Breaking News

રોટલી ના લોટ માં મિક્સ કરો આ પ્રોટીન, કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર વસ્તુ, શુગર જેવી અનેક બીમારીઓ રહેશે હંમેશા માટે રહેશે દૂર

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

વજન ઉતારવાનો પ્રયત્ન કરનારા અને હેલ્થ કોન્શિયસ લોકોના મોઢે તમે રાગીનું નામ તો સાંભળ્યું  હશે. ઓર્ગેનિક ફૂડ ઈન્ડસ્ટ્રીમાં પણ રાગીના લોટની બનેલી અનેક આઈટમ્સની આજકાલ ધૂમ ડિમાન્ડ છે. રાગીના લોટના એટલા બધા ફાયદા છે કે આ બરછટ અનાજ આજે શહેરોના આર્થિક સમૃદ્ધ વર્ગમાં લોકપ્રિય બની રહ્યું છે. તેને મહારાષ્ટ્રમાં નાચણી તરીકે ઓળખવામાં આવે છે.

જે દેખાવે સરસો જેવા લાગે છે. રાગી ખાસ કરીને એમિનો એસિડ, મિથ્યોનાઇન માટે મહત્વપૂર્ણ  છે. રાગી માં ભરપૂર માત્રા માં કેલ્શિયમ અને કેલરી હોય છે. હાડકાં ની મજબૂતી માટે રાગી એક સંપૂર્ણ આહાર છે. શીરાથી માંડીને રોટલી અને બિસ્કિટ સુધી, રાગીના લોટમાંથી અનેક ટેસ્ટી આઈટમ્સ બનાવી શકાય છે. દૂધ ઉપરાંત જો કોઈ ખાદ્યપદાર્થમાંથી સૌથી વધારે કેલ્શિયમ મળતું હોય તો તે રાગી છે.

બીજા અનાજની સરખામણીએ રાગીમાં અનેકગણું વધારે કેલ્શિયમ હોય છે. નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઑફ ન્યુટ્રિશન ઈન ઈન્ડિયાના આંકડા અનુસાર 100 ગ્રામ રાગીમાં 344 mg કેલ્શિયમ મળે છે. રાગીનો લોટ ખાવાથી હાડકા અને દાંત મજબૂત બને છે. બાળકોને રાગી એક યા બીજા સ્વરૂપે અવશ્ય આપવી જોઈએ જેથી તેમના હાડકા મજબૂત બને.

રાગીના લોટમાં ચોખા, મકાઈ અને ઘઉંની સરખાડાયાબિટીસ કંટ્રોલ કરવાનો ગુણ રહેલો છે. તેમા વધુ માત્રામાં પોલિફેનોલ્સ હોય છે જે પાચનતંત્ર વધુ મજબૂત બનાવે છે. તેને કારણે ફૂડ ક્રેવિંગ ઓછું થાય છે, જેનાથી ઓછી ભૂખ લાગે છે અને શુગર કંટ્રોલમાં રહે છે. રાગી નિયમિત ખાવાથી ત્વચા યુવાન અને ચમકીલી બને છે. તેમાં મેથિઓનાઈન અને લાઈસિન નામના એમિનો એસિડ્સ હોય છે.

આ તત્વો ત્વચા પર કરચલીઓ પડતા અને ત્વચા લબડી પડતા અટકાવે છે. રાગી માં વિટામિન ડી રહેલું હોય છે. સામાન્ય રીતે  વિટામિન ડી સૂર્યપ્રકાશ માંથી  મળે છે. વિટામિન ડીને કારણે શરીરમાં વધુ માત્રામાં કેલ્શિયમ બને છે. આ રીતે પણ રાગી તમને લાંબો સમય યુવાની ટકાવી રાખવામાં મદદ કરે છે. રાગીમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન રહેલા હોય છે.

આયર્ન થી હિમોગ્લોબિન ઓછું હોય તેવા દર્દીઓ માટે રાગી અમૃત સમાન છે. રાગીમાં ફણગા ફૂટે એટલે તેમાં વિટામિન સીનું પ્રમાણ વધી જાય છે. રાગીનો મહત્તમ લાભ ઊઠાવવો હોય તો તેને સવારના ભાગમાં ખાવું જોઈએ. જેને કારણે શરીરમાં લોહતત્વ વધુ આસાનીથી શોષાઈને લોહીમાં ભળી શકે છે.  શાકભાજી સાથે રાગી ખાવાથી શરીરને મહત્તમ લાભ થશે.

રાગી ખાતા હોવ તો સાથે વિટામિન સી પણ લેવું જોઈએ. ઈન્સ્યુલિન એક્ટિવેટ કરીને રાગી બ્લડ શુગર લેવલ પણ કાબુમાં રાખે છે. રાગીમાં એવા ફાઈબર્સ રહેલા હોય છે જેને કારણે તમને લાંબો સમય સુધી પેટ ભરાયેલું હોય લાગે છે. જેનાથી વારંવાર ભૂખ નથી લાગતી અને વજન ઘટે છે. ઈન્સ્યુલિન એક્ટિવેટ કરીને રાગી બ્લડ શુગર લેવલ પણ કાબુમાં રાખે છે.રાગી એક પોષ્ટિક આહાર છે.

એક ગ્લાસ પાણીમાં એક ચમચી રાગીનો પાવડર મેળવીને થોડીકવાર ઉકાળવામાં આવે છે અને તેમાંથી બનેલી રોટલી ખાવાથી હાડકાંમાં કેલ્શિયમની ઉણપથી થનારા રોગ નો ખતરો ઓછો રહે છે. તેનું નિયમિત રીતે સેવન કરવામાં આવે તો કુપોષણ, ક્ષરણ સંબંધિત રોગ અને અસમય વૃદ્ધ થવાની પ્રક્રિયા દૂર થાય છે અધિક પોષ્ટિક રોટી અને બ્રેડ બનાવવા માટે ઘઉંના લોટ સાથે રાગીનો લોટ નિયમિત રીતે મેળવી શકાય છે.

રાગી સ્ટ્રેસ દૂર કરવામાં પણ મદદરૂપ છે. વ્યગ્રતા, ડિપ્રેશન અને અનિદ્રાથી પરેશાન લોકો માટે રાગી રામબાણ ઈલાજ છે. તેમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ, ટ્રિપ્ટોફન અને એમિનો એસિડ્સ કુદરતી રીતે સ્ટ્રેસ દૂર કરે છે. રિસર્ચ મુજબ માઈગ્રેનમાં પણ રાગીનો લોટ ફાયદાકારક પુરવાર થાય છે.

રાગિ માં ભરપુર મત્રા માં ખનિજતત્વ રહેલ છે. રાગિ માથી વિષાણૂ ની સામે લડવાંની તકાત મળે  છે. રાગિ કેન્સર ને રોકવાનિ ક્ષમતા છે. રાગિ હદયરોગ જેવા ભયાનક રોગ સામે રક્ષણ કરે છે. બાળકો ને રાગિ ખ​વડાવવા થી હાડકા મજબુત બને છે. ત્વચા ને નબળી પડતા અને લબડી જતા અટકાવે છે. રાગિ મા આય્ઁન ભરપુર પ્રમાણ મા રહેલુ હોવાથિ ઍનિમિયા જેવા રોગો મા લોહિ નિ ઉણપ ને દુર કરે છે. રાગિ ચીતાં દુર કરવામા ખુબજ મદદરુપ નિવડે છે.

રાગિ માથા ના દુખાવા મા અક્સિર દ​વા રુપે લેવામા આવે છે. રાગિ ખરાબ કોલેસ્ટોઁલ ને ઘટાડે છે અને સારા કોલેસ્ટોઁલ ને વધારે છે. રાગિ નસો ને બંધ થતા અટકાવે છે. રાગિ ઉંચાઇ વધારવા મા પણ મદદ કરે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

માત્ર આ એક ચમચી ચૂર્ણથી કાયમ માટે ડાયાબીટીસની દવા અને ઇન્જેકશનથી છુટકારો, 100% અસરકારક અને અનુભવસિદ્ધ ચૂર્ણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. આજકાલ ઘરેઘરે ડાયાબિટીસનો રોગ સામાન્ય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!