આ છે આયુર્વેદનો સંજીવની છોડ, શરીરના દરેક અંગને આપશે નવજીવન, કિડની અને કેન્સરના દર્દી માટે તો છે સંજીવની, જીવો ત્યાં સુધી કોઈ રોગને નહીં આવા દે નજીક

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

સાટોડીની ઘણી બધી જાતો જોવા મળે છે. તેના છોડ જમીન ઉપર પથરાય છે. મોટા ભાગના છોડ લાલાશ પડતા હોય છે, પણ સુકાઇ જતાં કાળા રંગ માં તબદીલ થઈ જતાં હોય છે. તેની દાંડી અને ડાળીઓ પાતળી સૂતળી જેટલી જ જાડી હોય છે. પાન લાંબા કે ગોળાકાર, પહોળા, અણીદાર, ગોળાઈ લેતા ઉપર લીલા કે ઘેરા લીલા અથવા રાતા રંગના હોય છે, સફેદ રંગ ની સાતોડી ઉત્તમ મનાય છે. તો ચાલો અમે તમને જણાવીએ સાટોડીથી આપના શરીરને કયા કયા ફાયદાઓ થાય છે.

સોજો અને સાટોડી એ એકબીજાનાં શત્રુ છે. કોઈ પણ જગ્યાએ આવેલા સોજા ઉપર સાટોડી ખાવી અને લગાડવી જોઈએ. સાટોડી સોજો ઉતારવામાં મદદરૂપ થાય છે. ફક્ત સાટોડી ૨૫ ગ્રામ સારી રીતે ખાંડી અડધો લિટર પાણીમાં ઉકાળો કરી તે ઉકાળો પીવુો જોઈએ અને સોજાવાળા ભાગ ઉપર સાટોડી વાટીને ગરમ કરી બાંધવાથી પણ સારો ફાયદો થાય છે.

હૃદયરોગમાં સાટોડી આપવાથી લાભ થાય છે. સાટોડીનાં મૂળનું અડધી ચમચી જેટલું ચૂર્ણ રોજ દૂધ સાથે બે થી ચાર ચમચી પીવાથી હૃદયને શક્તિ મળે છે. આ ઉપચારથી સ્ફૂર્તિ સારી રહે છે, હૃદયના ધબકારા નિયમિત થાય છે, કફ છૂટે છે, સંધિવામાં પણ આ પ્રમાણે ઉપચાર કરી શકાય છે.

પેટ મોટું થઈ આખા શરીર પર સોજો આવ્યો હોય તે વખતે વૈદ્યો સાટોડીનો ક્વાથ આપે છે. તેનાથી પેટનો સોજો ઊતરે છે. પેશાબ સાફ આવે છે. સાટોડી થી પેટ સાફ થાય છે. સાટોડી, બાળહરડે, દારૂહળદર, ગળો, કઠુંવૃદાવન, વિશોત્તર અને એરંડમૂળ તેમાં કોઈ સુંઠ નાખી આ ઔષધિ નો ઉકાળો બનાવવો જોઈએ.  સાટોડીનાં મૂળથી હૃદયની સંકોચન ક્રિયા વધે છે, રક્ત જોરથી ધમનીઓમાં આવે છે, બ્લડપ્રેશર વધે છે અને હૃદયમાંથી લોહી વધારે પ્રમાણમાં ફેંકાય છે. રક્તનું દબાણ વધવાથી મૂત્રનું પ્રમાણ પણ વધે છે અને શરીરમાં સંચિત થયેલું પાણી બહાર નીકળી જાય છે.

સાટોડી સાથે બીજા સાત ઔષધો ભેળવી ને ‘પુનર્નવાષ્ટક ક્વાથ’ તૈયાર કરવામાં આવે છે. જે બજારમાં તૈયાર પણ મળી રહે છે. સવાર-સાંજ આ ઉકાળા સાથે ‘આરોગ્યર્વિધની વટી’ બે બે ગોળી લેવાથી સર્વ પ્રકારનાં સોજા અને જલોદર જેવા રોગો મટે છે. ૧૦ ગ્રામ સાટોડી અને બાકીના ઔષધો ૬ ગ્રામ લઈ ખાંડી તેનો પાણીમાં ઉકાળો અને આ ઉકાળો બનાવીને પીવો.  આમ કરવાથી પેટનો રોગ જલ્દીથી સારો થાય છે. તથા આંખના રોગ પર પણ સાટોડી ઉત્તમ ઔષધ છે.

પથરીમાં પણ સાટોડીનું ચૂર્ણ કે ઉકાળો પી શકાય છે. વૃદ્ધાવસ્થામાં ઘણીવાર પ્રોસ્ટેટ વૃદ્ધિ થતી હોય છે. પ્રોસ્ટેટ ગ્રંથિની વૃદ્ધિમાં સાટોડીનું સેવન કરવાથી સારો લાભ થાય છે. અડધી ચમચી સાટોડીના મુળનું ચુર્ણ સવાર-સાંજ દુધ સાથે ભેળવીને પીવાથી તાવ મટે છે. સફેદ સાટોડીનાં બે તાજાં લીલાં મુળ રોજ સવાર-સાંજ ચાવી જવાથી અમ્લપીત્ત મટે છે.

આંખમાં આવેલ છારી, આંખમાં વધેલું ફૂલું અને આંખમાં લાગેલી પાણીની ગળતર,આંખમાંથી પાણી જવું એ બધા રોગ પર સહન થાય તે પ્રમાણે બે વખત દિવસમાં સવારસાંજ સાટોડીનું અંજન મધ સાથે ભેળવીને  આંખમાં આંજવાથી આંખ સારી થાય છે. સાટોડીના પાનનો રસ કાઢી તેનાં ટીપાં આંખમાં નાખવાથી આંખના તમામ પ્રકારના નાના મોટા રોગ મટે છે અને આંખનું તેજ વધે છે.

સાટોડીનાં પંચાંગનું ચુર્ણ ઘી અને મધ સાથે ચાટવાથી માથાનો દુ:ખાવો મટે છે. સાટોડીનાં પંચાંગનું ચુર્ણ મધ અને સાકર સાથે લેવાથી કમળો મટે છે. સાટોડીના મુળનું ચુર્ણ હળદરના ઉકાળામાં ભેળવીને પીવાથી થી હરસ મટે છે.  સાટોડી પીવાથી ઝાડો સાફ આવે છે અને પેટનાં તથા પેશાબનાં દર્દો સારાં થાય છે. શરીરની અંદર કોઈ પણ જગ્યાએ આવેલ સોજો સાટોડીના સેવનથી ઊતરે છે. સાટોડી શક્તિવર્ધક છે.

સાટોડી કેન્સરની સારવાર માટે શ્રેષ્ઠ વનસ્પતિ માનવામાં આવે છે. સાટોડી રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને પેટમાં બી 16 એફ -10 મેલાનોમા કોષોની મેટાસ્ટેટિકના વધતાં પ્રમાણને અટકાવે છે. કેન્સરની સારવારમાં સાટોડીના આખા છોડનો ઉપયોગ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. નાની ઉમરનાં બાળકોમાં પણ આ રોગ જોવા મળે છે. એમાં સાટોડીનો ઉકાળો ખુબ સારું પરીણામ આપે છે. આ વખતે મીઠું-નમક સાવ બંધ કરી દેવું. ગર્ભાશયના સોજામાં પણ સાટોડીનો ઉપયોગ કરવાથી ઘણો જ લાભ થાય છે.

વજન ઘટાડવા માટે લગભગ તમામ હર્બલ દવાઓમાં એક ઘટક તરીકે સાટોડીનો ઉપયોગ થાય છે. આ ઔષધિ શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સ અથવા પોટેશિયમની માત્રા ઘટાડ્યા વિના પેશાબને ઉત્તેજિત કરે છે અને શરીરમાંથી વધુ પ્રવાહી અને કચરાના પદાર્થને દૂર કરવામાં મદદ કરે છે. આમ, સાટોડી વજન ઘટાડવામાં મદદ કરે છે.

આયુર્વેદ મુજબ આ છોડમાં એવી ક્ષમતા છે કે વ્યક્તિ તેનો ઉપયોગ કરીને પોતાને ફરીથી યુવાન બનાવી શકે છે. મધ્યપ્રદેશના પાલકોટનાં આદિવાસીઓ તેનો ઉપયોગ યુવાનીમાં  વધારો કરનારી દવા તરીકે કરે છે. મહિના સુધી નિયમિતરૂપે સાટોડીનાં તાજા મૂળના રસને 2 ચમચી પીવાથી લાભ થાય છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top