ઘઉં કરતા 100 ગણું શક્તિશાળી છે આનું સેવન, માત્ર 3 વાર સેવનથી કોઈ પણ બીમારી જડમુળથી ગાયબ, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ અને પેટની ચરબીનો સચોટ ઈલાજ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજના સમયમાં વધતું વજન દરેક માટે સમસ્યા બની રહ્યું છે. લોકો તેના માટે શું નથી કરતા. કોઈ જીમમાં જઈને પરસેવો પાડે છે, કોઈ ડાયેટ કરે છે, લોકો વજન ઘટાડવા માટે ઘણા પ્રયત્નો કરે છે. પરંતુ શું તમે જાણો છો રાગીના સેવનથી તમને કેટલા ફાયદા પણ મળી શકે છે. જી હા રાગી, જેને આપણે મંડુઆ પણ કહીએ છીએ, તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. એટલું જ નહીં વજન ઘટાડવામાં પણ તે ખૂબ મદદગાર સાબિત થાય છે. રાગીમાં ઘણા પોષક તત્વો હોય છે જેમ કે પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ, કાર્બોહાઇડ્રેટ્સ, ખનિજો, ઊર્જા, આ બધા રાગીના ખૂબ જ મહત્વપૂર્ણ તત્વો છે. જેના સેવનથી આપણા સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે.

દૂધ ઉપરાંત જો કોઈ ખાદ્યપદાર્થમાંથી સૌથી વધારે કેલ્શિયમ મળતું હોય તો તે રાગી છે. બીજા અનાજની સરખામણીએ રાગીમાં અનેકગણું વધારે કેલ્શિયમ હોય છે. રાગીમાં કુદરતી રીતે ભરપૂર પ્રમાણમાં આયર્ન રહેલા હોય છે. આથી હિમોગ્લોબિન ઓછું હોય તેવા દર્દીઓ માટે રાગી આશીર્વાદરૂપ છે. રાગીમાં ફણગા ફૂટે એટલે તેમાં વિટામિન સીનું પ્રમાણ વધી જાય છે જેને કારણે શરીરમાં લોહતત્વ વધુ આસાનીથી શોષાઈને લોહીમાં ભળી શકે છે.

રાગીના ફાયદા:

એક ગ્લાસ પાણીમાં એક ચમચી રાગીનો પાવડર મેળવીને થોડીકવાર ઉકાળવામાં આવે છે અને તેમાંથી બનેલી રોટલી ખાવાથી હાડકાંમાં કેલ્શિયમની ઉણપથી થનારા રોગ નો ખતરો ઓછો રહે છે. તેનું નિયમિત રીતે સેવન કરવામાં આવે તો કુપોષણ, ક્ષરણ સંબંધિત રોગ અને અસમય વૃદ્ધ થવાની પ્રક્રિયા દૂર થાય છે.

રાગીમાં રહેલા તત્વ હાડકાને કમજોર થતા રોકે છે અને તેને સ્વસ્થ અને મજબુત બનાવી રાખે છે. આના લીધે રાગીના સેવનથી હાડકાના વાની સંભાવના ખુબ જ ઓછી થઈ જાય છે.રાગી એ કેલ્શિયમનો ખજાનો છે જે હાડકાઓમાં કેલ્શિયમની ઉણપને પૂર્ણ કરે છે. દૂધ સાથે તેનું સેવન ઓસ્ટિઓપોરોસિસથી રાહત આપે છે અને સાંધાનો દુખાવો અને સંધિવાની સમસ્યાથી છુટકારો મળે છે.

રાગીને રાત્રે પાણીમાં પલાળી રાખી સવારે કાઢીને બારીક વાટવી. આથી દૂધ જેવી પાણી નીકળે તેને કપડાથી ગાળી લેવું અને પછી કલાઈ કરેલા વાસણમાં બે ચાર ઘડી રાખી મુકવાથી તેનું સત્વ વાસણના તળીયે જામી જશે. આ પછીથી ઉપર ઉપરનું પાણી કાઢી નાખવું નીચેના સત્વને સ્વસ્થ વસ્ત્રની ચોવડ ગળી કરી,તેના ઉપર પાથરવું. 5 થી 6 કલાક પછી તે ચીકણી માટી જેવું ઘટ્ટ થઇ જશે તેની ગોળીઓ બનાવી તેને પાણીમાં બાફી, ઠંડુ પડ્યા બાદ ગોળ ભેળવીને બાળકને આપવાથી નબળા બાળકોમાં શક્તિ આવે છે.

જે લોકોનું ડાયાબિટીસ લેવલ વધેલું રહેતું હોય તેમણે અંકુરિત રાગીનું સેવન કરવું જોઈએ. હાઈ ફાઈબર અને પોલીફેનોલ સામગ્રી રક્તમાં ગ્લુકોઝના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. રાગી આદિવાસીઓ વધુ ખાય છે, તેઓ રોટલા કે ભાખરી બનાવીને ખાય છે. રાગી પોષ્ટિક હોવાને લીધે કોઈ આડઅસર પણ કરતી નથી. જેથી શ્રમ જીવી લોકો તેનું સેવન કરે છે જેથી તેઓને થાક પણ લાગતો નથી.

વજન ઘટાડવા માટે રાગીનો ઉપયોગ કેવી રીતે કરી શકો:

મોટાભાગના લોકો ગળ્યું ખાવાના શોખીન હોય છે અને આવી સ્થિતિમાં જ્યારે ગળ્યું ખાવાનુ મન થાય છે તો તેઓ કોઈપણ પ્રકારની ગળી વસ્તુનું સેવન કરે છે. પરંતુ જો તમે ગોળથી બનેલો રાગીનો હલવો તેના બદલે ખાશો તો તેનાથી તમારી મીઠી ભૂખ તો શાંત થશે જ, પરંતુ તેના સેવનથી ન  વજન વધશે અને તમે સ્વસ્થ પણ રહેશો.

ઘઉંની રોટલી ખાવાને બદલે જો તમે રાગીના લોટમાંથી બનેલી રોટલીનું સેવન કરશો તો તે તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. એટલું જ નહીં વજન ઘટાડવામાં પણ તેનાથી ઘણી મદદ મળશે. રાગીમાંથી બનેલા ઢોસાનું સેવન પણ કરી શકો છો. રાગીમાંથી બનેલા ઢોંસા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તેમજ તેના અનેક ફાયદા સ્વાસ્થ્ય માટે જોવા મળે છે. તે વજન ઘટાડવામાં પણ મદદ કરશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top