આ આયુર્વેદિક છોડ શરીરના બધા અંગોને ફરીથી નવું જીવન આપી શકે છે, કીડની કેંસર નાં દર્દીઓ માટે ખાસ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

જે શરીરના અંગોને પુનઃ જીવન આપી શકે છે, જે કેન્સરના દર્દીઓ માટે આયુર્વેદ જગત ની સંજીવની છે, જેનું નામ પુનર્વવા છે. પુનર્નવા સંસ્કૃત ના બે શબ્દ પુનઃ એટલે ‘ફરી’ અને નવ એટલે ‘નવું’ થી બને છે. પુનર્વવા ઔષધિમાં પણ પોતાના નામ ને અનુરૂપ જ શરીરને ફરી વખત નવું કરી દેવાના ગુણ મળી આવે છે. તેથી તેને રોગો સામે લડવાથી લઈને કેન્સરના ઈલાજ સુધી ઉપયોગ કરવામાં આવે છે.

તેની એક ચમચી ભોજન સાથે એટલે કે શાકભાજીમાં ભેળવીને સેવન કરવાથી ગઢપણ નથી આવતું, એટલે કે ઘરડો વ્યક્તિ પણ યુવાન બની રહે છે.  કેમ કે તેનાથી શરીરના દરેક અંગો નું પુનઃ નવી કોશિકા નું નિર્માણ થતું રહે છે. તે હિન્દીમાં સાટોડી, મરાઠીમાં ઘેટુલી અને અંગ્રેજીમાં ‘હોગવીડ’ નામથી ઓળખવામાં આવે છે. પુનર્વવા પેટ સાથે જોડાયેલી બીમારીઓને દુર કરે છે. આંતરડામાં એઠન, અપચો અને પેટમાં જરૂરી અમ્લો ની ઉણપ જેવા રોગમાં તે તરત રાહત અપાવે છે.

મગ કે ચણાની દાળ સાથે ભેળવીને તેનું શાક બને છે, જે શરીરનો સોજો, મૂત્રરોગો (ખાસકરીને મૂત્રાલ્પતા), હ્રદયરોગો, દમ, માથાનો દુઃખાવો, મંદાગ્નિ, ઉલટી, કમળો, રક્તાલ્પતા, યકૃત અને પ્લીહા ના વિકારો વગેરે માં ફાયદાકારક છે. તેના તાજા પાંદડાને 15-20 મી.લી રસમાં ચપટી જેટલા કાળા મરી અને થોડું એવું મધ ભેળવીને પીવું પણ ફાયદાકારક છે. ભારતમાં આ શાક દરેક જગાએ મળી આવે છે.

પેટના રોગ માટે ગૌમૂત્ર અને પુનર્વવા નો રસ સરખા ભાગે ભેળવીને પીવાથી રાહત મળે છે.પેટ માં ગેસ થતો હોય તો  2 ગ્રામ પુનર્વવા ના મૂળ નું ચૂર્ણ, અડધો ગ્રામ હિંગ અને 1 ગ્રામ કાળું મીઠું ગરમ પાણી સાથે લો. પથરી હોય તો પુનર્વવા ના મૂળ ને દુધમાં ઉકાળીને સવાર સાંજ પીવો. પુનર્વવા ના મૂળની રાબ પીવરાવવા અને સોજા ઉપર મૂળ ને વાટીને લેપ કરવાથી ફાયદો થાય છે. કમળો થયો હોય તો પુનર્વવાના પંચાંગ (થડ, છાલ, પાંદડા, ફૂલ અને બીજ) ને મધ અને સાકર સાથે અથવા તેનો રસ કે રાબ પીવ થી રાહત મળે છે.

પુનર્વવા ના પાંદડા ને 100 ગ્રામ સ્વરસ માં સાકરનું ચૂર્ણ 200 ગ્રામ અને પીપરી ચૂર્ણ 12 ગ્રામ ભેળવીને પકાવો અને ચાશણી ઘાટી થાય એટલે તેને ઉતારીને ગાળીને બોટલમાં મૂકી દો. આ શરબતના 4 થી 10 ટીપા ના પ્રમાણમાં (ઉંમર મુજબ) રોગી બાળકને દિવસમાં ત્રણ ચાર વખત ચટાડો. ખાંસી, શ્વાસ, ફેફસાનો વિકાર, ખુબ લાળ પડવી, જીગર વધી જવી, શરદી-જુકામ, લીલા પીળા દસ્ત, ઉલટી અને બાળકોની બીજી બીમારીઓ માં બાળ વિકારશામક ઔષધી કલ્પ તરીકે તેનો ઉપયોગ ખુબ ફાયદાકારક છે.

પુનર્વવા રક્તશોધન માં ઉપયોગ કરવામાં આવે છે. તે રક્ત માંથી ઝેરીલા પદાર્થોને દુર કરીને ઘણા રોગોનો નાશ કરી દે છે. પુનર્વવા નો ઉપયોગ સાંધા ના દુખાવાથી છુટકારો આપાવે છે. તે કોઈપણ રીતે આર્થરાઈટીસ માં ઉપયોગી સાબિત થાય છે. પુનર્વવા શરીરને શક્તિ આપે છે. તે માસપેશીઓ ને મજબુત કરીને નબળાઈ અને દુબળાપણું દુર કરે છે.

કોઈપણ જાતના ચામડીના રોગ જેવા કે ડાઘ, ધબ્બા, અળાઈ, વાગવાનું નિશાન વગેરે ઉપર પુનર્વવા ના મૂળ વાટીને લેપ બનાવીને લગાવો. થોડા જ દિવસોમાં રોગને દુર થતો જોઈ શકાય છે. પુનર્વવા જરૂરી જીવન જાળવી રાખવામાં મદદ કરે છે. તે આંતરિક ચરબી ઓછી કરે છે અને દુબળાપણા ને પણ દુર કરે છે. પુનર્વવા નું નિયમિત સેવન મૂત્રપ્રવાહ ને યોગ્ય કરીને શરીરને સ્વસ્થ અને સ્વચ્છ રાખે છે. તે કોશિકાઓ માં તૈલી પદાર્થોના પ્રવાહને પણ ઉત્તમ બનાવે છે.

પુનર્વવા કેન્સરના દર્દીઓ માટે આયુર્વેદ જગતની સૌથી અદ્દભુત ઔષધી છે. કેમ કે તે નવી કોશિકાઓ બનાવે છે. તે નવી કોશિકાઓ કેન્સર સામે લડવાની શક્તિ આપે છે. પેરાલીસીસ, શરીરના કોઈ વિશેષ ભાગ સુન્ન પડે અને માંસપેશીઓ ના નબળાઈ આવવા જેવી તકલીફો પણ પુનર્વવા ના સેવનથી દુર થાય છે. આંખો ફૂલી ગઈ હોય તો પુનર્વવા ના મૂળ ને ઘી માં ઘસીને આંખોમાં આંજવું.આંખ માં ખંજવાળ આવતી હોય તો પુનર્વવાના મૂળ ને મધ કે દૂધ માં ઘસીને આંખમાં આંજવું.આંખમાંથી પાણી નીકળતું હોય તો પુનર્વવા ના મૂળ ને મધ માં ઘસીને આંખોમાં આંજવું.

હડકાયા કુતરાનું ઝેર ચડિયું હોય તો સફેદ પુનર્વવા ના મૂળ ને 25 થી 50 ગ્રામ ઘી માં ભેળવીને રોજ પીવો. ફોડકા થયા હોય તો પુનર્વવા ના મૂળ ની રાબ પીવાથી કાચા અથવા પાકા થયેલા ફોડકા પણ મટી જાય છે. પુનર્વવા ના મૂળ ની 100 મી.લી. રાબ દિવસમાં 2 વખત પીવા થી અનિન્દ્રા દૂર થાય છે.એડી માં વાયુજન્ય દુઃખાવો હોય તો ‘પુનર્વવા તેલ’ એડી ઉપર ઘસો અને સેક કરો.

લોહી વાળા હરસ થયા હોય તો પુનર્વવા ના મૂળ ને વાટીને મોળી છાશ (200 મી.લી.) કે બકરીના દૂધ (200 મી.લી.) સાથે પીવો. હ્રદયરોગ ના કારણે બધા અંગોમાં સોજા હોય તો પુનર્વવા ના મૂળ નું 10 ગ્રામ ચૂર્ણ અને અર્જુન ની છાલ નું 10 ગ્રામ ચૂર્ણ 200 મી.લી. પાણીમાં રાબ બનાવીને સવાર સાંજ પીવાથી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top