આધુનિક જીવનશૈલીની કિંમત પુરુષોએ પોતાનાં શુક્રાણુઓની સંખ્યા (સ્પર્મ કાઉંટ) ગુમાવીને ચુકવવી પડી રહી છે. તેનાથી તેમની પ્રજનન ક્ષમતા પ્રભાવિત થઈ છે અને સ્પર્મની ગુણવત્તા પણ ઘટી છે. બ્રિટનમાં થયેલ એક અભ્યાસમાં આધુનિક જીવનશૈલીનાં કારણે પુરુષોની પ્રજનન ક્ષમતા પર થઈ રહેલી નકારાત્મક અસરોનો ખુલાસો થયો છે.
વધતી તંગદિલી, મેદસ્વિતા, ખરાબ લાઇફસ્ટાઇલ અને પ્રદૂષણ સંસારનાં પુરુષો માટે ખતરાનાં મોટા કારણો જેવા સાબિત થઈ શકે છે. આ વાત પુરુષો માટે કોઇક આઘાતથી ઓછી નથી.
અભ્યાસ થી સાબિત થયું છે કે સ્મોકિંગ પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ ઘટાડે છે, તથા તેમની ક્વોલિટી પણ ખરાબ કરી દે છે માટે સ્મોકિંગ છોડવું જરૂરી છે. રોજ વ્યાયામ અથવા યોગ અને કસરત કરવાથી મેદસ્વીપણુ અને તણાવ ઓછું થશે અને તે આખા શરીરને સ્વસ્થ બનાવશે જેથી શુક્રાણુ નું પ્રમાણ વધવાની શક્યતા રહેલી છે.
એક અભ્યાસ માં કેહવામાં આવ્યું છે કે જો આપ ટાઇટ અંડરવેર અથવા ફીટ પેન્ટ પહેરશો તો અંડકોષ પર્યાપ્ત શુક્રાણુઓનું ઉત્પાદન નહી કરી શકે. તથા ઓછા શુક્રાણુઓ પેદા થશે. રોજ એક અથવા બે કપ કોફીથી કોઇ ફરક નહી પડે પરંતુ રોજ બે અથવા તેનાથી વધું કોફી પીવાથી શુક્રાણુઓને અસર થશે. આના કારણે સ્પર્મની ગતિશીલતા ખરાબ થઇ જાય છે.
શુક્રાણુ ની સંખ્યા વધારવાના ઉપાયો:
લવિંગ નો ઉપયોગ :
ઘર માં રહેલું લવિંગ પણ શુક્રાણુ સંખ્યા વધારવામાં મદદ કરે છે.લવિંગ નું સેવન ઉપયોગી નીવડે છે.લવિંગ નું પાણી પણ લઈ શકાય છે. ચુનો તમાકુ સાથે ખાવાથી ઝેર બને છે પરંતુ ચુનો ઘઉં નાં દાણા સાથે ખાવાથી શુક્રાણુ સંખ્યા વધે છે એમ ચરકસંહિતા માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે . બજાર માં મળતા કેટલાક ઔષધિ જેમ કે શતાવરી, મુસાલી, અશ્વગંધા જેવી વનસ્પતિ પણ અસરકારક નીવડે છે.
વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે ટામેટામાં રહેલાં તત્વ પુરૂષોમાં ફર્ટિલિટી સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. ફર્ટિલિટી ઈમપ્રૂવ કરવા માટે ઉપયોગ કરવામા માટે આવતી સપ્લિમેટ્સમાં ઝીંક હોય છે,રિસર્ચના પરિણામોમાં જોવા મળ્યું કે,ઝીંક અને ફોલિક સપ્લિમેન્ટ્સનું સેવન કરવાથી પ્રેગ્નન્સી રેટમાં વૃદ્ધિ નથી થતી અને ન તો સ્પર્મ કાઉન્ટ અને સ્પર્મ ક્વોલિટીમાં વધારો થાય છે.
ખોટી આદતોથી પુરૂષોના સ્પર્મ કાઉન્ટ ઘટે છે તેવી જ રીતે ખરાબ જીવનશૈલીની અસર ફર્ટિલિટી પર થાય છે. આ સિવાય જોબ પણ એક કારણ છે. એવું કામ કરો જેમાં વધુને વધુ એક્ટિવ રહી શકો. ઘણી જોબ્સમાં રેડિએશન, ટેન્શન અને અન્ય કારણો સ્પર્મ કાઉન્ટ પર અસર કરે છે. એક હેલ્ધી સેક્સ લાઈફ હોવાથી પણ સ્પર્મ કાઉન્ટ સારાં રહે છે.
જેટલાં સેક્સ લાઈફમાં એક્ટિવ રહેશો સ્પર્મ એટલા જ પ્રોડ્યૂસ થશે. આ સિવાય ફિટનેસ અને લુક માટે વધુ પ્રમાણમાં સપ્લીમેન્ટ્સ લેવાથી પણ ટેસ્ટોસ્ટેરોન લેવલ ખરાબ થાય છે. જેની સીધી અસર સ્પર્મ કાઉન્ટ પર પડે છે.
વિટામિન સીનું સેવન કરવાથી બોડીમાં સ્પર્મ કાઉન્ટ વધે છે. આ સિવાય પોષક તત્વોથી ભરપૂર શાકભાજી અને ફળો ખાવાથી સ્પર્મ હેલ્ધી રહે છે. આ સિવાય સ્મોકિંગ કરવાથી સ્પર્મ કાઉન્ટ ઘટે છે. તેનાથી શરીરમાં કાર્બન મોનોઓક્સાઈડ વધે છે અને સ્પર્મ ડેમેજ થાય છે. સૌથી અગત્યનું કારણ આલ્કોહોલથી બોડીમાં એવા ટોક્સિન બનવા લાગે છે જેનાથી સ્પર્મ કાઉન્ટ તો ઘટે જ છે સાથે સ્પર્મને નુકસાન પણ થાય છે.
કોળા ના બી નો ઉપયોગ:
કોળાના બીમાં ઝિંક હોય છે, જે સ્પર્મ કાઉન્ટને વધારવામાં મદદ કરે છે. કોળાના બી તમે શેકીને સ્નેક તરીકે ખાઈ શકો છો અથવા તેનું શાક બનાવીને પણ ખાઈ શકાય.
સ્પર્મ સાથે સંકળાયેલી મુશ્કેલીઓને દૂર કરવામાં વિટામીન સીથી ભરપૂર વસ્તુઓ ખાવી જોઈએ. કારણ કે વિટામીન સી સ્પર્મની ગતિશીલતાને યોગ્ય બનાવવામાં મદદ કરે છે.
અશ્વાગંધા નો ઉપયોગ:
સદીઓ થી અશ્વાગંધા નો ઉપયોગ વીર્ય સંબંધિત વસ્તુ માં કરવા માં આવે છે.તેના પાવડર માં દૂધ ઉમેરી ને પીવા થી ફાયદાકારક છે. લસણ એક પ્રાકૃતિક ધરેલું ઔષધી છે.વીર્ય કાઉન્ટ બનાવા માટે મદદરૂપ થાય છે. લસણ માં ઈલિસીન નામ નું ઘટક છે.લોહી પરીસંચાલન માં ઉપયોગી છે. વીર્ય ની ગતિશીલતા માટે ઉપયોગી છે.
ગોખરુ શુક્રાણુ વધારવામાં ફાયદાકારક:
ગોખરુ પણ ફાયદાકારક છે. તેનું ચૂર્ણ દૂધ સાથે લેવા માં આવે તો વીર્ય કાઉન્ટ વધે છે તેમજ ઘઉં નું અંકુર, દૂધ અને ગોળ સાથે હલવો બનનાવી ને ખાવા થી વીર્ય કાઉન્ટ વધે છે. અંજીર અને ખજૂર ખાવી જોઈએ. દુધની સાથે અથવા સાદી રીતે દિવસમાં બે વાર ખજુર ખાવી જોઈએ. ખજુર નહી તો આખા દિવસ દરમિયાન પાંચેક અખરોટ ખાવા જોઈએ.
ડાર્ક ચોકલેટ અસરકારક :
ડાર્ક ચોકલેટ સ્પર્મ કાઉન્ટ ઝડપથી વધારે છે. તેમાં એમિનો એસિડ, એન્ટીઓક્સિડન્ટ હોય છે જે પુરુષોમાં ફર્ટિલિટીને પ્રભાવિત કરે છે. પાલક પુરુષો માટે સૌથી વધારે લાભકારક હોય છે. તેનાથી શરીરમાં ફોલિક એસિડ વધે છે અને શુક્રાણુનું પ્રમાણ પણ વધે છે. ટામેટામાં લાઈકોપિન નામનું તત્વ હોય છે જે સ્પર્મ કાઉન્ટ વધારે છે. ટામેટાને ઓલિવ ઓઈલમાં શેકી અને ખાવાથી વધારે લાભ થાય છે.
એક સ્વાસ્થ્ય પુરુષ માં 1500 પ્રતિ સેકન્ડ વીર્ય બને છે. આજ કાલ ના ફાસ્ટફૂડ થી તણાવવાળા જીવનથી, વીર્ય કાઉન્ટ ની સંખ્યા માં ઘટાડો જોવા મળે છે. તેથી તેની અસર ફર્ટિલિટી પર પડે છે. અને ખાવા ની અસર સીધી વીર્ય પર જોવા મળે છે.