નાના-મોટા દરેક રોજ સવારે ખાલી પેટ કરી લ્યો આનું સેવન, જિંદગીભર અશક્તિ નબળાઈ ગાયબ થઇ રહેશો સ્વસ્થ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

મોટાભાગની મહિલાઓના દિવસની શરૂઆત ઉતાવળ ભર્યા કામથી થતી હોય છે જેમાં તેને પોતાના સ્વાસ્થ્યની સંભાળ રાખવાનો સમય મળતો નથી અને સાંજ પડે ત્યાં સૌ થાકીને અશક્ત થઇ જાય છે, પરંતુ આજે અમે મહિલાઓને ઉપયોગી એવી માહિતી લઈને આવ્યા છીએ જેનાથી તેઓ કામ પણ સ્ફૂર્તિથી કરી શકેશે અને સાંજ સુધી થાક પણ નહિ લાગે.

થાક ન લાગવાને કારણે પોતાનું ધાર્યું કામ કરી તેમાં સફળતા મેળવી શકશે, આ ઉપાય બાળકો, વૃધ્ધો અને આધેડ વયના લોકો પણ કરી દિવસ દરમિયાન લગતા થાક અને નબળાઈ થી છુટકારો મેળવી શકે છે. આ માટે મહત્વની વાત છે યોગ્ય અને પૂરતા પ્રમાણમાં હેલ્દી ખોરાકનું સેવન કરવું, જો દિવસની શરૂઆતમાં જ આવો પ્રોટીન અને વિટામિન્સથી ભરપૂર ખોરાક ખાવામાં આવે તો દિવસ દરમિયાન નબળાઈ કે થાક આવતો નથી.

આ ખોરાકમાં તમારે અમુક પલાળેલા ડ્રાયફ્રુટનો ઉપયોગ કરવાનો છે દિવસ દરમિયાન શક્તિ આપી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરશે, આ ડ્રાયફ્રૂટમાં અંજીર, અખરોટ, બદામ અથવા શીંગદાણા, કાળી દ્રાક્ષનો સમાવેશ કરવો, દરેકની માત્ર ૫-૬ દાણા જેટલી રાખવી.

રાત્રે સુતા પહેલા ડ્રાયફ્રુટને આખી રાત માટે પલાળી રાખવા. તેમને આખી રાત પાણીમાં પલાળીને રાખવાથી તેમની પોષણક્ષમતા વધે છે અને ઝડપથી પચી જાય છે. દરરોજ સવારે ખાલી પેટે ખાઈ લેવા.

પલાળેલા ડ્રાયફ્રુટ ખાવાથી થતા ફાયદા:

અંજીર ની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, અને આથી જ તેનું સેવન કરવાના કારણે શરીરની માંસપેશીઓ અને હાડકાઓ મજબૂત બને છે. જેથી કરીને વ્યક્તિઓને સાંધાના દુઃખાવામાંથી રાહત મળે છે. આ ઉપરાંત અંજીર ની અંદર ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. જે શરીરમાં નવું લોહી બનાવે છે, અને હિમોગ્લોબિનની માત્રાને જાળવી રાખે છે.

બદામ અને અખરોટમાં વિટામિન-ઇ અને ઓમેગા-૩ તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે અને એન્ટીઑકિસડન્ટોનો સારો સ્ત્રોત છે, વૃદ્ધત્વ ઝડપથી આવતા અટકાવે છે. વજન ઘટાડવામાં મદદ કરે છે અને હૃદયને પણ સ્વસ્થ રાખે છે. અખરોટ ચિંતા અને તણાવથી દૂર રાખે છે. સાથે જ તે પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ વધારે છે અને તે વાળ અને સ્કીન માટે પણ ફાયદાકારક છે.

કિસમિસ ની અંદર એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. તેનું પલાળેલું પાણી પીવામાં આવે તો તેના કારણે લીવરની અંદર રહેલી બધી જ ખરાબ અને ઝેરી તત્વો સાફ થઈ જાય છે. જેથી કરીને લીવર યોગ્ય રીતે કાર્ય કરે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top