મોટાભાગના લોકો ઠંડીની સિઝનમાં સંતરા ખાવાનું ઘણુ પસંદ કરે છે. જોકે તેના સેવનથી થતા લાભો અંગે તમામ લોકો પરિચિત નથી. તેનું સેવન શરીરને ઘણા લાભો પહોંચાડે છે. સંતરામાં વિટામિન C સારા પ્રમાણમાં મળી આવે છે, તેમાં ફૅટ, કૉલેસ્ટ્રૉલ અને સોડિયમનું પ્રમાણ ઓછું જોવા મળે છે. માટે તે ઇમ્યુનિટી માટે ખૂબ જ લાભદાયક છે.
સંતરા વિવિધ પોષક તત્વોથી ભરપુર હોય છે. તેની મોટી વિશેષતા એ છે કે તેમાં ખૂબ ઓછી કેલરી હોયછે. કોઈ પણ રીતના સૈચ્યૂરેટેડ ફેટ કે કોલેસ્ટરોલ સંતરામાં હોતુ નથી. આ ઉપરાંત તેને ખાવાથી તમને ડાયાટરી ફાઇબર મળે છે, જે શરીરમાંથી આ હાનિકારક તત્વોને દૂર કરવામાં મદદ કરે છે. તમને જણાવી દઈએ કે સવારે અને રાત્રે સંતરા ખાવા નહિ. શક્ય હોય ત્યાં સુધી દિવસ દરમિયાન હંમેશા સંતરા ખાવાનો પ્રયત્ન કરો. ખોરાક લીધા પછી તરત જ નારંગીનું સેવન ન કરો. નારંગીનું સેવન ભોજનના એક કલાક પહેલા અથવા ભોજનના એક કલાક પછી લેવું ખુબ યોગ્ય છે.
સંતરામાં કૉલેસ્ટ્રૉલ ઘણુ ઓછું હોય છે. માટે તેના સેવનથી બૅડ કૉલેસ્ટ્રૉલનું પ્રમાણ ઓછું કરી શકાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે સંતરામાંથી વિટામિન C મેળવી શકાય છેકે જે શરીરમાં ફ્રી રેડિકલ્સને ન્યૂટ્રીલાઇઝ કરી કૉલેસ્ટ્રૉલને ઑક્સિડાઇઝ કરવામાં મદદ કરે છે.
સંતરાનું સેવન કરવું ખૂબ જ લાભદાયક હોય છે, કારણ કે તેમાં ફાઇબરનું પ્રમાણ સારું છે કે જે કે બ્લડ શુગરના પ્રમાણને વધતું અટકાવે છે.
સંતરા આરોગ્યની સાથે-સાથે સ્કિન માટે પણ ખૂબ જ લાભદાયક હોય છે. તેના સેવનથી સ્કિન ચમકદાર બને છે, કારણ કે તેમાં કૅરોટીન હોય છે. સંતરાને તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. આમાં, પોટેશિયમ અને ફાઇબરની હાજરી બ્લડ પ્રેશર, કોલેસ્ટરોલનું સ્તર અને જોખમના અન્ય પરિબળોને નિયંત્રિત કરે છે. તેનાથી હ્યદયની તંદુરસ્તી સ્વસ્થ રાખે છે.
આંખ માટે સંતરા ફાયદાકારક માનવામાં આવે છે. સંતરામાં જોવા મળતુ વિટામિન એ આંખના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે અને મેક્યુલર ડીજનરેશનને ઘટાડે છે. આ તમારી આંખોને સ્વસ્થ રાખે છે. સંતરા વિટામિન બી કોમ્પ્લેક્સનો સ્રોત પણ છે, જે હિમોગ્લોબિનની માત્રામાં વધારો કરે છે. તે હાર્ટ રેટ અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે અને હાડકાંને મજબૂત બનાવવાનું કામ કરે છે.
નારંગી વજન ઓછું કરવામાં પણ ફાયદાકારક છે આ ફળ ખાવાથી તમારુ વજન પણ ઘટાડી શકો છો. કારણકે નારંગી માં સારા પ્રમાણમાં ફાઈબર હોવાથી જ્યારે આપણે નારંગી ખાઈએ છીએ. ત્યારે આપણને વધારે ભૂખ નથી લાગતી વધારે ભૂખ ન લાગવાના કારણે વજન આપો આપ ઓછુ થવા લાગે છે એટલા માટે જ લોકો પોતાના ડાયટ પ્લાનમાં નારંગી ને એક આગવું સ્થાન આપે છે. અને જે લોકોનું વજન ઓછું કરવું હોય તે લોકોએ જરૂરથી આ ફળને પોતાના ડાયટ પ્લાનમાં ઉમેરવું જોઇએ.
સંતરા એક કુદરતી એન્ટીઓક્સિડન્ટ છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે, રક્તને શુદ્ધ કરવાની સાથે, તે સ્ટેમિના વધારવામાં પણ મદદગાર છે. સંતરામાં ઉચ્ચ ફાઇબર અને વિટામિન સી હોય છે. તેને ખાવાથી ઝડપથી ભૂખ નથી થતી, જેનાથી વજન વધતું નથી.
સંતરા જ નહીં તેની છાલ પણ વજન ઘટાડવા માટે લાભદાયી છે. સંતરાની છાલમાં વિટામિન B6, કેલ્શિયમ, પ્રોવિટામિન A અને ફોલેટ ઉપરાંત પૉલિફેનૉલ્સ રહેલું છે.અને તે ખુબ ફાયદા કારક છે, જે ડાયાબિટીસ ઉપરાંત અલ્ઝાઈમર અને સ્થૂળતા જેવી સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે. સંતરાની તુલનામાં તેની છાલમાં 4 ગણું વધારે ફાયબર હોય છે એટલે જ ખાધા બાદ પેટ ભરેલું હોય તેવું લાગે છે. છાલમાં રહેલું વિટામિન C ચરબી બાળવામાં મદદ કરે છે.