સેતૂર સ્વાદ માં ખાતા મીઠા હોય છે તેથી બધે લોકો ને વધારે પસંદ આવે છે. સેતૂર સ્વાદિષ્ટ તો છે જ ઉપરાંત, તે ઔષધીય ગુણોથી ભરપૂર છે. જો કે, સેતૂર સિવાય, સેતૂરના પાન માં પણ ઘણાચમત્કારિક ગુણો હોય છે, જેનો ઉપયોગ ઘણી બીમારીઓ માં કરવામાં આવે છે.
સેતૂરના પાનમાં વિટામિન એ, કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો હોય છે, જે ઘણી શારીરિક સમસ્યાઓ દૂર કરવા માટે મદદરૂપ માનવામાં આવે છે. સેતૂર ને આપણે કાચું અને પાકું બંને રીતે ખાઈ શકીએ છીએ. સેતુરના ૬ કુણા પાન ને ચાવીને પાણી સાથે સેવન કરવાથી અપચો અથવા પાચનતંત્ર ના રોગમાં લાભ થાય છે. એની માટે સેતુરને પકાવીને સરબત બનાવી લો પછી તેમાં નાની પીપરનું ચૂર્ણ ભેળવીને પીવાથી લાભ થાય છે.
બ્લડ સુગરને કંટ્રોલ કરવા માટે સેતૂરના પાન ને આયુર્વેદમાં ખૂબજ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં રહેલું ડીએનજે નામનું તત્વ આંતરડામાં ઉત્પન્ન થતા આલ્ફા ગ્લુબકોસાઈડેઝ એન્જાઈમ સાથે જોડાઈને સુગરને નિયંત્રિત કરે છે. અને સેતૂર માં એકરબોસ નામનું તત્વ પણ હાજર છે, જે શરીરમાં વધતા જતા સુગર લેવલને નિયંત્રિત કરે છે.
સેતુરના પાન માં ખાસ પ્રકારના એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે શરીરમાં રહેલ ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને પણ ઘટાડે છે. શરીરમાં રહેલ ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા તેમજ હૃદય સંબંધિત સમસ્યાઓ પણ કાબુ મેળવવા માટે પણ સેતુરના પાન ખૂબ ફાયદાકારક છે. સેતૂરના પાન માં ફિનોલીક્સ અને ફ્લેવોનોઈડ્સ હોય છે. સેતૂર નું સેવન હૃદયની બીમારીઓનું જોખમ ઘટાડી શકાય છે.
જો લોહી ચોખ્ખું ન હોય તો ત્વચાને લગતી સમસ્યાઓ અને બીજી ઘણી શારીરિક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે એમ છે. લોહીને શુદ્ધ કરવા માટે, માત્ર સેતૂરના પાનની ચા બનાવી પીવાથી ફાયદો થાય છે. અને તેના કાચા ફળોનું સેવન કરવાથી પણ લોહી શુદ્ધ બને છે.
જો શરીર માં કોઈ જગ્યાએ સોજો આવે તો સેતૂરના પાનને પીસીને તેનો રસ કાઢો. હવે આ રસને સોજાવાળા ભાગમાં લગાવાથી રાહત મળે છે. જો ઉનાળા અથવા ચોમાસામાં ખીલ વધુ થઈ રહ્યા હોય, તો લીમડાના પાનની સાથે સેતૂરના પાનને પીસી લો, તેની પેસ્ટને ખીલ પર લગાવો, તેનાથી ઘણી રાહત મળશે. સેતુરના પાન ઉપર પાણી નાખીને, વાટીને, ગરમ કરીને ફોડ્કા ઉપર બાંધવાથી પાકેલા ફોડકા ફૂટી જાય છે અને ઘા પણ ભરાઈ જાય છે.
જો ધાધર, ખંજવાળ અથવા કોઈપણ પ્રકારનો ઘા હોય, તો તમે આ માટે સેતૂરના પાન નો ઉપયોગ કરી શકો છો. સેતૂરના પાન ને પીસીને પેસ્ટ બનાવો. તેને અસરગ્રસ્ત જગ્યાએ લગાવો. તેનાથી તમને ઘણો ફરક લાગશે અને ઘામાંથી પણ રાહત મળશે. ઘણા લોકો મોટાપાને ઘટાડવા માટે સેતૂરના પાનનું પણ સેવન કરે છે.