દરેક જાણતા હોય છે કે કઠોળ ખાવાથી કેટલા ફાયદા થાય છે. તેને ખાવામાં પણ વિવિધ રીત હોય છે અને આ રીત મુજબ તેના ફાયદા પણ અલગ-અલગ હોય, તેમાં પણ જો કઠોળ પલાળીને ખાવામાં આવે તો તેના ફાયદા ડબલ થઇ જાય છે. તેમાં પણ જો ફણગાવેલા મગ અને ચણા ખાવામાં આવે તો તેનાથી તો રોગપ્રતિકારક શક્તિ બમણી થઇ જાય છે.
ગુજરાતી ભાષામાં મગ વિશે લોકોકિત છે “મગ કહે હું લીલો દાણો, મારે માથે ચાંદું, બે-ચાર મહિના ખાય તો, માણસ ઉઠાડું માંદું” મગ કાળા, લીલા, પીળા, ધોળા અને રાતા એમ ઘણી જાતના થાય છે. તે મઠ કરતાં ઓછા વાતલ ગણાય છે. કાળા મગ પચવામાં હલકા હોય છે. લીલા મગ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. તે વધારે ગુણકારી અને ઉત્તમ ગણાય છે. ચરક અને સુશ્રુતે લીલા મગને અધિક ગુણકારી કહ્યા છે.
મગને શેકીને તેનો લોટ બનાવી, લોટ જેટલું ઘી લઈ કડાઈમાં નાખી, ધીમા અગ્નિ ઉપર મૂકી તવેતાથી હલાવતાં જવું; લોટ કંઈક લાલાશ પકડે એટલે વચ્ચે વચ્ચે તે ઉપર દૂધ છાંટતા જવું. એમ કરતાં દાણો પડે એટલે ચૂલા પરથી ઉતારી લઈ, તેમાં સાકર, બદામ, પિસ્તા, એલચી, લવિંગ અને મરીનું ચૂર્ણ નાખી લાડુ બનાવવા. મગના આ લાડુ શીતળ, વીર્યવર્ધક અને વાતપિત્તશામક છે. આ લાડુ શિયાળામાં પાકની ગરજ સારે છે.
મગમાં ફેનોલિક એસિડ, ફ્લેવોનોઇડ્સ, કેફીક એસિડ અને તજ એસિડ સહિતના એન્ટિઓક્સિડન્ટ્સનું પાવરહાઉસ હોય છે. આ એન્ટીઓકિસડન્ટો મુક્ત રેડિકલની હાનિકારક અસરો સામે લડવામાં અને કોષોના ઓક્સિડેટીવ નુકસાન સામે લડવામાં મદદ કરે છે. જે બળતરા, હૃદયરોગ અને કેન્સરનું જોખમ ઓછું કરે છે.
ફણગાવેલા મગ માં ફાઈબર સારી માત્રામાં હોય છે, પરિણામે ભૂખ ઓછી લાગે છે, પરિણામે પેટ ભર્યું ભર્યું લાગે છે. તેમા કેલરીની માત્ર પણ ઓછી હોય છે તેથી તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. મગમાં પ્રોટીન વધુ પ્રમાણમાં હોવાથી આપણા શરીરના મસલ્સને મજબૂત બનાવે છે.જો વાળની સમસ્યાની ચિંતા થાય છે, તો દરરોજ નાસ્તામાં ફણગાવેલા મગનું સેવન કરો. આ કરવાથી વાળને યોગ્ય પોષણ મળશે. ફણગાવેલા મગ વાળને બરછટ થતા અટકાવે છે અને સાથે ત્વચાને જરૂરી પોષક તત્વો વધારવામાં મદદ કરે છે.
ઘણી વખત મગને ખાનારા મગ વિશે કેવી વાત કરે છે કે તે સદતા નથી વાયુ કરે છે. તે પેટમાં આફરો કરે છે. નબળાઈ આવે છે. કોઇ વીપાક નથી. મગ બાફતી વખતે, વઘાડતી વખતે લીંબુ અને સિઘવ મીઠું નાખવું, વાયુની તાસીર વાળાને કદાચ મગ વાયુ કરી શકે પરંતુ આવા રોગીઓને મગમાં હિંગ, ધાણાજીરું, લસણ, કોથમીર વગેરે નાખીને ખાવાથી મગજ બિલકુલ વાયુ કરશે નહીં અને વાયુને મટાડી દેશે.
મગ ખાવાથી શરીરમાંથી કચરો બહાર નીકળી જાય છે. અને સ્કિન માં નિખાર આવે છે. ફણગાવેલા મગ ખાવાથી લોહી શુદ્ધ બને છે, અને શરીરનો ગંદો કચરો પણ બહાર નીકળી જાય છે. આ સાથે જ પ્રોટિન પુરતા પ્રમાણમાં મળી રહે છે. ફણગાવેલા મગ નું સેવન કરવાથી એસીડીટી ની સમસ્યા માં રાહત મળે છે. તે બોડી માટે એલ્કાલાઈન હોય છે. જે એસીડ લેવલ એ ઓછુ કરે છે. અને તમારી બોડી ના પીએચ લેવલ ને રેગ્યુલર રાખવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. આંખ માટે પણ ફણગાવેલા મગ ખુબ ફાયદાકારક છે. તેમાં વિટામીન એ પણ મળે છે. જે આંખ ની રોશની વધારવામાં મદદ કરે છે. સાથે રતોધી જેવી આંખ ની બીમારી સામે પણ રક્ષણ આપે છે.