હાલના દિવસોમાં ફેટ ફ્રી અને કોલેસ્ટ્રોલ ફ્રી ઈચ્છતા લોકોમાં રિફાઈન્ડ ઓઈલનો ઉપયોગ વધી ગયો છે. તેઓ પરંપરાગત તેલોની જગ્યાએ રિફાઈન્ડ ઓઈલમાં ભોજન બનાવવાનું વધુ પસંદ કરે છે. તેની પાછળ એક માન્યતા એવી છે કે તે ઓછું ચીપકે તેવું હોય છે અને વપરાશ પણ ઓછો થાય છે.
હકીકતમાં ખાદ્ય તેલોને રિફાઈન્ડ કરવા માટે અનેક પ્રકારના રસાયણોનો ઉપયોગ થાય છે. કોઈ પણ તેલને રિફાઈન કરવા માટે 6થી 7 પ્રકારના રસાયણ ઉપયોગમાં લેવાય છે.
જ્યારે ડબલ ફિલ્ટર્ડ તેલ માટે તો તેની સંખ્યા 12-13 જેટલી થાય છે. આ રસાયણોમાંથી એક પણ રસાયણ ઓર્ગેનિક હોતું નથી. અન્ય રસાયણોની સાથે મળીને તે ઝેરીલા તત્વોનું નિર્માણ કરે છે. જે શરીરમાં કેન્સરકારક તત્વો પેદા કરે છે.
ભારતીય ખાદ્યતેલ માર્કેટની વાત કરવામાં આવે તો સૌથી પેલું જે મગજમાં આવે એ છે રિફાઇન્ડ ખાદ્ય તેલ (જેને ખરેખર ખાદ્ય ન કહી શકાય). આજે 90 ટકાથી વધુ ઘરોમાં જો રિફાઇન્ડ તેલ ઘર કરી ને બેઠું છે. જેમાં કપાસિયા, રાઇસબ્રાન, સુર્યમુખી, સોયાબીન વગેરેના ડબ્બા કે પેકિંગ પર રિફાઇન્ડ ઓઇલ લખેલું મળે છે. પરંતુ તમને પ્રશ્ન થશે કે એમાં શું ખોટું છે.
‘રિફાઇન્ડ’ શબ્દ સાંભળવામાં ભલે બહુ સુસંસ્કૃત લાગતો હોય પરંતુ આજના આધુનિક વિજ્ઞાનની શરત મુજબ રિફાઇન્ડ તેલ એ પૂર્ણપણે બગડેલું તેલ છે. તેલને રિફાઇન્ડ કરવાની પ્રોસેસ, મલ્ટી સ્ટેજ પ્રોસેસ છે.
રિફાઈન્ડ ઓઈલની જગ્યાએ પરંપરાગત ખાદ્ય તેલનો ઉપયોગ સરવાળે વધુ સ્વાસ્થ્યવર્ધક હોય છે. કોલેસ્ટ્રોલથી બચવા માટે આપણે જે પ્રકારના રિફાઈન્ડ ઓઈલનો ઉપયોગ કરીએ છીએ તે આપણા શરીરના આંતરિક અંગોમાંથી પ્રાકૃતિક ચીકાશ પણ છીનવી લે છે. જેનાથી શરીરને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
તેનાથી શરીરને જરૂરી એવું ફેટી એસિડ ન મળે. જેનાથી આગળ જઈને સાંધા, ત્વચા અને જરૂરી અન્ય અંગો સંબંધી સમસ્યાઓ પેદા થાય છે. જ્યારે સામાન્ય તેલમાં હાજર ચીકાશ શરીરને જરૂરી ફેટી એસિડ આપે છે.
રિફાઈન્ડ ઓઈલ બનાવવાની પ્રક્રિયામાં જરૂરી ચીકાશ નીકળી જાય છે. જ્યારે તમારી સ્કીન માટે જરૂરી ગ્લો જાળવી રાખવા માટે તે જરૂરી હોય છે. જેનાથી ત્વચામાં ડ્રાયનેસ અને કરચલીઓ વધે છે. એજિંગ પણ ઝડપથી થાય છે.
રિફાઈન્ડ ઓઈલનો લાંબો સમય ઉપયોગ કરતા હાડકાને નુકસાન થાય છે. અનેક રિસર્ચમાં જોવા મળ્યું છે કે જે લોકો લાંબા સમય સુધી તેનું સેવન કરે છે તેમને ઘૂંટણ અને અન્ય સાંધાના દુ:ખાવા થાય છે. તેનાથી અસ્થિમજ્જાને પણ નુકસાન થાય છે.
રિફાઈન્ડ તેલનો ઉપયોગ નુકસાનકારક હોઈ શકે છે કારણ કે રિફાઈનિંગની પ્રક્રિયામાં તેલને ખુબ વધારે તાપમાન પર ગરમ કરાય છે. જેનાથી તેમાં ઝેરી તત્વો પણ પેદા થાય છે.
રિસર્ચ મુજબ ભોજન પકાવવામાં સરસવનું તેલ, નારિયેળનું તેલ, અને ઘી જેવા પરંપરાગત તેલ વધુ સારા છે. તે સ્વાસ્થ્ય લાભના મામલે પણ રિફાઈન્ડ અને અન્ય તેલો કરતા વધુ સારા છે. સંતૃપ્ત વસા (જેમ કે ઘી, નારિયેળ તેલ)નો ઉપયોગ એટલા માટે પણ સારો છે કારણ કે તળતી વખતે તુલનાત્મક રીતે તે સ્થિર રહે છે.