આપણે જો સામાન્ય રીતે રાઇનો ઉપયોગ એ ભોજનામા કરતા હોય છે જેમકે શાકભાજી અને સંભારમા અને વઘાર કરવા માટે પણ કરવામા આવે છે. રાઇ એ આપણા સ્વાસ્થ્ય માટે પણ ઘણી લાભદાયી અને ગુણવતા વાળી છે. રાઈના દાણા માંથી તેલ નીકળે છે. એ તેલ સરસિયા તેલ કરતાં વધુ ઉગ્ર હોય છે. રાઈનું તેલ તીખું, હલકું, મળે ખેડનાર, ઉષ્ણ, વાયુ તેમજ માથાના અને કાનના રોગને મટાડનાર, લોહીને ખરાબ કરનાર, કૃમિ તથા દુષ્ટ વર્ણને મટાડનાર છે. ચાલો આપણે રાઈના ફાયદાઓ વિશે.
સાંધાનો દુખાવો એ સમસ્યા છે જે વ્યક્તિને લાચાર બનાવે છે કારણ કે જો તમને સાંધાનો દુખાવો થાય તો તમે તમારું કોઈ પણ કામ ભલાઈથી કરી શકશો નહીં, પરંતુ જો તમે રાઇને પીસીને કપ સાથે મિક્સ કરો તો તેના પર મસાજ કરો. તેથી તમને સાંધામાં દુખાવો નહીં થાય. ગરમ પાણીમા તમારે રાઇ ઉમેરવાથી રાઇ એ ફુલી જાય છે અને આ પાણીને નવશેકુ રાખો અને આ પાણીમા બેસવાથી તમને યૌન સંબંધિત રોગ સહિતના તમામ રોગથી રાહત મળે છે.
જો કોઇને વાઇ એટલે કે આવી હોય તો તેમા રાઇને પીસીને સુંઘાડવાથી તમને રાહત મળી શકે છે. રાઇના તેલમા મીઠુ ઉમેરીને તેને મંજન કરવાથી તમને પાયોરિયા સબંધિત જેવા રોગનો નાશ થાય છે. રાઇને પીસીને મધમા તેને મિક્સ કરીને તમે સૂંઘવાથી તમને શરદી અને ઉધરસમા રાહત મળે છે.
રાઇને તમે પીસીને પેટ પર લેપ લગાવવાથી તમને પેટમા થતા તમામ દુખાવા અને અને પેટમા આવતી તમામ મરોડથી તમને આરામ મળે છે. જો તમને કોઇ પણ જગ્યાએ દુખાવો થઇ રહ્યો છે તો તમારે એક કાપડમા રાઇ ભરીને તેની પોટલી બનાવી લો અને તેને તમે ગરમ કરી અને તેનો શેક કરવાથી તમને તમામ દુખાવામા રાહત મળે છે અને તે સિવાય તમને રાઇના લેપ એ સોજો આવ્યો હોય તે જગ્યા પર લગાવવાથી તમને સોજો પણ ઓછો થય જાય છે.
પેઢા પીળા થઈ ગયાં હોય અને તેમાંથી લોહી અને પસ આવતો હોય તેમજ દુ:ખાવો થતો હોય અને દુર્ગંધ આવતી હોય તો 1-2 ચમચી રાઈનું તેલ અને અડધી ચમચી એકદમ ઝીણું વાટેલુ મીઠું ભેળવીને મોઢામાં મુકી દો. આને અડધો કલાક સુધી મોઢામાં રહેવા દો અને મોઢામાં લાળ વધે તો ધીમે ધીમે થુંકતા રહો. આમ, અડધો કલાક સુધી ધીમે ધીમે થુંકતા રહો અને ત્યારબાદ પાણીથી કોગળા કરી લો. આ ખુબ જ અસરકારક પ્રયોગ છે.
રાઈનું એક-બે માસા ચૂર્ણ થોડી ખાંડમાં મેળવીને ખાવાથી અને ઉપર પાંચ-દસ તોલા પાણી પીવાથી અપચો અને ઉદરશૂળ મટે છે. અર્ધો તોલો વાટેલી રાઈ ને અર્ધો તોલો મીઠું ગરમ પાણીમાં મેળવીને પીવાથી ઊલટી થઈ ઝેર બહાર નીકળી જાય છે. રાઈ એક ચમચી લોટ ઠંડા પાણીમાં પીસી ચાલીસ-પચાસ તોલા પાણીમાં મેળવી પીવાથી ઉલટી થઈ ખાધેલું ઝેર બહાર નીકળી જાય છે.
દસ તોલા સરસિયું કે તલનું તેલ લઈ તેને ખૂબ ઉકાળી, ઊભરો લાવી, નીચે ઉતારી, તેમાં રાઈ અને લસણ એક-એક તોલો બારીક પીસીને નાખવું. પછી તેમાં દોઢ માસો કપૂર નાખી ને ઢાંકી દેવું અને ઠંડુ થાય ત્યારે ગાળીને શીશીમાં ભરી લેવું. આ તેલનાં બે-ચાર ટીપાં કાનમાં નાખવાથી કાન પાકતો હોય, કાન માંથી પરુ નીકળતું હોય તો તે મટે છે.
રોજ રાત્રે 1 ચમચી રાઈ પાણીમાં પલાળીને રાખી દો સવારે આ પાણીને ચહેરા પર લગાવો અને 10 મિનીટ બાદ ચહેરો ધોઈ લો આમ કરવાથી ખીલ બ્લેક હેડ્સ અને ઓઈલિ સ્કીનની પ્રોબ્લેમ દુર થશે. રાઈની પેસ્ટ બનાવી વાળમાં લગાવો પછી વાળ ખારવાની સમસ્યા દુર થશે. રાઈને પીસીને પેસ્ટ બનાવી લો તેને દરરોજ માથા પર લગાવો માંઈગ્રેનનો દુખાવો દુર રહેશે
1 કપ પાણીમાં અડધી ચમચી રાઈને મિક્ષ કરી ગરમ કરી લો આ પાણી પીવાથી ડાયરિયામાં આરામ મળે છે. રાઈમાં આયરન, મેગેઝીન અને કોપર જેવા તત્વ હોય છે, જે શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારે છે. અને આપણને સ્વસ્થ રાખે છે. રાઈના તેલમાં કેન્સરને અટકાવનાર ગ્લુકોજીલોલેટ હોય છે, જે કેન્સરના ટ્યુમર અને ગાંઠને શરીરમાં બનવાથી અટકાવે છે.
જો તમારા બાળકોને ખાંસી થઇ ગઈ છે, તો એના માટે રાઈના તેલમાં છોલેલી લસણની કાળી નાખીને એને ગરમ કરી એનાથી બાળકની માલિશ કરો. આમ કરવાથી એને આરામ મળશે. જેમને વધારે થાક લાગવાની સમસ્યા હોય તો એ લોકો રાત્રે સુતા પહેલા રાઈના તેલથી પગના તળિયામાં અને પગ પર માલિશ કરો. એનાથી ઊંઘ પણ સારી આવશે અને સવારે ઉઠો એટલે બધો થાક ગાયબ થઇ જશે.