રાઈ દરેકનાં રસોડાનાં મસાલાનાં ડબ્બામાં અચૂક હોય છે. રાઈ વગર આપણું જમવાનું પુરૂં ન થાય.રાઈનું વાનસ્પતિક નામ બ્રાસિકા નાઈગ્રા છે અને તે કાળા સરસવ તરીકે પણ પ્રખ્યાત છે. રાઇ આપણા સ્વાસ્થ્ય માટે ઘણી જ મહત્વની છે. રાઈનો મુખ્ય ગુણ પાચક હોય છે. પેટની અંદરના કૃમિ આના પાણીથી મરી જાય છે.
રાઇના બીજમાં ઓમેગા-3 ફેટી એસિડ અને સેલેનિયમ જેવા પોષક તત્વો રહેલા છે. તેની સાથે જ તે ફોસ્ફરસ, મેગનીંઝ, કોપર અને વિટામીન બી1 નો પણ મુખ્ય સ્ત્રોત હોય છે. તે સિવાય રાઇનું તેલ પણ બનાવવામાં આવે છે.
ધોળી, કાળી અને રાતી એમ રાઈ ત્રણ જાતની થાય છે. રાતી કરતાં ધોળી રાઈના દાણા મોટા હોય છે. રાયડાના દાણા રાયના દાણા જેવા જ પણ સહેજ મોટા હોય છે. દાળ-શાકનો વઘાર ઉપરાંત રાયતા અને અથાણામાં પણ રાઈ વપરાય છે. “રાયતું’ શબ્દ “રાઈ ‘ પરથી જ પ્રચલિત થયો છે.
દહીંના મીઠામાં રાઈ વાટી તેમાં જરૂરી મીઠું નાખવાથી સરસ અનોખા સ્વાદ પેદા થાય છે. ઉપરાંત તેમાં દ્રાક્ષ, કેળાં, કાકડી, મોગરી વગેરે નાખીને મનગમતી વસ્તુનું રાયતા બનાવે છે. રાયતા માં રાઈ એ મુખ્ય વસ્તુ હોય છે. રાયતું એ વિશિષ્ટ અને ઉપયોગ બનાવટ છે. એ ઉષ્ણ, પાચક, રુચિકર અને સ્વાદિષ્ટ છે. રાયતું શિયાળાની ઋતુમાં વધારે ગુણકારી છે.
જેમને માથાના દુખાવાની સમસ્યા હોય તેમને માટે રાઈ ઘણી ફાયદાકારક છે. રાઈના લેપમાં કપૂર મેળવી કપાળ પર લગાડવામાં આવે તો માથાના દુખાવામાં ઝડપથી આરામ મળે છે.રાઈને વાટીને મધમાં ભેળવીને સુંઘવાથી શરદીમાં આરામ થાય છે,રાઈની પોટલી બનાવીને જ્યાં દુ:ખતુ હોય ત્યાં શેક કરવામાં આવે તો તુરંત જ રાહત મળે છે.
રાઈના લેપથી સોજો ઉતરી જાય છે.રાઇને પીસીને પેટ પર લેપ લગાવવાથી પેટમાં થતા દુખાવા અને પેટમાં આવતી મરોડથી આરામ મળે છે. રાઈના તેલમાં એકદમ ઝીણું મીઠુ ભેળવીને મંજન કરવાથી પાયરિયાના રોગનો નાશ થાય છે.ચપટી રાઈનું ચૂરણ પાણીમાં ભેળવી બાળકોને આપવાથી તે રાતમાં પથારી પર પેશાબ કરવાનું બંધ કરી દે છે.
ગરમ પાણીમાં રાઈને નાંખવાથી રાઈ ફુલી જાય છે અને તેના ગુણ પાણીની અંદર પહોચી જાય છે. આ પાણીને નવાયું સહન કરી શકાય તેટલુ ટબમા લઈને કમર સુધી ભરીને બેસવાથી બધા જ પ્રકારના યૌન રોગ પ્રદર, પ્રમેહ વગેરેમાં સારો એવો સુધારો થઈ જાય છે.
જો કોઈ વ્યક્તિને સતત ઝાડા થઈ રહ્યા હોય તો હથેળીમાં થોડી એવી રાઈ લઈને હળવા હુંફાળા પાણી સાથે રોગીને પીવડાવામાં આવે તો ઘણો આરામ મળે છે. માનવામાં આવે છે કે રાઈ ઝાડાને રોકવામાં સક્ષમ હોય છે.
રાઈને ઘોળીને માથા પર લગાવવાથી માથાની ફોડકી અને વાળનું ખરવું પણ બંધ થઈ જાય છે. ડાંગના હર્બલ જાણકારો અનુસાર એવું કરવાથી માથાનો ખોડો પણ દૂર થઈ જાય છે.
૨ ચમચી રાઈ પીસીને પેસ્ટ બનાવી લો અને તેનાથી હાથ અને પગ પર મસાજ કરો આમ કરવાથી હાર્ટ પ્રોબ્લેમ્સમાં રાહત મળે છે.અડધી ચમચી રાઈને પીસીને તેમાં ૧ ચમચી મધ મિક્ષ કરી લો આનાથી તાવમાં તેને ચાટી લેવાથી તાવ એકદમ માટી જશે.
રોજ રાત્રે ૧ ચમચી રાઈ પાણીમાં પલાળી ને રાખી દો સવારે આ પાણીને ચહેરા પર લગાવો અને ૧૦ મિનીટ બાદ ચહેરો ધોઈ લો આમ કરવાથી ખીલ બ્લેક હેડ્સ અને ઓઈલિ સ્કીનની પ્રોબ્લેમ દુર થશે.
રાઈના લોટને આઠ ગણા જુના ગાયના ઘીમાં અથવા ધોયેલા ગાયના ઘીમાં મેળવી તેનો લેપ કરવાથી થોડા દિવસમાં ધોળો કોઢ મટે છે. આ લેપથી ખસ, ખરજવું અને દાદરમાં પણ ફાયદો થાય છે.
રાઈના લોટને ઘી-મધમાં મેળવીને કાંટો કે કાચ વાગ્યો હોય તેના પર લેપ કરવાથી કાંટો કે કાચ બહાર આવી જાય છે.વાઈ ની મૂચ્છમાં રાઈના લોટનું નસ્ય અપાય છે. રાઈ થોડી માત્રામાં દીપન, પાચન ઉત્તેજક અને સ્વદલ છે, પરંતુ વધુ માત્રામાં વામન (ઊલટી કરનાર ) છે. તેથી રાઈ વધુ માત્રામાં લેવાથી તરત જ ઊલટી થાય છે.