ગમે તેવા સાંધા નો દુખાવો કે સાંધા ના વા થી કાયમ માટે છુટકારો મેળવવા માટે અપનાવો આ અકસીર આયુર્વેદિક ઉપાય

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ઘણા બધા લોકો ને સાંધા અને ગોઠણ ના દર્દ ની તકલીફનો સામનો કરવો પડે છે. વધતી ઉંમર સાથે આ તકલીફ પણ ગંભીર થઇ જાય છે. શરીરની અંદર કેલ્શિયમની માત્રા ઘટી જતાં શરીરમાં વિવિધ પ્રકારના રોગ ઉત્પન્ન થાય છે. કેલ્શિયમ શરીરની અંદર હાડકાના વિકાસ માટે સૌથી મહત્વનો ફાળો ભજવે છે. સાથે સાથે કેલ્શિયમ  હાડકાંને મજબૂત બનાવે છે.

આયુર્વેદમાં કેટલીક કષ્ટપ્રદ વ્યાધિઓમાં ‘આમવાત’નો પણ સમાવેશ કરેલો છે. આ વ્યાધિમાં શરીરના વિભિન્ન અંગોમાં પણ ખાસ કરીને સાંધાઓમાં સખત પીડા થાય છે. ઘણીવાર તો આ પીડા ગુમડું પાકતું હોય એવી તીવ્ર હોય છે. આ રોગના બીજા લક્ષણોમાં અરુચિ, તૃષા, આળસ, શરીરમાં ભારેપણું, જવર, આહારનું પાચન ન થવું, અંગોના સાંધાઓમાં સોજો અને પીડા. એ આમવાતના સામાન્ય લક્ષણો છે.

આમવાતમાં ‘આમ’ અને ‘વાત’ એમ બે શબ્દોનો સંયોગ છે. આમ એટલે અપક્વ અથવા પચ્યા વગરનો કાચો આહાર અને વાત એટલે વાયુ. આમવાતમાં કમર, ઘૂંટણ, કાંડું, ઘૂંટી, ખભો વગેરે સાંધાઓમાં દુખાવો થાય છે અને ક્યારેક સોજો પણ આવે છે. બેસીને ઊભા થતાં તકલીફ થાય છે. ટેકો દઈને જ ઊભા થવું પડે છે. પલાંઠી વાળીને બેસતાં અને ઊઠતાં તકલીફ થાય છે. આખું શરીર તૂટે છે. આળસનો અનુભવ થાય છે અને રોગ વધે ત્યારે વીંછીના ડંખ જેવી વેદના થાય છે.

આ રોગની ઉત્પત્તિમાં ‘આમદોષ’ અગત્યનો ભાગ ભજવે છે. જે એક પ્રકારનું વિષ જ સમજવું જોઈએ. શરીરના મોટાભાગના ત્યાજ્ય પદાર્થો મળ, મૂત્ર અને સ્વેદ દ્વારા બહાર નીકળી જાય છે. જો શરીરના આ ત્યાજ્ય અથવા દૂષિત પદાર્થોનો યોગ્ય રીતે નિકાલ ન થાય તો તે શરીરના રક્ત સાથે સમગ્ર શરીરમાં ‘આમદોષ’ રૂપે ફરે છે અને જ્યાં જે સાંધામાં તક મળે ત્યાં અડ્ડો જમાવીને સોજો ઉત્પન્ન કરે છે. આ રીતે આમવાત ઉત્પન્ન થાય છે.

આયુર્વેદોક્ત આ ‘આમવાત’ શબ્દ સમજવા જેવો છે. એટલે કાચો રસ અને વાત એટલે વાયુ આમ એટલે કે કાચારસની વૃદ્ધિ સાથે વાયુનો પ્રકોપ ઉત્પન્ન થાય ત્યારે ‘આમવાત’ ઉત્પન્ન થાય છે. આ વિકૃતિમાં આમ એટલે કાચો રસ-દ્રવ, ખાસ કરીને સાંધાઓમાં ભેગો થાય ત્યારે તે સોજો ઉત્પન્ન કરે છે. એ સાથે અગ્નિમાંદ્ય, શરીરમાં ભારેપણું, જવર, ઉત્સાહનો અભાવ, બહુમૂત્રતા, તૃષાધિક્ય, અનિદ્રા, હૃદયસ્થાન પર પીડા, કબજિયાત, વાયુ વગેરે ઉપદ્રવો ઉત્પન્ન થાય છે.

બરાબર પચતો નથી અને આહારનો કાચો અંશ-આમ વધી જઈને આખરે આમવાતને ઉત્પન્ન કરે છે. બેઠાડુ જીવન, સોફા કે પલંગ ઉપર સુઈ રહેવું, દિવસ આખો ઍર-કન્ડિશન્ડ ઑફિસમાં બેઠા રહેવું, કસરત કે વૉક સાવ ન કરવાથી પણ આમવાત થાય છે

આમવત સાંધાના રોગના ઉપચાર:

આમવાતનું ઉત્તમ પથ્ય શાક રીંગણ છે. સૌવીરકાંજીમાં ઉકાળેલું રીંગણ અથવા તેનો શેકીને બનાવેલો ઓળો-ભડથું ઉત્તમ પરિણામ આપે છે. આમાં લસણ વગેરે ‘આમ’ અને ‘વાયુ’ નાશક મસાલા નાખી શકાય. પાલક સાટોડી, પુનર્નવા, લીમડાની કુંપળ, મેથી, ગળો, સરગવો, સરગવના ફૂલ, પરવળ, કારેલા વગેરે આમવાતમાં હિતાવહ છે. આદુ અને સૂંઠનો ઉપયોગ, ઉકાળેલું પાણી, તલના પાક-વેલા અડદના વડા, રાત્રે સૂંઠ નાખેલું દૂધ વગેરે હિતાવહ છે.

આમવાતના દર્દીએ દહીં, શ્રીખંડ, કાચું દૂધ, (ઉકાળ્યા વગરનું) વાસી, ખાટું, માછલી, ઠંડું ફ્રીજનું પાણી, ઠંડા પીણાં, આઈસક્રીમ, માવાની મીઠાઈઓ, વિરુદ્ધ આહાર, પૂર્વની હવામાં સૂવું, ઉજાગરો, વારંવાર એકટાણા, મળ-મૂત્ર વગેરેને રોકવા, તુવેર, વાલ, ચણા વગેરે ના ખાવું જોઈએ. મહાયોગરાજગૂગળની બે બે ગોળી સવારે, બપોરે અને રાત્રે ભૂક્કો કરીને લેવી.બૃહત્વાત ચિંતામણી એક એક ટેબ્લેટ સવારે, બપોરે અને રાત્રે લેવી.વાસી ખોરાક ન લેવોમેંદાની વસ્તુઓ ન લેવી, બ્રેડ, બિસ્કીટ, પાઉં તેમજ અન્ય બેકરીની વસ્તુઓ ન લેવી.

અથાણાં તથા ખમણ, ઢોકળાં, હાંડવો, ઈડલી, ઢોંસા તેમજ અન્ય આથો લાવીને બનાવવામાં આવતી વસ્તુઓ ન લેવી.દહીં, છાશ, લિંબુ, ટામેટાં, આમલી, કોકમ વગેરે તમામ ખટાશ બંધ કરવી. દિવસે ન સૂવું.પંખાના પવનથી દૂર સૂવું.સવારથી સાંજ સુધી જેટલુ પાણી જોઇએ તેનાથી બમણું પાણી લેવું અને અડધું બળે ત્યાં સુધી વાસણ ખુલ્લું રાખીને ઉકાળવું. અડધું પાણી બળી જાય પછી ઠારીને ઉપયોગમાં લેવું, પાણી ઉકાળતી વખતે એક નાનો ટુકડૉ સૂઠનો નાંખવો. અને સાંજ થી સવાર સુધી જેટલું પાણી જોઇએ તેટલું પાણી સાંજે ફરીથી ઉકાળવું, વાસી પાણી ઉપયોગમાં ન લેવું.

અજમોદાદિ ચૂર્ણ આમવાતનું એક ઉત્તમ ઔષધ છે. અજમોદાદિ ચૂર્ણ બે ગ્રામ સાથે વૈશ્વાનર ચૂર્ણ બે ગ્રામ ગરમ પાણી સાથે લેવાનું. આ ચૂર્ણ સવાર-બપોર-સાંજ દિવસે ત્રણ વાર લેવું. એ જઠરાગ્નિને વધારે છે. આમનું પાચન કરે છે. વાયુને ઘટાડે છે અને વેદના પણ શાંત કરે છે. રોજ સવારે અથવા રાત્રે એક કપ સૂંઠના ઉકાળામાં મોટો ચમચો દિવેલ નાખી પી જવું. આ બન્ને ઔષધો ‘આમ’નું આહારના કાચા-ચીકણા રસનું પાચન કરે છે અને વાયુનું પણ શમન કરે છે.

પંડિત ભાવમિશ્રે તો ત્યાં સુધી કહ્યું છે કે શરીરરૂપી વનમાં નિરકુંશ ફરતા આમવાતરૂપી હાથીને મારવા માટે એકલા એરંડ તેલરૂપી કેસરી (સિંહ)નું હોવું પર્યાપ્ત છે. ગૂગળની બે-બે ગોળી સવાર-બપોર-સાંજ વાટીને ગરમ પાણી સાથે લેવી. આનાથી આમવાત તેમ જ મેદ પણ ઘટે છે. આમનું પાચન થાય છે. વિકૃત થયેલો વાયુ શમે છે. ગૂગળના રસાયણ ગુણને કારણે શરીરમાં શક્તિ પણ આવે છે. દીવેલ એક તદ્દન નીર્દોષ વીરેચન દ્રવ્ય છે. એ ઘણા રોગો મટાડે છે.

જુની કબજીયાત, કોઠામાં ગરમી, દુઝતા હરસ, મળમાર્ગમાં ચીરા, વારંવાર ચુંક આવી ઝાડા થવા, આંતરડામાં કે મળમાર્ગમાં બળતરા થવી વગેરેમાં દીવેલ ઉત્તમ ઔષધ છે. એક ગ્લાસ ગરમ દુધમાં બેથી ત્રણ ચમચી કે પોતાની પ્રકૃતી મુજબ દીવેલ નાખી રાત્રે સુતી વખતે પીવાથી એક-બે પાતળા ઝાડા થઈ કફ, પીત્તાદી દોષો નીકળી જાય છે અને આંતરડાની શક્તી વધે છે.દરરોજ સવારે એક કપ સુંઠના ઉકાળામાં એકથી દોઢ ચમચી દીવેલ નાખી પીવાથી આમવાત મટે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top