રતવા, માથાના હેમરેજ જેવા અનેક ગંભીર રોગમા સૌથી અસરકારક છે આ ઔષધિનો ઉપયોગ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

રતવેલિયાના છોડ પાણીના કાંઠે થાય છે. એનાં પાનની કોર કરકરી વાળી થાય છે. તે લૂણીનાં પાન જેવા હોય છે. તેની જડ વાલ જેવી હોય છે. તેનું થડ ગાંઠોવાળું જમીન પર પથરાયેલું હોય છે ને તેના ડાંખળાં બે ફૂટ જેવડાં હોય છે. એના વેલાનો રંગ લીલો તથા લાલ દેખાય છે. એનાં પાનનો રંડ ઉપરથી લીલો કે લાલ તથા નીચેનો રંગ સફેદ હોય છે.

રતવેલિયાના ફૂલ ફીક્કા ધોળા ગુલાબી રંગના હોય છે. તેમાં બે બીજ હોય છે. એનું પંચાંગ દવામાં વપરાય છે. રતવા માટે વપરાતી હોવાથી એનું નામ રતવેલિયો પડ્યું હોય એમ માનવામાં આવે છે. તેમાં પીપર જેવાં ફળ હોય તેથી તેને જલપીપ્પલી પણ કહેવામાં આવે છે. રતવેલિયો ગુણમાં નેત્રને હિતકારક છે. ઠંડો છે તથા રચિ ઉત્પન્ન કરનાર છે. તે પિત્તાતિસાર જવર વગેરેમાં રાહત આપનાર છે એ મુખને શુદ્ધ કરનાર તથા અગ્નિદીપક છે.

નાનાં બાળકોને અજીર્ણ થયું હોય અને ખોરાકનું બરાબર પાચન ન થતું હોય ત્યારે સુવા, જીરું સાથે રતવેલિયો મેળવીને આપવાથી બરાબર લાભ થાય છે. પેશાબમાં બળતરા થતી હોય તે પણ મટે છે. પ્રમેહમાં પણ તે આરામ કરે છે. તેની પોટીસ રતવા તથા સોજા ઉપર લગાડવાથી ઘણો ફાયદો થાય છે. એમાંથી બનાવેલો કવાથ ખૂબ જ થોડા પ્રમાણમાં દર કલાકે આપવાથી તાવ ઊતરે છે. તે અસાધ્ય એ કષ્ટસાધ્ય રોગ ઉપર ઉત્તમ ફાયદો કરે છે.

રતવેલીયા પાન તથાં ફૂલ આંખ પાસે લોહી જામી જાય તેને તથા શરીર પરના કાળા ડાઘ મટાડે છે. જીર્ણ ગૂમડાં ઉપર પણ રૂઝ લાવે છે. એને વાટીને પીવડાવવાથી રક્તશુદ્ધિ થાય છે. શ્વાસ, તરસ, દાહ, મૂચ્છ, તાવ એ તમામ રોગોને મટાડે છે. તે જઠરાગ્નિ દીપાવે છે. વધુ ખાવાથી શરદી થાય છે. તે આંખનું તેજ વધારે છે. કૃમિ, વાત, વિષ તથા પિત્તજવરને મટાડે છે.

રતવેલિયો ૧૦ ગ્રામ, પીત્તપાપડો, સુરોખાર, ધાણા દરેક ચીજો પાંચ પાંચ ગ્રામ લઈને તેનો કવાથ બનાવવો. એ રીતે બનાવેલ કવાથ સાથે ચંદ્રપ્રભાની ગોળી આપવાથી કુષ્ઠરોગનો નાશ થાય છે. રતવેલિયાનાં પાનને વાટી એનો લેપ કરવાથી સખત માથું દુખતું હોય ત્યારે તેમાં રાહત થાય છે. એ ઠંડો હોવાથી ખાવામાં બહુ વપરાય તો એનાથી શરદી થવાનો ભય રહે છે.

રતવેલિયાનાં પાનનો રસ પાંચથી દસ ગ્રામ જેટલો આપી શકાય છે અને તે ગરમ હોય છે. રતવેલિયાનો ફાંટ બાળકને આપવાથી તેનું અર્જીણ, શરદી અને ઝાડા મટે છે.  રતવેલીયાના પાંદડા પીસીને ચહેરા પર લગાવવાથી પિમ્પલ્સ દૂર થાય છે. રતવેલીયાના પાનના 1-2 ગ્રામ રસમાં 1-2 ગ્રામ કાળા મરીનો પાવડર મિક્સ કરો. તેના ઉપયોગથી શ્વસન સમસ્યાઓમાં રાહત મળે છે. રતવેલીયાના પાન પીસીને કપાળ પર લગાવવાથી હેમરેજમાં રાહત મળે છે.

રતવેલિયાને વાટીને લગાડવાથી દાહ તથા સોજો મટે છે. એનાં પાનનો રસ સુવાવડીને પણ આપવામાં આવે છે. જો ઝાડાથી પરેશાન થાય છે, તો રતવેલીયા અને સરિવાથી બનેલો ઉકાળો લો. ધ્યાનમાં રાખો કે આ ઉકાળો માત્ર 10-20 મિલી લો. પેશાબ કરતી વખતે દુખાવો અને બર્નિંગ સનસનાટીનો અનુભવ થાય છે, તો પછી રતવેલીયાનો ઉપયોગ ફાયદાકારક છે. આ માટે 1-3 ગ્રામ રતવેલીયાના તાજા પાનના રસ સાથે પીસીને જીરું નાખી પીવો. તે પીડા અને બર્નિંગ સનસનાટી બંનેમાં રાહત આપે છે.

નાક અથવા કાનમાંથી લોહી નીકળવાની સમસ્યાને આયુર્વેદમાં લોહીનો રોગ કહેવામાં આવે છે. ઉનાળામાં આ સમસ્યા વધુ જોવા મળે છે. 2-4 ગ્રામ રતવેલીયોના પંચાંગના પાવડરને દૂધ સાથે પીસી લો અને તેને ગાળી લો. ગાળ્યા પછી તેમાં ખાંડ નાખીને પીવો. તે બ્લડ પ્રેશરમાં ઝડપી રાહત આપે છે.

રતવેલીયાના પાંદડાઓમાં ઔષધીય ગુણધર્મો છે જે સાંધાનો દુખાવો અને બળતરા દૂર કરવામાં મદદ કરે છે. રતવેલીયાના પાંદડા પીસી લો અને તેને લગાવો. આ ટૂંકા સમયમાં પીડા ઘટાડે છે. 1-3 ગ્રામ રતવેલીયાના તાજા પાન પીસીને, તેને દિવસમાં ત્રણ વખત ગાળીને પીવાથી ગોનોરિયા માં ફાયદો થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top