Breaking News

જાણો આ ફળની છાલથી વજન ઘટાડવા થી લઈ ને, ખીલથી છૂટકારો મેળવવા સુધીના અનેક સ્વાસ્થયને થતાં અદભૂત ફાયદાઓ વિશે

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

શિયાળાની ઋતુમાં સૌથી સારું ફળ છે સંતરા એટલે કે ઓરેન્જ. ખાટા-મીઠા કોમ્બિનેશન વાળું આ ફળ વિટામિન C થી ભરપૂર હોય છે. જો વજન ઘટાડવાનું વિચારતા હો તો ડાયટમાં સંતરા સામેલ કરો. સંતરા છે તે ખુબ ફાયદાકારક હોઈ છે, સંતરા વજન ઉતારવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે. માત્ર સંતરા જ નહીં તેની છાલ પણ વજન ઘટાડવામાં ઉપયોગી સાબિત થાય છે.

વિટામિન C ઉપરાંત ઘણા પોષકતત્વોથી ભરપૂર સંતરામાં કેલરીનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. અને પાણીનું વધારે. તે એક સંતરામાં સામાન્ય રીતે 87 ટકા પાણી હોય છે. જેથી શિયાળામાં સંતરા ખાવાથી શરીર હાઈડ્રેટેડ રહેશે.

સંતરામાં ફાયબરનું પ્રમાણ વધારે છે. અને તે એટલે જ સંતરા ખાધા બાદ પેટ ભરેલું લાગે છે. અને તે સાથે જ પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. અને કબજિયાત થતી નથી. સંતરામાં રહેલું વોટર-સોલ્યુબલ સ્થૂળતા સામે લડવામાં અને વજન જાળવવામાં મદદ કરે છે. સાથે જ શરીરને ચરબી બાળવાની પ્રક્રિયા ઝડપી બનાવે છે.

માત્ર સંતરા જ નહીં તેની છાલ પણ વજન ઘટાડવા માટે લાભદાયી છે. સંતરાની છાલમાં વિટામિન B6, કેલ્શિયમ, પ્રોવિટામિન A અને ફોલેટ ઉપરાંત પૉલિફેનૉલ્સ રહેલું છે. અને તે ખુબ ફાયદા કારક છે, જે ડાયાબિટીસ ઉપરાંત અલ્ઝાઈમર અને સ્થૂળતા જેવી સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે. સંતરાની તુલનામાં તેની છાલમાં 4 ગણું વધારે ફાયબર હોય છે. એટલે જ ખાધા બાદ પેટ ભરેલું હોય તેવું લાગે છે. છાલમાં રહેલું વિટામિન C ચરબી બાળવામાં મદદ કરે છે.

સંતરા ના છાલ નો પાવડર બનાવી ફેસ માસ્ક માં ઉપયોગ કરી શકો છો. સંતરા વિટામિન સી થી ભરપુર છે અને ત્વચાને સાફ કરે છે. તેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ પણ છે. તમે થોડી સરળ ટીપ્સ થી ચેહરા માટે કુદરતી ફેસ માસ્ક ઘરે જ તૈયાર કરી શકો છો.

ફેસપેક બનાવવા માટે સૌપ્રથમ સંતરાના પાવડરમાં હળદર ઉમેરી દો. જે ત્વચા માટે ખૂબ જ સારું છે. આ પેક બનાવવા માટે એક મોટી ચમચી સંતરાના નો પાવડર લો અને તેમાં બે ચપટી હળદર ઉમેરો.. પેસ્ટ બનાવવા માટે, આ મિશ્રણમાં ગુલાબજળ ઉમેરો. આ પેકને આખા ચહેરા પર લગાવો. અને તેને લગભગ 15 મિનિટ લગાવી રાખો. પછી ચહેરો સ્વચ્છ પાણીથી ધોઈ લો.

સંતરાની છાલમાં હેર્પૈરિડિન નામનું એન્ટીઓક્સીડેન્ટસ પણ હોય છે. આ એન્ટીઓક્સીડેન્ટ બ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ લેવલ અને સોજાને ઓછો કરે છે. જો સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા છે તો સંતરાની છાલનો ઉપયોગ કરવો જોઈએ.

સંતરાની છાલમાં કોપર, ફોલેટ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ફાઈબર અને વિટામીન બી અને સી હોય છે. આ રીતે સંતરાની છાલ સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક સાબિત થઈ શકે છે. સંતરાની છાલમાં પોલીમેથોક્સીકલેટિડ ફ્લેવેનોએડ હોય છે જે કોલેસ્ટોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે.

સંતરાની છાલમાં એન્ટી-એલર્જિક યૌગિક પણ રહેલા હોય છે. તે કફને સાફ કરીને તમારા ફેફસાંને સ્વસ્થ રાખે છે. આ ઇમ્યૂન સિસ્ટમને મજબૂત કરીને ખાંસીમાંથી છુટકારો અપાવે છે. દાંત પર સંતરાની છાલ ઘસવાથી તે સફેદ અને ચમકદાર બને છે. ત્યાં જ સંતરાની છાલને ચાવવાથી મોંઢામાંથી આવનાર દુર્ગંધની સમસ્યા પણ પૂરી થઈ જાય છે. એટલા માટે સંતરાની છાલને કચરામાં ના ફેંકો.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

માત્ર આ એક ચમચી ચૂર્ણથી કાયમ માટે ડાયાબીટીસની દવા અને ઇન્જેકશનથી છુટકારો, 100% અસરકારક અને અનુભવસિદ્ધ ચૂર્ણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. આજકાલ ઘરેઘરે ડાયાબિટીસનો રોગ સામાન્ય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!