પાત્રા બનાવવામાં જેનાં પાન વપરાય છે એ અળવી ખૂબ જ પ્રસિદ્ધ છે. એના કંદનું, કૂણાં પાનનું અને પર્ણવંતોનું શાક થાય છે. તેનાં ફણગેલાં કંદોને ત્રીસ સેન્ટિમીટર જેટલું અંતર રાખી હારબંધ વાવવામાં આવે છે. વાવણી વખતે જમીનમાં પુષ્કળ ભેજ હોવો જરૂરી છે. અળવી ગરમ ઋતુનો પાક છે, એ ઉનાળામાં તેમ જ ચોમાસામાં થાય છે. ઉનાળુ પાક માટે ફેબ્રુઆરી માર્ચમાં અને ચોમાસુ પાક માટે જૂન જુલાઈમાં તેની વાવણી કરાય છે. વાવ્યા પછી ત્રણેક મહિને તેનો પાક લઈ શકાય છે. જો કે પાકને પુખ્ત થતાં ચાર-સાડાચાર મહિના લાગે છે.
અળવીમાં અનેક જાતો થાય છે જેવી કે રાજાળુ, ધાવઅળૂ, કાળીઅળૂ, મુંડળેઅળૂ, ગિમઅળૂ અને રામઅળૂ. એ સર્વમાં કાળી અળવી ઉત્તમ છે, કૅટલીક અળવીને મોટાં અને કેટલીકને જીણા-નાનાં કંદ હોય છે, જેની અલગ અલગ વાનગીઑ બનાવાય છે. તેના પત્તરવેલિયાં બહુ સ્વાદિષ્ટ અને રૂચિકર બને છે, પણ તેમાં પૂરતા પ્રમાણમાં તેલ તથા ગરમ મસાલો નાખવાં આવશ્યક છે, જેથી વાયુ કરે નહિ અને જલદી પચી જાય.
અળવીની કેટલીક જાતોનાં કંદ વવળે ખંજવાળ-ખરજ આવે છે. વાવેતર માટે વપરાતી ઘણીખરી જાતો વવળાટ વિનાની હોય છે. રાંધવાથી વવળાટ દૂર થાય છે. આ વવળાટ સોય જેવા આકારના કેલ્શિયમ ઓક્સાઇડના સ્ફુટિકોને લીધે થાય છે. અળવીના કોઈ પણ જાતના શાકને કાચું રાખવું ન જોઈએ. અળવીનું શાક રક્તપિત્તને મટાડનાર, જાડાને રોકનાર અને વાયુનો પ્રકોપ કરનાર છે.
વજન ઘટાડવા માટે અળવીના પાંદડા ખૂબ જ અસરકારક છે. તેમાં હાજર ફાઇબર મેટાબોલિઝમને સક્રિય બનાવે છે, જેનાથી વજનને ઘણી હદ સુધી નિયંત્રણમાં રાખી શકે છે. અળવી શીતળ, અગ્નિદીપક, મલાવષ્ટભક, બળની વૃદ્ધિ કરનાર તથા સ્ત્રીઓના સ્તનમાં દૂધ વધારનાર છે. તેના સેવનથી પેશાબ પુષ્કળ આવે છે, તેમ જ કફ અને વાયુની વૃદ્ધિ થાય છે. તેના કંદમાં ધાતુવૃદ્ધિની પણ શક્તિ છે. અળવીના પાનનું શાક રક્તપિત્તના રોગીને માટે સારું ગણાય છે.
અળવીનાં દાંડા સાથેનાં પાન બાફી, તેનું પાણી કાઢી, તેમાં ઘી મેળવી, ત્રણ દિવસ આપવાથી વાયુનો ગોળો મટે છે. અળવીના પાનનો રસ ત્રણ દિવસ પાવાથી પેશાબની બળતરા મટે છે. અળવીના પાનના દાંડા બાળી તેની રાખ તેલમાં નાખીને ચોપડવાથી ફોડલા મટે છે.
અળવીના પાનમાં મેગ્નેશિયમ, સોડિયમ પોટેશિયમ જેવાં રાસાયણિક તત્વો વધુ પ્રમાણમાં હોય છે. જે આપણા શરીરમાં રક્ત પ્રવાહને કંટ્રોલમાં રાખે છે. જેથી જરૂરિયાત અનુસાર દરેક અંગમાં રક્ત પહોંચાડવામાં મદદ થાય છે. અળવીનાં પાનનું શાક વાયુ તથા કફ વધારે છે. પત્તરવેલિયાં ચણાના લોટને લીધે સ્વાદિષ્ટ અને રુચિકર લાગે છે, છતાં તે વધુ પ્રમાણમાં ખાવા યોગ્ય નથી, અળવીની કોઈ પણ જાતને કાચી રાખવી ન જોઈએ.
અળવીમાં પ્રોટીન, પોટેશિયમ, ફૉસ્ફરસ, કેલ્શિયમ, સોડિયમ અને થોડા પ્રમાણમાં વિટામિન ‘એ’ પણ હોય છે. જો પેટને લગતી કોઈ સમસ્યા હોય તો અળવીના પાંદડા ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ માટે, દાંડા સાથે પાંદડા લો અને તેને પાણીમાં ઉકાળો. ત્યારબાદ આ પાણીમાં થોડું ઘી મિક્સ કરો અને ઓછામાં ઓછા 3 દિવસ સુધી બે વાર નિયમિતપણે લો.
જો તમને ડાયાબિટીસની તકલીફ છે તો અળવી ખાવાથી ૩ દિવસમાં જ ડાયાબિટીસની સમસ્યામાંથી રાહત મળશે. ડાયાબિટીસ ધરાવતા લોકો એ ગ્લુકોઝ અને ઇન્સુલીનનું પમાણ જાળવી રાખવું ખુબ જરૂરી હોય છે. જેમાં અળવી ખુબ જ ફાયદો કરાવે છે કારણ કે તેમાં ખુબ સારી માત્રામાં ફાયબર હોય છે. તેથી ખાસ કરીને જે લોકોને ડાયાબિટીસ છે તેમને અળવીનું સેવન કરવું જોઈએ.
અળવીનાં પાનને ધોઈ તેનો રસ કાઢી તેમાં શેકેલા જીરાની ભૂક્કી અને સ્વાદ માટે થોડી સાકર ઉમેરી પીવાથી છાતીમાં બળતરા મટે છે. ખાટા ઓડકાર, ઉબકા જેવી હાયપર એસિડીટીથી થતી તકલીફમાં બગડેલા પિત્તને સુધારી પાચન સુધારે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.