-મોટી બીમારીઓ પણ દૂર થઈ જશે. એવું કરવાથી દાંતોમાં ક્યારેય પણ કીડા નથી થતાં. અને તમારા શરીર માથી જેરીલા પદાર્થ પણ નીકળી જાય છે. એનાથી તમારા શરીર નું સ્વાસ્થ્ય સારું રહે છે.
કિશમિશમાં પૂરતા પ્રમાણમાં આયર્ન મળે છે. શરીરમાં લોહીના બનવા માટે વિટામિન-B કોમ્લેક્સની જરૂરિયાત રહે છે. કિશમિશમાં પુરી માત્રામાં વિટામિન-B કોમ્લેક્સ જોવા મળે છે. જેથી લોહી ઓછું થવાથી કિશમિશ ખાવાથી ફાયદો થાય છે. કિશમિશમાં ખુબ વધારે પ્રમાણમાં કેલ્શિયમ અને માઈક્રો નુટ્રીએડ્સ હોય છે. તેના કારણે શરીરના હાડકા સ્વસ્થ અને મજબૂત થાય છે.
આજકાલ ટેન્શનવાળી જિંદગીમાં લોકોને હૃદય પર અસર થાય છે અને ઓછી ઉંમરમાં જ હાર્ટ એટેકનો શિકાર બને છે. તેવામાં કિશમિશ સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. દરરોજ માત્ર પાંચ કિશમિશ ખાવાથી બ્લડ પ્રેશર ઓછું થાય છે. શરીરની અતિરિક્ત ચરબી પણ ઓછી થઈ જાય છે અને હૃદય મજબૂત બને છે. જ્યારે તમારું હૃદય મજબુત હશે, તો કોઈપણ પ્રકારનો તણાવ તમારું કઈ બગડી શકશે નહીં.
કિશમિશમાં ઘણાંબધા પોષક તત્વો હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે. જો ઠંડામાં આને રોજ ખાવામાં આવે તો બેક્ટેરિયા અને ઇન્ફેક્સનથી લડવામાં સહાય મળે છે. કિશમિશમાં ફાઈબર ખુબજ વધુ પ્રમાણમાં રહેલું હોય છે. જે પાચનક્રિયામાં મદદ કરે છે. તમે રાતે 10 12 કિશમિશ પાણીમાં પલાળી અને સવારે ભૂખ્યા પેટે તેને પાણી સાથે પી જવું તો આખોની રોશની માટે તે ખૂબજ ફાયદાકારક નીવડે છે.
કિશમિશમાં ગ્લૂકોઝ, ફ્રક્ટોઝ હોય છે જેનાથી એનર્જી લેવલ વધે છે અને નબળાઇ દૂર થાય છે. કિશમિશમાં પોટેશિયમનું પ્રમાણ વધારે હોય છે. તેને રેગ્યુલર ખાવાથી હાઇ બીપી નોર્મલ રહે છે. તેયામાં રહેલા એન્ટીબેક્ટેરિયલ ગુણ તાવને ઠીક કરવામાં મદદ કરે છે. પલાળેલી કિશમિશને સારી રીતે ચાવીને ખાવાથી ગળાની તકલીફમાં રાહત મળે છે. તેમાંનું એન્ટીઓક્સીડન્ટ ફ્રી રેડિકલ્સને દૂર કરીને કેન્સરની સંભાવનાને ઓછી કરવામાં મદદ કરે છે.
જો તમે કિશમિશનું પાણી પીતા હોવ તો તેનાથી તમારા શરીરનું વજન ઓછું થાય છે. કિશમિશના પાણીમાં વિટામિન સી અને વિટામિન એ શામેલ છે, જે ચયાપચયને વેગ આપવા માટેનું કાર્ય કરે છે. જો તમે સવારે ખાલી પેટ પર કિસમિસનું પાણી પીતા હોવ તો ગેસ, કબજિયાત અને એસિડિટીની ફરિયાદ થતી નથી. કિસમિસના પાણીમાં પુષ્કળ એન્ટીઓકિસડન્ટો હોય છે, જે આવી સમસ્યાઓથી રાહત આપે છે.
કિશમિશમાં બળતરા વિરોધી ગુણધર્મો છે, જે તમારા સ્વાસ્થ્ય માટે સારું છે. કિશમિશને મધમાં મિક્સ કરીને ખાવાથી પુરૂષોના ટેસ્ટોસ્ટેરોન હોર્મોન વધે છે. સાથે જ પુરૂષોમાં રહેલી સેક્સુઅલ પ્રોબ્લેમ્સનો પણ રામબાણ ઈલાજ છે. સ્પર્મ કાઉન્ટ વધારે છે, ઘણાં લોકો સ્પર્મ કાઉન્ટની સમસ્યાથી પીડાય છે. તેને દૂર કરવા માટે મધ અને કિસમિસનું કોમ્બિનેશન બેસ્ટ છે. રાતે સૂતા પહેલાં એક ચમચી મધની સાથે 5-6 કિસમિસ ખાવાથી સ્પર્મ કાઉન્ટ વધે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.